શોધખોળ કરો

VIDEO:  કંડલા પોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, બેલ્ટ તૂટી જતા ક્રેઈન નીચે પટકાય 

કચ્છના કંડલા પોર્ટ પર મોટી દુર્ઘટના ટળી છે. બેલ્ટ તૂટી જતા ક્રેઈન નીચે પટકાય હતી. આ ઘટનાનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે. ક્રેઈન ઉપરથી નીચે પટકાય છે.

કચ્છ: કચ્છના કંડલા પોર્ટ પર મોટી દુર્ઘટના ટળી છે. બેલ્ટ તૂટી જતા ક્રેઈન નીચે પટકાય હતી. આ ઘટનાનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે. ક્રેઈન ઉપરથી નીચે પટકાય છે. આ દરમિયાન મોટી દુર્ઘટના ટળી હોવાનું સામે આવ્યું છે. 

જેટી અને જહાજ પર થઈ રહેલા ઓપરેશન કાર્ય સમયે ક્રેઈન તૂટી પડતા અકસ્માત સર્જાયો હતો. લીફ્ટિંગ બેલ્ટથી ઊંચકી રહેલા ક્રેઈનમાંથી બેલ્ટ તૂટી જતાં ક્રેઈન નીચે પટકાઈ હતી. આ અકસ્માતની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. સમગ્ર ઘટનાનો લાઈવ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

કંડલા પોર્ટ પર  લગભગ સવારના 8 વાગ્યા આસપાસ  જેટી નંબર 6 પરથી ક્રેઈનને  બર્થ પરથી ઉપાડવામાં આવી રહી હતી. આ  દરમિયાન  ક્રેઈનમાં અટકાવાયેલ લિફ્ટિંગ બેલ્ટ તૂટી ગયો હતો અને હાઇડ્રા ક્રેઈન જેટી નંબર 6 પર નીચે પટકાઈ હતી. આ ઘટનામાં પોર્ટ પરના કોઈ પણ કર્મચારીઓને કોઈ ઈજા થઈ નથી.   

ન્યૂડ કોલ કરી છેતરપિંડી કરતી ગેંગ પર અમદાવાદ સાઈબર ક્રાઈમે પાડી રેડ

સાયબર ક્રાઇમ દ્વારા લોન બાબતે ન્યૂડ કોલ કરી છેતરપિંડી કરી પૈસા પડતા પડાવતા શખ્સો સામે 'સાયબર સ્ટ્રાઈક' કરી છે. સાયબર ક્રાઇમની ટીમે માત્ર આરોપી જ નહીં પરંતુ સાઇબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાતા આખાય સર્વરને જ ક્રેશ કરી, 50 ટીબી જેટલો વિશાળ ડેટા જપ્ત કર્યો છે. એટલું જ નહીં પરંતુ આ ઓપરેશનમાં સાયબરની ટીમે ચાઇના કનેક્શન પણ ઝડપી પાડ્યું છે. 

અમદાવાદ સાઇબર ક્રાઇમની ટીમે પ્રથમવાર સાઇબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવામાં આવતા સર્વરને ક્રેશ કરી તમામ ડેટા જપ્ત કર્યો છે. આ સર્વરની મદદથી ચાઇનાથી આવતા કોલને ડાઈવર્ટ કરવામાં આવતા. ડાયવર્ટ થયેલા કોલના આધારે ફ્રોડ ગેંગ દ્વારા લોકો પાસે અલગ અલગ પ્રકારે પૈસા પડાવવાનું કામ કરતા. સૌથી મોટી વાત એ છે કે જે સર્વરને ક્રેશ કરવામાં આવ્યું છે, તે સર્વરનું ઓપરેટિંગ ચાઇનાથી કરવામાં આવતું હતું. ચાઇનામાં મૂળ ભારતીય વ્યક્તિ ચાઇનાના બે વ્યક્તિઓ સાથે મળીને આ સર્વર ચલાવતો હતો. દિલ્હીના નોઈડા પાસે સાયબર ક્રાઈમની ટીમે રેડ કરી હતી જેમાં સર્વરની સાથે 2 આરોપીની પણ ધરપકડ કરી છે. મેળામાંથી વિજય કુંભાર કે જે સર્વરનું ધ્યાન રાખતો હતો તેની જ્યારે પૂનામાંથી ગૌરવ સિંહ નામનો આરોપી કે જે ચાઇનાથી આખું સ્કેન્ડલ ચલાવતી ગેંગના આદેશ પ્રમાણે કામ કરતો.

