શોધખોળ કરો
Advertisement
આજથી રાજ્યમાં કોરોના રસીનો બીજો ડોઝ અપાશે, જાણો અત્યાર સુધીમાં કેટલા લોકોને રસી અપાઈ
આ ડોઝની સાથે ફ્રંટલાઈન વર્કસને પણ કોરોનાની વેક્સીન આપવાની કામગીરી ચાલુ રાખવામાં આવશે.
16 જાન્યુઆરીએ દેશભરમાં તબીબોને કોરોનાની રસી આપવાની શરૂઆત થઈ હતી. જેનો આજે બીજો ડોઝ આપવામાં આવશે. રાજ્યમાં અત્યાર સુધીમાં છ લાખથી વધુ કોરોના વોરિયર્સને કોરોનાની રસી અપાઈ ચૂકી છે.
અગાઉ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં MCIના પૂર્વ પ્રમુખ કેતન દેસાઈ, IMAના મહિલા પ્રમુખ ડો.મોના દેસાઈ, સિવિલ હોસ્પિટલના સુપ્રિટેંડેટ જે.વી. મોદી, આસિસ્ટંટ સુપ્રિટેંડેટ રાકેશ જોશી સહિત 30 આરોગ્ય કર્મચારીઓને વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો હતો. આજે 28 દિવસ પૂર્ણ થતા હવે તમામને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવશે.
આ ડોઝની સાથે ફ્રંટલાઈન વર્કસને પણ કોરોનાની વેક્સીન આપવાની કામગીરી ચાલુ રાખવામાં આવશે. આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર હજુ પણ પૂરતા પ્રમાણમાં વેક્સીનનો જથ્થો હોવાથી વેક્સીનની ઘટ પડી શકે તેમ નથી. અમદાવાદ મહાનગર પાલિકા હેઠળની તમામ હોસ્પિટલના સ્ટાફ, સરકારી હોસ્પિટલના સ્ટાફ અને ફ્રંટ લાઈન વર્કસ સાથે હાલ કુલ 12 હજાર ડોઝ અપાઈ ચૂક્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
દેશ
આઈપીએલ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion