શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Live Video: વલસાડના વાકલ ગામે બની રહેલ નવો બ્રિજ પાણીમાં તણાયો
ઉપરવાસમાં ભારે વરસાદના કારણે દક્ષિણ ગુજરાતના ઘણાં બ્રિજો પાણીમાં ગરકાવ થઈ ગયા છે જોકે ગઈકાલે નદીમાં પાણીના પ્રવાહમાં વલસાડના વાકલ ગામ પાસે નવો બની રહેલો પુલ પાણીમાં તૂટી ગયો હતો અને પુલ પાણીમાં તળાઈ ગયો હતો.
વલસાડ: છેલ્લા 48 કલાકથી પડી રહેલા ધોધમાર વરસાદથી દક્ષિણ ગુજરાત પાણી જ પાણી થયું છે. ધોધમાર વરસાદને કારણે વાપી, વલસાડ, નવસારી સહિતના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વલસાડ, વાપી, ધરમપુર, કપરાડા સહિતના વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો છે જેને લઈને નદી-નાળાં છલકાઈ ગયા છે અને ડેમોમાં નવા નીરની આવક શરૂ થઈ છે.
ઉપરવાસમાં ભારે વરસાદના કારણે દક્ષિણ ગુજરાતના ઘણાં બ્રિજો પાણીમાં ગરકાવ થઈ ગયા છે જોકે ગઈકાલે નદીમાં પાણીના પ્રવાહમાં વલસાડના વાકલ ગામ પાસે નવો બની રહેલો પુલ પાણીમાં તૂટી ગયો હતો અને પુલ પાણીમાં તળાઈ ગયો હતો.
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે વલસાડ જિલ્લાનો ધરોઈ ડેમ અને માંડવીનો ગોડધા ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. ઓરંગા, પાર અને કોલટ નદીઓ પણ બે કાંઠે વહેતી થઈ ગઈ છે. સિયાલજ પાસેનો બ્રિજ પાણીમાં ગરકાવ થતાં સિયાલજ-કોસંબા વચ્ચેનો વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે.
ખેરગામમાં છેલ્લા 24 કલાકમાં 10 ઈંચ વરસાદ ખાબકતાં ત્રણ પુલ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. નાધઈ વેદાશ્રામથી મરલા-વલસાડને જોડતો ઔરંગા ગરગડિયાનો પુલ, બહેજથી ધરમપુર જતાં ઔરંગા નદીનો પુલ અને ખેરગામના પાટીથી ધરમપુરના ખટાણા તરફ જતા માર્ગ પર આવેલો પુલ પાણીમાં ગરક થઈ ગયો છે, જેને કારણે ખેરગામના લોકોનો ધરમપુર અને વલસાડ સાથેનો સંપર્ક તૂટી ગયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion