શોધખોળ કરો

IPS Transfer : રાજ્યના 5 IPS અધિકારીઓની કરવામાં આવી બદલી, જાણો કોને ક્યાં મૂકાયા ?

રાજ્યમાં 5 IPS અધિકારીઓની બદલી કરવામાં આવી છે.  રાજ્ય પોલીસ દળમાં ફરજ બજાવતા સીધી ભરતીના IPS અધિકારીઓની જાહેર હિતમાં ગૃહ વિભાગે બદલી કરી છે. 

ગાંધીનગર:  રાજ્યમાં 5 IPS અધિકારીઓની બદલી કરવામાં આવી છે.  રાજ્ય પોલીસ દળમાં ફરજ બજાવતા સીધી ભરતીના IPS અધિકારીઓની જાહેર હિતમાં ગૃહ વિભાગે બદલી કરી છે. 

IPS Transfer : રાજ્યના 5 IPS અધિકારીઓની કરવામાં આવી બદલી, જાણો કોને ક્યાં મૂકાયા ?

બિશાખા જૈનને મદદનીશ પોલીસ અધિક્ષક, એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટ-2, સી.આઈ.ડી. (ક્રાઈમ),   ગાંધીનગરથી બદલી કરી મદદનીશ પોલીસ અધિક્ષક, લીમખેડા જિલ્લો દાહોદ મોકલાયા છે.  

જ્યારે IPS અધિકારી રાઘન જૈનને મદદનીશ પોલીસ અધિક્ષક, ફ્રોડ ઈન્વેસ્ટીંગેશન સી.આઈ.ડી. (ક્રાઈમ),   ગાંધીનગરથી બદલી કરી મદદનીશ પોલીસ અધિક્ષક, દ્વારકા જિલ્લો દેવભૂમિ દ્વારકા મોકલાયા છે. 

અગ્રવાલ જિતેન્દ્ર મોરારીલાલા મદદનીશ પોલીસ અધિક્ષક સ્ટેટ ટ્રાફીક બ્રાંચ ગાંધીનગરથી બદલી કરી મદદનીશ પોલીસ અધિક્ષક ઉના જિલ્લો ગીર સોમનાથ મોકલાયા છે. 

નિધિ ઠાકુર    મદદનીશ પોલીસ અધિક્ષક, એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટ-3, સી.આઈ.ડી. (ક્રાઈમ),   ગાંધીનગરથી બદલી કરી મદદનીશ પોલીસ અધિક્ષક કામરેજ જિલ્લો સુરત ગ્રામ્ય બદલી કરવામાં આવી છે. 

કોરુકોંડા સિદ્ધાર્થ મદદનીશ પોલીસ અધિક્ષક સ્ટેટ ટ્રાફીક બ્રાંચ ગાંધીનગરથી બદલી કરી  મદદનીશ પોલીસ અધિક્ષક દાહોદ મુકાયા છે.   

IPS Transfer : રાજ્યના 5 IPS અધિકારીઓની કરવામાં આવી બદલી, જાણો કોને ક્યાં મૂકાયા ?

ડીવાયએસપી વરુણ વસાવાને નાયબ પોલીસ અધિક્ષક તરીકે સ્ટેટ ટ્રાફિક બ્રાંચ, ગાંધીનગર ખાતે બદલી કરાઈ છે. જયવીરસિંહ એન ઝાલાની વિભાગીય પોલીસ અધિકારી જામનગર તરીકે બદલી કરાઈ છે.  

વાવાઝોડાથી થયેલ પાક નુકસાની અંગે 240 કરોડના રાહત પેકેજની જાહેરાત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠેકમાં રાજ્યમાં તાજેતરમાં બિપરજોય વાવાઝોડાને કારણે ખેતી-બાગાયતી પાકોને થયેલા વ્યાપક નુક્સાનમાંથી તેમને પૂર્ન:બેઠા કરવાના હેતુથી સર્વગ્રાહી સમીક્ષા કરીને રૂપિયા ૨૪૦ કરોડનું ઉદારતમ રાહત-સહાય પેકેજ જાહેર કરાયું છે.

આ પેકેજની વિસ્તૃત વિગતો આપતા કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, રાજયમાં ચાલુ વર્ષે જૂન માસમાં ત્રાટકેલા “બિપરજોય” વાવાઝોડાના કારણે કૃષિ તેમજ બાગાયતી પાકોને વ્યાપક નુકસાન થયેલ છે.જેમાં મુખ્યત્વે કચ્છ અને બનાસકાંઠા જીલ્લામાં અસર થઈ છે.કચ્છ અને બનાસકાંઠા જીલ્લામાં અંદાજીત ૧ લાખ ૩૦ હજાર હેક્ટર વિસ્તારમાં કૃષિ અને બાગાયતી પાકોને અસર થઇ છે તેમજ ખૂબ મોટી સંખ્યામાં ફળઝાડ પડી જવાથી આંશિક કે સંપૂર્ણ નાશ પામ્યા છે. 

