આણંદ: લગ્નની વિધિ બાદ કન્યાને લીધા વિના લીલા તોરણે પરત ફરી જાન, જાણો શું છે સમગ્ર ઘટના
આણંદ: પાડવાંટા ગામે ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં લગ્ન પૂર્ણ થયા બાદ કન્યાને લીધા વિના જ વરરાજા જતા રહેતા ચકચાર મચી જવા પામી છે. લગ્નની વિધિ પૂર્ણ થયા બાદ વિદાય સમયે આ ચકચારી ઘટના છે.
આણંદ: પાડવાંટા ગામે ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં લગ્ન પૂર્ણ થયા બાદ કન્યાને લીધા વિના જ વરરાજા જતા રહેતા ચકચાર મચી જવા પામી છે. લગ્નની વિધિ પૂર્ણ થયા બાદ વિદાય સમયે આ ચકચારી ઘટના છે. કન્યાની વિદાય સમયે વરને લઈ આવેલ બીએમ ડબ્લ્યુ કાર મંડપ સુધી ન આવતા વરરાજા ગુસ્સે થયા હતા. ત્યાર બાદ ગુસ્સામાં કન્યાને વિદાય સ્થળે જ છોડીને વરરાજા જાન લઈને પરત ફર્યા હતા. હવે બીએમડબલ્યુ કારને લઈ કન્યાની વિદાય અટકી પડી છે. હવે આ સમગ્ર મામલો જય ભારતી ફાઉન્ડેશનમાં પહોંચ્યો છે. જો કે ઘટનાને બે દિવસ વીત્યા છતાં કન્યાએ હજી આશા છોડી નથી. બાપ વિનાની દીકરીના લગ્ન માટે ભાઈએ જમીન ગિરવે મુકી હતી, તેમ છતાં પણ કન્યાની ઈચ્છા અધૂરી રહી ગઈ હતી.
દેશમાં 24 કલાકમાં નોંધાયા 2800થી વધુ કેસ
Coronavirus Cases Today in India: ભારતમાં છેલ્લા થોડા દિવસોથી કોરોના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 2858 નવા કેસ નોંધાયા અને 11 લોકોના મોત થયા છે. જ્યારે 3355 સંક્રમિતો સાજા થયા છે. દૈનિક પોઝિટિવિટી રેટ 0.59 ટકા છે.
એક્ટિવ કેસ કેટલા છે ?
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 18,096 થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,24,201પર પહોંચ્યો છે. દેશમાં 4,25,76,815 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 191,15,90,370 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 15,04,734 ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં 16 જાન્યુઆરી, 2021થી રસીકરણ શરૂ થયું હતું.
ભારતમાં આવશે કોરોનાની ચોથી લહેર ? જાણો દેશના જાણીતા વાઈરોલોજિસ્ટે શું કરી ભવિષ્યવાણી
દેશમાં ફરી એકવાર કોરોનાના કેસ વધવા લાગ્યા છે. લોકો પહેલાથી જ ચોથી લહેરને લઈને ભયભીત છે. પ્રખ્યાત વાઈરોલોજિસ્ટ ડૉ. ટી જેકબ જાને તાજેતરમાં કહ્યું કે ભારતમાં કોરોનાની ચોથી લહેરની શક્યતા અત્યંત ઓછી છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. તેના પર વાઈરોલોજિસ્ટ જેકબ જાને કહ્યું કે દિલ્હી અને હરિયાણામાં છેલ્લા બે-ત્રણ સપ્તાહમાં કોરોના કેસની સંખ્યામાં થોડો વધારો થયો છે, પરંતુ આ વધારો સતત નથી થયો.
ડૉ જ્હોને કહ્યું કે મારી જાણકારી મુજબ કોઈ પણ રાજ્ય કોરોનાના કેસમાં વધારો નથી થઈ રહ્યો. માર્ચ અને એપ્રિલ દરમિયાન દેશમાં કોરોના કેસની સંખ્યા ઓછી અને પ્રમાણમાં સ્થિર રહી. દિલ્હી અને હરિયાણામાં છેલ્લા બેથી ત્રણ અઠવાડિયામાં નજીવો વધારો થયો હતો પરંતુ વધારો સાતત્યપૂર્ણ રહ્યો નથી. દિલ્હીમાં એક હજાર કેસ પ્રતિ વસ્તી માત્ર 5 લાખ જેટલા છે.