શોધખોળ કરો

તહેવારો ટાણે જ સૌરાષ્ટ્રના આ જાણીતા મંદિરો રહેશે બંધ, જાણો તહેવારને લઈને સરકારે ક્યા પ્રતિબંધ લગાવ્યા

સરકારે ઓગસ્ટ મહિનામાં આવનારા તહેવારોની જાહેર ઉજવણી પર પ્રતિબંધ લગાવ્યો છે.

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ખૂબ જ વધી રહ્યું છે. છેલ્લા કેટલાય દિવસોથી કોરોનાના દૈનિક કેસો 1 હજારથી વધુ આવી રહ્યા છે, ત્યારે રાજ્ય સરકારે કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે મોટો નિર્ણય લીધો છે. સરકારે ઓગસ્ટ મહિનામાં આવનારા તહેવારોની જાહેર ઉજવણી પર પ્રતિબંધ લગાવ્યો છે. સરકારે શોભાયાત્રા, લોકમેળા, પદયાત્રા, તાજીયા પર પ્રતિબંધ લગાવ્યો છે. તો બીજી બાજુ સૌરાષ્ટ્રના મોટા મંદિરોમાં પણ ભીડ એકત્રિત ન થાય તે માટે મંદિર જ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા વડોદરાની મુલાકાતે આવ્યા છે. તેમણે પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, કોરોનાનું સંક્રમણ વધે નહીં તે માટે વિવિધ મંડળના આગેવાનોએ સરકારને કરેલી રજૂઆતના આધારે રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. આગામી ઓગસ્ટ મહિના દરમિયાન જેટલા તહેવારો આવે છે, એમાં કોઈ પણ પ્રકારની શોભાયાત્રા, લોકમેળા, પદયાત્રા કે તાજીયા, તાજીયાના જુલૂસ, શોભાયાત્રા સ્વરૂપે મૂર્તિ વિસર્જન આ તમામ પ્રકારની જાહેર ઉજવણી બંધ કરવા માટેનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. તો બીજી બાજુ સૌરાષ્ટ્રમાં વિશ્વ પ્રસિદ્ધ મંદિરોમાં તહેવારોમાં ભીડ ભેગી ન થાય તે માટે મહત્ત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રના દ્વારકાધીશ મંદિર ઈતિહાસમાં પ્રથમ વખત ચાર દિવસ સુધી બંધ રહેશે. તો સોમનાથ ટ્રસ્ટ હસ્તકના ભાલકાતીર્ખ, શ્રી ગીતા મંદિર, શ્રી લક્ષ્મીનારાયણ મંદિર દર્શન માટે બંધ રહેશે. જોકે સોમનાથ મંદિર સરકારની ગાઈડલાઈન અનુસાર રાબેતા મુજબ ચાલુ રહેશે. દ્વારકામાં આવેલા શનિ મંદિરો પણ 10થી 13 તારીખ સુધી બંધ રહેશ. તો બીજી બાજુ વીરપુરનું જલારામ મંદિર 20 ઓગસ્ટ સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સાથે જ કાગવડ ખોડલધામ મંદિર પણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

ટોપ સ્ટોરી

Gujarat Rain: વરસાદી સિસ્ટમ સક્રિય થતા 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે ધોધમાર
Gujarat Rain: વરસાદી સિસ્ટમ સક્રિય થતા 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે ધોધમાર
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Embed widget