તેમણે ઉમેર્યુ કે,વાવઝોડાથી અસરગ્રસ્ત આ જીલ્લાઓમાં કુલ ૩૧૧ ટીમો દ્વારા સત્વરે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.રાજ્ય સરકારે આ વાવાઝોડાથી મહત્તમ અસરગ્રસ્ત કચ્છ અને બનાસકાંઠા જિલ્લાઓનાં ખેડુતોને મદદરૂપ થવા અંદાજિત રૂ. ૨૪૦ કરોડની માતબર રકમનું વાવાઝોડુ કૃષિ રાહત પેકેજ જાહેર કર્યુ છે. તેમણે ઉમેર્યુ કે, મુખ્યમંત્રી દ્વારા ખાસ સહાનુભુતિ અને ઉદારતા રાખી આ પેકેજમાં સૌપ્રથમ વખત સહાયના ધોરણોમાં ધરખમ વધારો કરવાનો ખેડુતહિતલક્ષી નિર્ણય કર્યો છે.  

મંત્રીએ કહ્યુ કે,બાગાયતી પાકો-ફળઝાડ પડી જવાથી નુકશાનીમાં સહાયરૂપ થવા માટે સૌપ્રથમ વખત રાજય સરકારે ઉદાર નીતિ દાખવી બહુવર્ષાયુ બાગાયતી પાકોના ૧૦% કે તેથી વધુ અને ૩૩ ટકા સુધીના ઝાડ ઉખડી જવાના/પડી જઇ /ભાંગી જઇ નાશ પામેલ હોય તે અન્વયે ખાસ કિસ્સામાં પણ રાજય ભંડોળમાંથી રૂ.૨૫,૦૦૦/- પ્રતિ હેકટર સહાય જાહેર કરવામાં આવી છે.

તેમણે ઉમેર્યું કે,બહુવર્ષાયુ બાગાયતી પાકોના ૩૩% કે  તેથી વધુ ઝાડ ઉખડી જવાના/પડી જઇ/ભાંગી જઇ નાશ પામેલ હોય તે કીસ્સામાં SDRF ના નોર્મ્સ મુજબ પ્રતિ હેક્ટર  મળવા પાત્ર રૂ.૨૨,૫૦૦/-ની સહાય ઉપરાંત ખાસ કિસ્સામાં રાજય ભંડોળમાંથી વધારાની સહાય પ્રતિ હેક્ટર રૂ.૧,૦૨,૫૦૦/- ગણતરીમાં લઈ કુલ રૂ.૧,૨૫,૦૦૦/- પ્રતિ હેકટર લેખે ખાતાદીઠ મહત્તમ ૨ હેકટરની મર્યાદામાં સહાય જાહેર કરેલ છે. સહાયની રકમમાં SDRF ઉપરાંતનો અત્યાર સુધીનો આ સર્વોચ્ચ વધારો છે. આ સહાય ખાતાદીઠ (ગામ નમૂના નં-૮/અ મુજબ) મહત્તમ ૨ હેકટરની મર્યાદામાં મળવાપાત્ર થશે.

મંત્રીએ કહ્યુ કે,જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કરવામાં આવેલ પાક નુકસાની સર્વેમાં ૩૩% કે તેથી વધુ નુકસાન માલુમ પડેલ હોય તેમજ બાગાયતી ફળઝાડ ઉખડી જવાના કિસ્સામાં ૧૦% કે તેથી વધુ નુકસાન માલુમ તેવા સર્વે નંબરવાળા ખેડૂત ખાતેદાર કે જેમનો ગ્રામ્ય કક્ષાએ સર્વે યાદીમાં સમાવેશ થયેલ હોય તેવા ખેડૂત ખાતેદારોને જ આ સહાય પેકેજનો લાભ મળશે.ગ્રામ્ય કક્ષાની સર્વે યાદીમાં સમાવેશ થયેલ ખેડૂત ખાતેદારોને આ પેકેજનો લાભ લેવા માટે નિયત નમુનાની અરજી તાલુકા વિકાસ અધિકારીશ્રીને કરવાની રહેશે.તાલુકા કક્ષાએ ગામ વાઇઝ સર્વેની યાદી વિસ્તરણ અધિકારી(ખેતી) દ્વારા નિભાવવાની રહેશે. અરજી બાબતે કોઈ પ્રશ્ન હોય તો વિસ્તરણ અધિકારી (ખેતી)/જિલ્લા ખેતીવાડી અધિકારી/નાયબ બાગાયત નિયામકનો સંપર્ક કરવાનો રહેશે તેમ તેમણે ઉમેર્યું હતું