આ કેસમાં સાયબર ક્રાઇમને અલગ અલગ પ્રકારની લોન એપ્લિકેશન દ્વારા પૈસા પડાવી છેતરપિંડીની ફરિયાદો મળી હતી જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પોલીસના ધ્યાને આવ્યું કે જે કોલ થઈ રહ્યા છે તે દિલ્હીના નોઈડા સ્થિત એક સર્વરમાંથી રાઉનટ કરવામાં આવી રહ્યા હતા. પોલીસને શંકા જોતા ત્યાં રેડ કરી આખું સર્વર જપ્ત કરી ક્રેશ કરી નાખ્યું. ફ્રોડ ગેંગ દ્વારા લોન એપ્લિકેશન ડાઉનલોડ કરાવીને લાલચ આપવામાં આવતી. એપ્લિકેશન ડાઉનલોડ થયા બાદ જેથી વ્યક્તિના મોબાઈલના ડેટા સાઈબર ફ્રોડ કરતી ગેંગ પાસે પહોંચી જતા. લોકોના ડેટા મેળવ્યા બાદ જે તે ડેટા ધારકના સગા સંબંધીઓ અને પરિસ્થિતિને કોલ કરીને ડરાવવા ધમકાવવામાં આવતા. મોટી વાત એ છે કે આ તમામ ડેટા ચાઈના સુધી પહોંચતો હતો. આ ઉપરાંત જેમની પાસે પૈસાની વસૂલી કરવામાં આવતી તે પણ ક્રિપ્ટો મારફતે ચાઇના પહોંચતા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Alert: આગામી ત્રણ કલાકમાં રાજ્યના 8 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું
Rain Alert: આગામી ત્રણ કલાકમાં રાજ્યના 8 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું
વર્ષ 2025માં પોલીસ દળમાં 14820 અને સીવીલીયન સ્ટાફની 245 જગ્યા ભરાશેઃ હર્ષ સંઘવીની જાહેરાત
વર્ષ 2025માં પોલીસ દળમાં 14820 અને સીવીલીયન સ્ટાફની 245 જગ્યા ભરાશેઃ હર્ષ સંઘવીની જાહેરાત
Junagadh Rain: જૂનાગઢમાં ધોધમાર વરસાદ,  ભવનાથમાં રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો 
Junagadh Rain: જૂનાગઢમાં ધોધમાર વરસાદ,  ભવનાથમાં રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો 
જમીન પર પછાડી, વાળ ખેંચ્યા, ગણવેશ ફાડી નાખ્યો, રસ્તાની વચ્ચે RPF મહિલા કોન્સ્ટેબલ સાથે મહિલા બાખડી પડ, વીડિયો વાયરલ
જમીન પર પછાડી, વાળ ખેંચ્યા, ગણવેશ ફાડી નાખ્યો, રસ્તાની વચ્ચે RPF મહિલા કોન્સ્ટેબલ સાથે મહિલા બાખડી પડ, વીડિયો વાયરલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | હજુ પણ ક્યાં થશે જળબંબાકાર?Hun To Bolish | હું તો બોલીશ | ડુબાડ્યા બાદ દેખાયું દબાણ?Hun To Bolish | હું તો બોલીશ | નબીરાના સીન સપાટાRajkot Rain | રાજકોટના જેતપુરમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: આગામી ત્રણ કલાકમાં રાજ્યના 8 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું
Rain Alert: આગામી ત્રણ કલાકમાં રાજ્યના 8 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું
વર્ષ 2025માં પોલીસ દળમાં 14820 અને સીવીલીયન સ્ટાફની 245 જગ્યા ભરાશેઃ હર્ષ સંઘવીની જાહેરાત
વર્ષ 2025માં પોલીસ દળમાં 14820 અને સીવીલીયન સ્ટાફની 245 જગ્યા ભરાશેઃ હર્ષ સંઘવીની જાહેરાત
Junagadh Rain: જૂનાગઢમાં ધોધમાર વરસાદ,  ભવનાથમાં રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો 
Junagadh Rain: જૂનાગઢમાં ધોધમાર વરસાદ,  ભવનાથમાં રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો 
જમીન પર પછાડી, વાળ ખેંચ્યા, ગણવેશ ફાડી નાખ્યો, રસ્તાની વચ્ચે RPF મહિલા કોન્સ્ટેબલ સાથે મહિલા બાખડી પડ, વીડિયો વાયરલ
જમીન પર પછાડી, વાળ ખેંચ્યા, ગણવેશ ફાડી નાખ્યો, રસ્તાની વચ્ચે RPF મહિલા કોન્સ્ટેબલ સાથે મહિલા બાખડી પડ, વીડિયો વાયરલ
શું કેદારનાથ બદ્રીનાથના પ્રસાદમાં પણ ભેળસેળ હોય છે! તિરુપતિ બાદ ઉત્તરાખંડના મંદિરોમાં તપાસના આદેશ
શું કેદારનાથ બદ્રીનાથના પ્રસાદમાં પણ ભેળસેળ હોય છે! તિરુપતિ બાદ ઉત્તરાખંડના મંદિરોમાં તપાસના આદેશ
'PM જે વ્યક્તિ પર કૌભાંડનો આરોપ લગાવે છે, તેને ડેપ્યુટી CM બનાવી દે છે', વિધાનસભામાં બોલ્યા કેજરીવાલ
'PM જે વ્યક્તિ પર કૌભાંડનો આરોપ લગાવે છે, તેને ડેપ્યુટી CM બનાવી દે છે', વિધાનસભામાં બોલ્યા કેજરીવાલ
ગુસ્સામાં છોડી દીધી હતી નોકરી, હવે ફરીથી કામ પર રાખવા માટે ગૂગલે આપ્યા 225842193900 રૂપિયા!
ગુસ્સામાં છોડી દીધી હતી નોકરી, હવે ફરીથી કામ પર રાખવા માટે ગૂગલે આપ્યા 225842193900 રૂપિયા!
દાંતા તાલુકામાં ભારે વરસાદથી નદીઓ બે કાંઠે, 50થી વધુ શાળાના બાળકો ફસાયા, વાલીઓ ચિંતામાં
દાંતા તાલુકામાં ભારે વરસાદથી નદીઓ બે કાંઠે, 50થી વધુ શાળાના બાળકો ફસાયા, વાલીઓ ચિંતામાં
Embed widget