શોધખોળ કરો

13 વર્ષીય દિકરી પર દિવ્યાંગ પિતાએ દુષ્કર્મ આચર્યું, પોલીસ ફરિયાદ નોંધાઈ   

ખેડા જીલ્લામા પિતા પુત્રી ના સંબધ પર લાંછન લગાવતો કિસ્સો પ્રકાશમા આવ્યો છે. જેમા દિવ્યાંગ પિતાએ પોતાની જ 13 વર્ષીય દિકરી પર દુષ્કર્મ કરતા ચકચાર મચી છે.

ખેડા જીલ્લામા પિતા પુત્રી ના સંબધ પર લાંછન લગાવતો કિસ્સો પ્રકાશમા આવ્યો છે. જેમા દિવ્યાંગ પિતાએ પોતાની જ 13 વર્ષીય દિકરી પર દુષ્કર્મ કરતા ચકચાર મચી છે. એટલુજ નહી પિતા ન હોય ત્યારે સાત જેટલા સગીર વયના કિશોરોએ પણ સગીરા પર દુષ્કર્મ આચર્યુ હોવાનો પણ આક્ષેપ કરવામા આવતા ચકચાર મચી છે. જોકે હાલ આ સમગ્ર ઘટનામા ખેડા જીલ્લા બાળ સુરક્ષા એકમના આધિકારીની સામે આ ઘટના આવતા નડીયાદ રૂરલ પોલીસે ફરીયાદ નોંધી પિતાની ધરપકડ કરી પુછપરછ શરૂ કરી છે. 

ખેડા જિલ્લાના નડિયાદમાંથી એક એવી ઘટના સામે આવી છે, જેને લઈને હાલ પિતા-દીકરીના જે સંબંધ છે તેના પર કલંક લાગ્યું છે. ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં એક ગામમાં રહેતા દિવ્યાંગ પિતા પર 13 વર્ષીય દીકરી પર દુષ્કર્મ આચરવાની ઘટના સામે આવતા ચકચાર મચી છે. આ ઘટના ત્યારે પ્રકાશમા આવી જ્યારે દિકરી જે હોસ્ટેલમા રહીને ભણતી હતી ત્યા બાળ સુરક્ષા વિભાગ દ્વારા પોક્સો એક્ટને લઈ એક સેમિનાર યોજવામા આવ્યો હતો. સેમિનાર જેવો પુર્ણ થયોને દીકરી તુરંત જ રડવા લાગી હતી. જેને લઈને બાળ સુરક્ષા વિભાગના અધિકારીઓએ દીકરીનુ કાઉન્સિલિંગ શરૂ કર્યું હતું. ત્યારબાદ ચોંકાવનારી વિગતો સામે આવી હતી. 

જેમા ખેડા જિલ્લાના નડિયાદના એક ગામમાં રહેતી 13 વર્ષીય સગીરાના માતા બાળકી નાની હતી ત્યારે જ મૃત્યુ પામી હતી. અને તેના પિતા દિવ્યાંગ હતા. થોડા સમય બાદ તેના પિતાએ નેપાળી યુવતી સાથે બીજા લગ્ન કર્યા હતા. સગીરાને પોતાની ઘરે ભણવાનું ફાવતું ન હતું. તેને લઈને તે બીજા ધોરણમા હતી ત્યારથી જ હોસ્ટેલમાં રહેતી હતી. પરંતુ સમયાંતરે તે પોતાની ઘરે પણ જતી હતી. જેમાં છેલ્લા પાંચ વર્ષથી દીકરીના પિતા કે જે પોતે દિવ્યાંગ છે તે દીકરી પર અવારનવાર દુષ્કર્મ આચરતો હતો.

