ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદને લઈ હવામાન વિભાગે શું કરી આગાહી ?
રાજ્યભરમાં આગામી 24 કલાક સુધી ધોધમાર વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. એવામાં હવામાન વિભાગે આગાહી કરી કે મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે.
રાજ્યભરમાં આગામી 24 કલાક સુધી ધોધમાર વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. એવામાં હવામાન વિભાગે આગાહી કરી કે મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.
જ્યારે બાકીના વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. . હવામાન વિભાગે એ પણ આગાહી કરી કે આગામી બે દિવસ બાદ વરસાદની તિવ્રતા ઓછી થશે. રાજ્યમાં બપોરના 2થી 4 વાગ્યા સુધીમાં 56 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ બે કલાકમાં બોટાદના બરવાળામાં 3 ઈંચ વરસાદ પડ્યો છે.
આણંદ જિલ્લામાં આભ ફાટ્યા જેવી સ્થિતિનું નિર્માણ થયુ છે. સવારથી અત્યાર સુધીમાં આણંદમાં અનરાધાર સાત ઈંચ વરસાદ ખાબક્યો છે. જેના કારણે રોડ રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાયા છે. સવારે 6થી 10 વાગ્યા સુધીના 4 કલાકમાં 7 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જેમાં 6થી 8 વાગ્યા સુધીમાં 5 ઇંચ અને 8થી 10 વાગ્યા સુધીમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા છે અને રસ્તાઓ પર જાણે નદી વહેતી હોય એવાં દ્રશ્યો જોવા મળી રહ્યાં છે.
હવામાન વિભાગે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. વરસાદનું આગમન થતા જ લોકો તથા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાયો છે. વાતાવરણમાંથી ગરમી દૂર થઈ છે અને ઠંડક પ્રસરી ગઈ છે. આગામી પાંચ દિવસ રાજ્યમાં હજુ વરસાદી માહોલ જામશે.
હવામાન વિભાગે આગામી 26 કલાકમાં સમગ્ર રાજ્યમાં નોંધનીય વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. તો મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં મધ્યથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.