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Maharashtra Election 2024: 'તમારી ચાર પેઢીઓ આવી જાય તો પણ...', આર્ટિકલ 370 પર શરદ પવાર અને કોંગ્રેસને અમિત શાહનો પડકાર
'તમારી ચાર પેઢીઓ આવી જાય તો પણ...', આર્ટિકલ 370 પર શરદ પવાર અને કોંગ્રેસને અમિત શાહનો પડકાર
અમદાવાદથી આ ચાર રૂટ માટે શરૂ થશે નવી ફ્લાઈટ,  જાણો ટિકિટની કિંમત અને અને સમય
અમદાવાદથી આ ચાર રૂટ માટે શરૂ થશે નવી ફ્લાઈટ, જાણો ટિકિટની કિંમત અને અને સમય
CBSE Board Exam 2025: સીબીએસઇની પરીક્ષા આ તારીખથી થશે શરૂ, જાણો ડેટશીટ અપડેટ્સ
CBSE Board Exam 2025: સીબીએસઇની પરીક્ષા આ તારીખથી થશે શરૂ, જાણો ડેટશીટ અપડેટ્સ
Gandhinagar: રાજ્યના 160થી વધુ કેન્દ્રો પર આ તારીખથી શરુ થશે ટેકાના ભાવે મગફળીની ખરીદી
Gandhinagar: રાજ્યના 160થી વધુ કેન્દ્રો પર આ તારીખથી શરુ થશે ટેકાના ભાવે મગફળીની ખરીદી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Congress:પહેલુ કર્તવ્ય.. ભાજપનો તંબુ ઉખાડીને ફેંકી દઈએ.. વાવમાં જીગ્નેશ મેવાણીના પ્રહારAhmedabad: ઈન્ડિગો શરૂ કરશે ચાર નવી ફ્લાઈટ્સ, જાણો કેટલું હશે ભાડુ? Watch VideoGujarat Weather Updates : આગામી સાત દિવસ વાતાવરણને લઈને શું કરાઈ મોટી આગાહી?Salman Khan: અભિનેતા સલમાન ખાનને ધમકી આપનાર શખ્સની કર્ણાટકથી કરાઈ ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra Election 2024: 'તમારી ચાર પેઢીઓ આવી જાય તો પણ...', આર્ટિકલ 370 પર શરદ પવાર અને કોંગ્રેસને અમિત શાહનો પડકાર
'તમારી ચાર પેઢીઓ આવી જાય તો પણ...', આર્ટિકલ 370 પર શરદ પવાર અને કોંગ્રેસને અમિત શાહનો પડકાર
અમદાવાદથી આ ચાર રૂટ માટે શરૂ થશે નવી ફ્લાઈટ,  જાણો ટિકિટની કિંમત અને અને સમય
અમદાવાદથી આ ચાર રૂટ માટે શરૂ થશે નવી ફ્લાઈટ, જાણો ટિકિટની કિંમત અને અને સમય
CBSE Board Exam 2025: સીબીએસઇની પરીક્ષા આ તારીખથી થશે શરૂ, જાણો ડેટશીટ અપડેટ્સ
CBSE Board Exam 2025: સીબીએસઇની પરીક્ષા આ તારીખથી થશે શરૂ, જાણો ડેટશીટ અપડેટ્સ
Gandhinagar: રાજ્યના 160થી વધુ કેન્દ્રો પર આ તારીખથી શરુ થશે ટેકાના ભાવે મગફળીની ખરીદી
Gandhinagar: રાજ્યના 160થી વધુ કેન્દ્રો પર આ તારીખથી શરુ થશે ટેકાના ભાવે મગફળીની ખરીદી
CJI ચંદ્રચુડને નિવૃત્તિ બાદ મળશે આ સુવિધાઓ, જાણો શું છે નિયમ
CJI ચંદ્રચુડને નિવૃત્તિ બાદ મળશે આ સુવિધાઓ, જાણો શું છે નિયમ
IND vs PAK: ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન જશે કે નહીં? થઈ ગયો નિર્ણય
IND vs PAK: ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન જશે કે નહીં? થઈ ગયો નિર્ણય
UP News: હવે આ રાજ્યમાં પુરૂષ દરજી મહિલાઓના કપડાના માપ નહીં લઈ શકે! જાણો સરકારે શું આપ્યો આદેશ
UP News: હવે આ રાજ્યમાં પુરૂષ દરજી મહિલાઓના કપડાના માપ નહીં લઈ શકે! જાણો સરકારે શું આપ્યો આદેશ
J&K Assembly: જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં આજે પણ હંગામો,માર્શલે ઝપાઝપી વચ્ચે ખુર્શીદ શેખને બહાર કાઢ્યા
J&K Assembly: જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં આજે પણ હંગામો,માર્શલે ઝપાઝપી વચ્ચે ખુર્શીદ શેખને બહાર કાઢ્યા
Embed widget