એટલું જ નહીં આ દીકરી પર સાત જેટલા કિશોરોએ પણ દુષ્કર્મ આચર્યુ હોવાની વાત દિકરી દ્વારા કરવામા આવી રહી છે. જેમાં દીકરી કહી રહી છે કે જે સાત કિશોર હતા તે બે-બેની જોડીમાં તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું. આ વાત દિકરીએ જિલ્લા બાળ સુરક્ષા વિભાગની કાઉન્સિલિંગ ટીમને કરતા તેઓ પણ ચોંકી ગયા હતા. સગીર દિકરીનું અલગ અલગ દિવસે કાઉન્સિલિંગ કરી સમગ્ર હકીકત મેળવી જિલ્લા બાળ સુરક્ષા વિભાગ દ્વારા નડીયાદ રૂરલ પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે નરાધમ પિતાને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી છે. આ સાથે જ પોલીસ સાત કિશોરો પર પણ જે આક્ષેપ કરવામા આવ્યા છે , તેમની પણ તપાસ કરી રહી છે. હાલ તો સગીરાનુ મેડીકલ પણ કરાવવામા આવી રહ્યુ હોવાનુ સામે આવ્યુ છે.

ખેડા જિલ્લા બાળ સુરક્ષા વિભાગના અધિકારી કીર્તિ જોશીના જણાવ્યા અનુસાર,  "એક સગીર વયની દીકરીએ અમને કાઉન્સિલિંગ દરમિયાન ફરિયાદ કરી હતી, તે ફરિયાદના આધારે એ દીકરી એવું જણાવ્યું હતું કે, મારા સગા પિતાએ મારી સાથે અવારનવાર દુષ્કૃત્ય કરે છે. જેથી અને રૂરલ પોલીસ સ્ટેશનમાં આવ્યા હતા અને આજે સમગ્ર ઘટના છે એ દીકરીએ લેખીતમાં અને કાઉન્સેલિંગમાં અમને આપેલી છે. તેના આધારે અમે નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધાવી છે.  હું જાતે ફરિયાદી છું. અન્ય સાત લોકોના નામ પણ દીકરી બોલી રહી છે. અમે હાલ એફઆઇઆર આપી છે.  પોલીસને તપાસમાં  જે આવે એ તપાસનો વિષય છે. પણ અમારી પાસે જે પ્રાથમિક વિગતો આવી છે એના આધારે અમે એફઆઇઆર નોંધાવી છે. દીકરી હાલ ધોરણ સાતમાં ભણે છે. દીકરીની સાવકી માં છે.  દીકરીના માતા દીકરી બે વર્ષની હતી ત્યારે મૃત્યું પામ્યા હતા.  દીકરીના પિતા જોબ કરે છે. પિતા પોતે દિવ્યાંગ છે. દીકરી અમારી દેખરેખ હેઠળ છે. જેથી કરીને એનો અવારનવાર કાઉન્સિલિંગ થતું હોય છે. દીકરી જે સ્કૂલમાં ભણે છે ત્યાં અમારું બાળ સુરક્ષાનો એક પ્રોગ્રામ કર્યો હતો. જ્યાં પોક્સો એક્ટને લઈને માહિતી આપવામાં આવી હતી. જેને લઈને દીકરીને ખબર પડી કે આવું કઈ છે. દીકરી‌ સેમિનાર દરમિયાન રડી પણ હતી. બધાએ પૂછ્યું પણ  દીકરી કઈ જવાબ ના આપ્યો પણ ત્યારબાદ દીકરીની થોડી હિંમત ખુલી અને એ પ્રોગ્રામ થયા પછી પણ વીસ દિવસ એને લાગ્યા હતા. 

ટોપ સ્ટોરી

ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Gujarat Rain: આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદનું અનુમાન, બે નવી સિસ્ટમ સક્રિય છતાં વરસાદી ખેંચ
Gujarat Rain: આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદનું અનુમાન, બે નવી સિસ્ટમ સક્રિય છતાં વરસાદી ખેંચ
Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ
Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Shukra Nakshatra Gochar: શુક્રનું નક્ષત્ર ગોચર, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય, થશે આર્થિક લાભ
Shukra Nakshatra Gochar: શુક્રનું નક્ષત્ર ગોચર, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય, થશે આર્થિક લાભ
Embed widget