શોધખોળ કરો
Advertisement
રાજ્યના 3 સિનિયર IPS અધિકારીઓની કરાઈ બદલી, જાણો કોને ક્યાં મુકાયા ?
રાજ્યના ત્રણ સિનિયર IPS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ બદલીઓમાં વડોદરા પોલીસ કમિશનર તરીકે ડો સમશેર સિંઘને મુકાયા છે.
ગાંધીનગર: રાજ્યના ત્રણ સિનિયર IPS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ બદલીઓમાં વડોદરા પોલીસ કમિશનર તરીકે ડો સમશેર સિંઘને મુકાયા છે. IPS અધિકારી આરબી બ્રહ્મભટ્ટની બદલી કરીને તેમને એડિશનલ DG ઇન્ક્વાયરી (ગાંધીનગર) તરીકે મુકાયા છે. આ સાથે ઈન્ક્વાયરીઝનો હાલનો એડિશનલ ચાર્જ સાંભળતા બ્રજેશ કુમાર ઝાને મુક્ત કરવામાં આવશે. આરબી બ્રહ્મભટ્ટને આ સાથે માનવ અધિકાર વિભાગ (ગાંધીનગર)નો વધારાનો હવાલો સોંપાયો હોવાથી તેને હાલ એડિશનલ ચાર્જમાં સાંભળી રહેલા વિનોદ કુમાર મોલને મુક્ત કરવામાં આવશે.
ડો સમશેરસિંઘને વડોદરાના પોલીસ કમિશનર તરીકે બદલી કરાઈ છે. રાજુ ભાર્ગવને એડીજીપી આર્મ્સ યુનિટમાં મુકાયા છે. આર બી બ્રહ્નભટ્ટને પોલીસ હ્યુમન રાઈટના એડીજીપીનો વધારાનો હવાલો સોંપાયો છે.
આ ઉપરાંત સેન્ટ્રલ ડેપ્યુટેશનથી આવેલા IPS રાજુ ભાર્ગવને એડિશનલ DG આર્મ્ડ યુનિટ્સ (ગાંધીનગર) તરીકે મુકાયા છે. તેમને આ પદે મુકવામાં આવતા ડો પ્રફુલા કુમાર રોશનને વધારાના હવાલાથી મુક્ત કરવામાં આવ્યા છે.
ADG કેડરના અધિકારી સમશેર સિંહ 1991ની બેચના IPS અધિકારી છે. તેઓ પ્રતિષ્ઠિત IIT દિલ્હીના વિદ્યાર્થી રહી ચુક્યા છે અને ગુજરાત પોલીસમાં તેમણે વિવિધ પોસ્ટ ઉપર ફરજ બજાવી છે. પોલીસ બેડામાં તેઓ કડક અધિકારી તરીકેની છાપ ધરાવે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ગુજરાત
મહેસાણા
Advertisement
gujarati.abplive.com
Opinion