શોધખોળ કરો

GUJARAT ELECTIONS 2022: PM મોદીની જાહેરસભાની લઈને કલેક્ટરે બહાર પાડ્યું જાહેરનામું, અનેક રૂટ કરાયા ડાયવર્ટ

GUJARAT ELECTIONS 2022: બીજા તબક્કાના મતદાનને લઈને પીએમ મોદી ફરી ચૂંટણી પ્રસારમાં સક્રીય થયા છે. આવતીકાલે પીએમ મોદી ફરી સભા ગજવશે. કાલોલનાં બેઢિયા ખાતે આવતીકાલે પીએમ મોદીની જાહેરસભા યોજાવાની છે.

GUJARAT ELECTIONS 2022: બીજા તબક્કાના મતદાનને લઈને પીએમ મોદી ફરી ચૂંટણી પ્રસારમાં સક્રીય થયા છે. આવતીકાલે પીએમ મોદી ફરી સભા ગજવશે. પંચમહાલના કાલોલનાં બેઢિયા ખાતે આવતીકાલે પીએમ મોદીની જાહેરસભા યોજાવાની છે. પીએમ મોદીના કાર્યક્રમને લઈ અધિક કલેકટરે જાહેરનામું બહાર પાડ્યું છે. ગોધરા વડોદરા હાઈવે પરનાં વાહનો અન્ય રૂટ પર ડાયવર્ટ કરવાની માહિતી સામે આવી છે.  આવતીકાલે સવારના 10થી બપોરના 2 વાગ્યા સુઘી ભારે વાહનોની અવર જવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

વડોદરાથી ગોધરા તરફ જતાં ભારે વાહનોને જરોદ ગામથી સાવલી, ઉદલપુર, પંડ્યાપુરા, ફાટક ઍકસઠ પાટિયાથી અમદાવાદ ઈન્દોર હાઈવેના વાવડી ટોલ નાકા પસાર કરી ગોધરા આવવાનું રહેશે. ગોધરાથી વડોદરા જતાં વાહનો બામરોલી, દામાવાવ રાજગઢ વડા તળાવ જેપુરા થઈને હાલોલથી વડોદરા જઈ શકશે. સવારના 6થી સાંજના 6 સુધી વાહનો અન્ય રૂટ પર ડાયવર્ટ કરાયા છે.

અલ્પેશ ઠાકોરની વિરોધીઓને ધમકી

બનાસકાંઠાના ભાભર તાલુકાના વડાણા ખાતે ગાંધીનગર દક્ષિણથી ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોરની સભા યોજાઇ હતી. વાવના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરના સમર્થનમાં અલ્પેશ ઠાકોરની સભા યોજાઇ હતી. અલ્પેશ ઠાકોરે કોગ્રેસ તેમજ ગેનીબેન ઠાકોર પર પ્રહાર કર્યા હતા. અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે કોંગ્રેસ સસ્તી રાજનીતિ કરી રહી છે. ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે વિરોધીઓને ચીમકી આપી હતી અને કહ્યું હતું કે મર્યાદામાં રહેજો અઠવાડિયા પછી અમારી જ સરકાર છે. કેટલાક અસામાજિક તત્વો લોકોને ડરાવવાનો પ્રયાસ કરે છે. ગામમાં ઘૂસવા નહી દઇએ. લોકો ચેતી જજો અઠવાડિયા પછી અમે જ છીએ. અઠવાડિયા પછી તમારા અડ્ડા બંધ થઇ જશે. ગેનીબેન  પર આડકતરી રીતે પ્રહાર કરતા કહ્યું હતું કે જે બીપીએલ કહેતા હતા તે ચૂંટણીમાં કરોડો રૂપિયા વાપરે છે એ ક્યાંથી આવ્યા?

મતદારોને હવે કોઈ સમસ્યા નહીં રહે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. પ્રથમ તબક્કાના મતદાનને હવે ગણતરીના કલાકો જ બાકી છે. તમામ રાજકીય પક્ષોના ઉમેદવારોની સાથે-સાથે તમામ મતદારો પણ ચૂંટણીમાં મતદાન કરવા તૈયાર છે. ઘણીવાર એવું જોવા મળે છે કે મતદારોને મતદાન કરવા માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. મતદારોને ખબર નથી હોતી કે તેમણે કયા મતદાન મથકમાં મતદાન કરવાનું છે. જેના કારણે ઘણા મતદારો તેમનો મત નોંધવામાં નિષ્ફળ જાય છે. જોકે, હવે આવું નહીં થાય. રાજ્યના તમામ મતદારો ઘરે બેસીને તેમના મતદાન મથક વિશે ઓનલાઈન માહિતી મેળવી શકે છે. આ માટે તમારે કેટલાક મહત્વપૂર્ણ સ્ટેપ્સ ફોલો કરવા પડશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જ્યાં જોઇએ ત્યાં રોડ ખોદાયેલા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ પોલીસ
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બીમારીનું પાણી?
Gujarat Police Recruitment : PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
Santrampur Temple: સંતરામપુર મંદિર ખાતે બોર ઉછામણીની જોરદાર ઉજવણી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Embed widget