શોધખોળ કરો

બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ

સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. કામરેજ, બારડોલી, ઓલપાડમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો

રાજ્યમાં મોટાભાગના તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. મળતી જાણકારી અનુસાર, સવારે છથી બપોરે બાર વાગ્યા સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં  સૌથી વધુ સુરતના પલસાણામાં સાડા પાંચ ઈંચ વરસાદ વરસ્યો હતો. તો ઓલપાડમાં છેલ્લા બે કલાકમાં ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો.વરસાદના કારણે સુરતના અલગ અલગ વિસ્તારો જળમગ્ન થયા હતા. સુરતના અનેક રસ્તાઓ સુધી કમર સુધીના પાણી ભરાયા હતા. રાજદીપ સોસાયટીમાં મનપાની ટીમ કામે લાગી હતી. રાજદીપ સોસાયટી પાસેના વાહનો પાણીમાં ગરકાવ થયા હતા. વેડરોડ પર JCBની મદદથી ગટરના ઢાંકણા ખોલાયા હતા.

સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. કામરેજ, બારડોલી, ઓલપાડમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. બારડોલીના ડી.એમ.નગર વિસ્તારમાં પાણી ભરાયા હતા. કેટલાક લોકોના ઘરોમાં પાણી ભરાયા હતા. ગ્રામ્ય વિસ્તારોમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. સુરતની જેમ વલસાડમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. વલસાડમાં નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા હતા. મોગરાવાડી, છીપવાડ રેલવે ગરનાળામાં પાણી ભરાયા હતા. દાણાબજાર, તિથલ રોડ, એમજી રોડ વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. એમ.જી. રોડમાં વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા હતા. પારડીમાં એક ઈંચ, ઉમરગામમાં બે ઈંચ સુધીનો વરસાદ વરસ્યો હતો.

રાજ્યના 134 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. દ.ગુજરાતના તમામ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સુરતના પલસાણામાં સાડા પાંચ ઈંચ, સુરતના બારડોલીમાં સાડા ચાર ઈંચ, વલસાડના વાપીમાં સાડા ચાર ઈંચ, સુરતના મહુવામાં સવા ચાર ઈંચ, ઓલપાડમાં ચાર ઈંચ વરસાદ, સુરત શહેરમાં પોણા ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો. વલસાડ તાલુકામાં પોણા ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો. કામરેજ તાલુકામાં સાડા ત્રણ ઈંચ, ખેરગામમાં ત્રણ ઈંચ, ધરમપુરમાં સવા બે ઈંચ, સંખેડામાં સવા બે ઈંચ, ભરૂચમાં બે ઈંચ, ઉમરપાડામાં બે ઈંચ, સોનગઢમાં બે ઈંચ, કપરાડા,વાલોડમાં બે બે ઈંચ, નવસારી,જલાલપોરમાં બે બે ઈંચ વરસાદ વરસ્યો હતો.

ડોલવણ, વ્યારામાં દોઢ દોઢ ઈંચ, બોડેલી, ગણદેવીમાં વરસ્યો પોણા બે ઈંચ, નાંદોદ, હાંસોટમાં પોણા બે ઈંચ, ધોરાજીમાં દોઢ ઈંચ, વલ્લભીપુરમાં દોઢ ઈંચ, ઉમરાળામાં દોઢ ઈંચ, દ્વારકા,જામકંડોરણામાં દોઢ ઈંચ, વઘઈ, વાગરામાં દોઢ ઈંચ, માંગરોળ,જાંબુઘોડામાં દોઢ દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો.                                    

