શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં વીકેન્ડ કર્ફ્યુ લગાવવા મુદ્દે રાજ્ય સરકારે કર્યો મોટો ખુલાસો, કહ્યું- મહાનગરોમાં માત્ર.....
વેક્સિનના ટ્રાયલને લઈને DyCMનું નિવેદન આપ્યુ હતું કે, વેક્સિનને લઈને તબીબોની ટ્રેનિંગ પૂર્ણ થઈ છે અને હાલ વેક્સિનના ટ્રાયલ ચાલી રહ્યા છે.
રાજ્યના મહાનગરોમાં વીકેન્ડમાં કર્ફ્યુ લગાવવાની અફવાઓને રાજ્ય સરકારી ફગાવી દીધી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ મામલે સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે, રાજયના કોઈ મહાનગરમાં વિકેન્ડ કફર્યૂ લગાવવાની કોઈ જ યોજના નથી. હાલ માત્ર અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રિ કર્ફ્યુનો નિર્ણય કરવામાં આવ્યો છે અને વિકેન્ડ કર્ફ્યુની કોઈ જ યોજના નથી.
તેમણે એમ પણ કહ્યું હતું કે, સોશિયલ મીડિયામાં ખોટા મેસેજ કે અફવાઓ ચલાવવામાં આવી રહી છે તે યોગ્ય નથી કારણ કે, કરોડો નાગરિકો પોતાનો ધંધો-રોજગાર જરૂરીયાત પ્રમાણે મેળવે છે માટે સરકારને તમામની સ્થિતિને જોઇને યોગ્ય નિર્ણય કરશે.
વેક્સિનના ટ્રાયલને લઈને DyCMનું નિવેદન આપ્યુ હતું કે, વેક્સિનને લઈને તબીબોની ટ્રેનિંગ પૂર્ણ થઈ છે અને હાલ વેક્સિનના ટ્રાયલ ચાલી રહ્યા છે. દરરોજના 20 તંદુરસ્ત યુવકો પર વેક્સિનનો ટ્રાયલ કરવામાં આવશે. એક મહિનામાં 2 વાર વેક્સિનનો પ્રયોગ આ યુવકો પર કરવામાં આવશે જેના માટે સ્વયંસેવકો જાતે જ આગળ આવી રહ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion