શોધખોળ કરો
Advertisement
રાજ્યમાં દિવાળી પછી પડશે કાતીલ ઠંડી, વલસાડ રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું
સમગ્ર રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી મોડી રાત્રિથી પરોઢ સુધી ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે.
અમદાવાદઃ રાજ્યમાં હવે ઠંડીનું જોર વધ્યું છે. આગામી દિવસોમાં રાજ્યમાં ઉત્તર-પૂર્વીય પવન ફૂંકાવાને કારણે ઠંડીમાં વધારો થવાની શક્યતા છે. રવિવારે 14 ડિગ્રી સાથે વલસાડ રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. આગામી 24 કલાક દરમિયાન અમદાવાદનું લઘુત્તમ તાપમાન 17 ડિગ્રીની આસપાસ રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
સમગ્ર રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી મોડી રાત્રિથી પરોઢ સુધી ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. તો બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. આવા મિશ્ર વાતાવરણના કારણે લોકો વાઈરલ ઈંફેક્શન સહિતના રોગનો ભોગ બની રહ્યા છે.
હવામાન વિભાગના મુજબ દીવાળી બાદ રાજ્યમાં કાતીલ ઠંડીનો દોર શરૂ થશે. ગુજરાતમાં પડતી ઠંડી જમ્મૂ-કશ્મીરમાં પડતી હિમવર્ષા અને ત્યારબાદ ઠંડા પવન પર આધારિત છે. હાલ કશ્મીરમાં સામાન્ય હિવર્ષા શરૂ થઈ છે. જેમ જેમ તેમા વધારો થશે તેમ રાજ્યમાં ઠંડીનું જોર વધશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
ક્રિકેટ
દેશ
Advertisement