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદીએ શ્રીનગર-લેહને જોડતી Z-Morh  ટનલનું કર્યું ઉદ્ધાટન, CM ઉમર અબ્દુલ્લા પણ રહ્યા સાથે
PM મોદીએ શ્રીનગર-લેહને જોડતી Z-Morh  ટનલનું કર્યું ઉદ્ધાટન, CM ઉમર અબ્દુલ્લા પણ રહ્યા સાથે
રોડ અકસ્માતના ઘાયલોને હોસ્પિટલ પહોંચાડનારને ₹25,000નું ઈનામ: નીતિન ગડકરીની મોટી જાહેરાત
રોક અકસ્માતમાં કોઈ ઘાયલ થઈ જાય તો મદદ કરજો, સરકાર આપશે ઇનામઃ નીતિન ગડકરીની મોટી જાહેરાત
'...અમે યાદ રાખીશું', ની પૉસ્ટ સાથે હર્ષ સંઘવીને મળી ધમકીઓ, બેટ દ્વારકાના દબાણો હટાવતા જ 7-8 ટ્વીટ વાયરલ
'...અમે યાદ રાખીશું', ની પૉસ્ટ સાથે હર્ષ સંઘવીને મળી ધમકીઓ, બેટ દ્વારકાના દબાણો હટાવતા જ 7-8 ટ્વીટ વાયરલ
157 બોલમાં 346 રન ફટકાર્યા, વન-ડે મેચમાં ઇરા જાધવે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
157 બોલમાં 346 રન ફટકાર્યા, વન-ડે મેચમાં ઇરા જાધવે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bharuch News: સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના પ્રિન્સિપાલે ગુરુ શિષ્યના સંબંધને લગાવ્યું લાંછનBulldozer Action in Gujarat: રાજ્યમાં ગેરકાયદે દબાણો પર ચાલ્યું 'દાદા'નું બુલડોઝર!Aravalli news: પોલીસકર્મી વિજય પરમારના ઘરેથી દારૂ મળવાના કેસમાં SITની રચનાAmreli Fake letter Scandal: સુરતમાં ધરણા પ્રદર્શન કરે એ પહેલા કોંગ્રેસના નેતાઓની અટકાયત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીએ શ્રીનગર-લેહને જોડતી Z-Morh  ટનલનું કર્યું ઉદ્ધાટન, CM ઉમર અબ્દુલ્લા પણ રહ્યા સાથે
PM મોદીએ શ્રીનગર-લેહને જોડતી Z-Morh  ટનલનું કર્યું ઉદ્ધાટન, CM ઉમર અબ્દુલ્લા પણ રહ્યા સાથે
રોડ અકસ્માતના ઘાયલોને હોસ્પિટલ પહોંચાડનારને ₹25,000નું ઈનામ: નીતિન ગડકરીની મોટી જાહેરાત
રોક અકસ્માતમાં કોઈ ઘાયલ થઈ જાય તો મદદ કરજો, સરકાર આપશે ઇનામઃ નીતિન ગડકરીની મોટી જાહેરાત
'...અમે યાદ રાખીશું', ની પૉસ્ટ સાથે હર્ષ સંઘવીને મળી ધમકીઓ, બેટ દ્વારકાના દબાણો હટાવતા જ 7-8 ટ્વીટ વાયરલ
'...અમે યાદ રાખીશું', ની પૉસ્ટ સાથે હર્ષ સંઘવીને મળી ધમકીઓ, બેટ દ્વારકાના દબાણો હટાવતા જ 7-8 ટ્વીટ વાયરલ
157 બોલમાં 346 રન ફટકાર્યા, વન-ડે મેચમાં ઇરા જાધવે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
157 બોલમાં 346 રન ફટકાર્યા, વન-ડે મેચમાં ઇરા જાધવે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
સુરતમાં ધરણા પ્રદર્શન કરે એ પહેલા કોંગ્રેસના નેતાઓની અટકાયત, પોલીસ પર તાનાશાહીના કોંગ્રેસના આરોપ
સુરતમાં ધરણા પ્રદર્શન કરે એ પહેલા કોંગ્રેસના નેતાઓની અટકાયત, પોલીસ પર તાનાશાહીના કોંગ્રેસના આરોપ
Mahakumbh 2025:  મહિલા નાગા સાધુ કેટલા કપડા પહેરી શકે છે? આ છે વસ્ત્ર ધારણ કરવાનો નિયમ
Mahakumbh 2025: મહિલા નાગા સાધુ કેટલા કપડા પહેરી શકે છે? આ છે વસ્ત્ર ધારણ કરવાનો નિયમ
યુક્રેન યુદ્ધમાં આત્મસમર્પણ નહી પણ પોતાને ગોળી મારવાનો ઉત્તર કોરિયાના સૈનિકોને આદેશઃ દક્ષિણ કોરિયા
યુક્રેન યુદ્ધમાં આત્મસમર્પણ નહી પણ પોતાને ગોળી મારવાનો ઉત્તર કોરિયાના સૈનિકોને આદેશઃ દક્ષિણ કોરિયા
બેટ દ્વારકામાં મેગા ડિમોલિશનનો આજે ત્રીજો દિવસ, 4000 ચોરસફૂટ જમીન પરના ધાર્મિક દબાણો કરાયા દૂર
બેટ દ્વારકામાં મેગા ડિમોલિશનનો આજે ત્રીજો દિવસ, 4000 ચોરસફૂટ જમીન પરના ધાર્મિક દબાણો કરાયા દૂર
Embed widget