શોધખોળ કરો

ભરૂચ નજીક ટ્રક-કાર વચ્ચે ગંભીર અકસ્માત, નોકરી પરથી પરત ફરતા 4 યુવકોના ઘટનાસ્થળે મોત

ભરૂચના કેલોદ નજીક હાઈવા ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.  આ અકસ્માતની ઘટનામાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે.  આમોદના સુડી ગામના એક જ ફળિયામાં રહેતા યુવાનોને અકસ્માત નડ્યો હતો.

ભરુચ: ભરૂચના કેલોદ નજીક હાઈવા ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.  આ અકસ્માતની ઘટનામાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે.  આમોદના સુડી ગામના એક જ ફળિયામાં રહેતા યુવાનોને અકસ્માત નડ્યો હતો.   ભરૂચ નોકરી પરથી પરત ફરતા  કારમાં સવાર લોકોને કેલોદ પાસે અકસ્માત સર્જાયો હતો. કેલોદ નજીક હાઈવા ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર 4 આશાસ્પદ યુવાનોના સ્થળ પર જ મોત થયા હતા. પોલીસે ઘટના સ્થળ પર પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.   

ભરૂચ નજીક ટ્રક-કાર વચ્ચે ગંભીર અકસ્માત, નોકરી પરથી પરત ફરતા 4 યુવકોના ઘટનાસ્થળે મોત

આમોદના સુડી ગામના એક જ ફળિયાના ચાર યુવાનોના મોતને પગલે ગામમાં માતમ છવાયો હતો. ભરૂચના કેલોદ ગામ નજીક આવેલ મંદિર પાસે ગમખ્વાર અકસ્માત સર્જાવા પામ્યો હતો.આમોદના સુડી ગામના કોળી ફળિયામાં રહેતા યુવાનો ભરૂચ નોકરી પર ગયા હતા. ભરૂચના રવિ રત્ન મોટર્સમાં અને શોરૂમમાં કામ કરતા ચારેય યુવાનો ઘરે જવા અલ્ટો કાર લઈ નીકળ્યા હતા. ત્યાંજ કેલોદ ગામની ભૂખી પાસે સામેથી આવતા હાઈવા ટ્રક જી.જે.૧૬ એ.ડબ્લ્યુ 0093 અને અલ્ટો કાર નંબર જી.જે. 16 ડી.સી. 7408 વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. 

આ ગમખ્વાર અકસ્માતને પગલે અલ્ટો કારમાં સવાર ચાર આશાસ્પદ યુવાનોના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.અકસ્માતની જાણ સુડી ગામમાં થતા શોકનો માહોલ જોવા મળ્યો હતો.  માહિતી અનુસાર એક જ ફળિયાના ચાર આશાસ્પદ યુવાનો અને તમામ તેમના માતા પિતાના એક જ સંતાન હોવાની માહિતી મળી છે. જેને પગલે ચારેય પરિવારના ઉપર આભ ફાટી પડયુ હતુ. બનાવને પગલે ઘટના સ્થળે લોકટોળા ઉમટી પડ્યા હતા. જ્યારે પોલીસે સ્થળ ઉપર પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની પોલીસ ફરિયાદ ઉપર નજર કરીએતો ટ્રક નંબર GJ 16 AW 0093 ના ચાલકે જંબુસરથી ભરૂચ રોડ સીંગલ પટ્ટી રોડ હોવાનું જાણવા છતા પોતાન હાઇવા ટ્રકને રોન્ગ સાઇડ  ઉપર હંકારી સામેથી આવતી અલ્ટો કાર નંબર GJ 16 DC 7408 ની સાથે અથડાવી અકસ્માત કર્યો હતો. 

અકસ્માતમાં  મૃત્યુ પામનાર યુવકો 

(1)મુસ્તકીમ મહ્યુદ્દીન દીવાન-ઉમર 25 વર્ષ
(2)સાકીર યુસુફ પટેલ- ઉમર 21 વર્ષ
(3) ઓસામા રહેમાન પટેલ-ઉમર 19 વર્ષ
(4) મહંમદ મકસુદ પટેલ- ઉંમર 20 વર્ષ 

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આજથી અમદાવાદની ઓટો રિક્ષામાં મીટર ફરજિયાત, પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું

થર્ટી ફર્સ્ટની રાત્રે રાજ્યભરમાં પોલીસનો સપાટો,  500થી વધુ પીધેલા ઝડપાયા, મેડિકલ ચેકઅપ માટે લાંબી લાઇન

CNG: નવા વર્ષના પ્રથમ દિવસે જ લાગ્યો ઝટકો, ગુજરાત ગેસે CNGમાં કેટલો કર્યો વધારો ?

LPG Price 1 January: LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો, નવા વર્ષના પ્રથમ દિવસે મળ્યા રાહતના સમાચાર

ABP Premium

વિડિઓઝ

Narmda:જમીન વિવાદમાં સાધ્વીએ પોલીસની હાજરીમાં સાધુને ઝીંકી દીધો ધડામ કરતો લાફો | Abp AsmitaAhmedabad:હવે તમામ ઓટો રિક્ષામાં ડિઝીટલ મીટર ફરજીયાત,જુઓ શુ છે ડ્રાઈવર્સની પ્રતિક્રિયા?Banaskantha Accident: ટેન્કર અને લક્ઝરી બસ વચ્ચે ધડાકાભેર અકસ્માત, ત્રણ લોકોના મોત Watch VideoBZ Scam: પૂછપરછમાં કૌભાંડી ભૂપેન્દ્રસિંહે કર્યા ચોંકાવનારા ખુલાસા| Bhupendrasinh Zala

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજથી અમદાવાદની ઓટો રિક્ષામાં મીટર ફરજિયાત, પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું
આજથી અમદાવાદની ઓટો રિક્ષામાં મીટર ફરજિયાત, પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું
થર્ટી ફર્સ્ટની રાત્રે રાજ્યભરમાં પોલીસનો સપાટો,  500થી વધુ પીધેલા ઝડપાયા, મેડિકલ ચેકઅપ માટે લાંબી લાઇન
થર્ટી ફર્સ્ટની રાત્રે રાજ્યભરમાં પોલીસનો સપાટો, 500થી વધુ પીધેલા ઝડપાયા, મેડિકલ ચેકઅપ માટે લાંબી લાઇન
CNG: નવા વર્ષના પ્રથમ દિવસે જ લાગ્યો ઝટકો, ગુજરાત ગેસે CNGમાં કેટલો કર્યો વધારો ?
CNG: નવા વર્ષના પ્રથમ દિવસે જ લાગ્યો ઝટકો, ગુજરાત ગેસે CNGમાં કેટલો કર્યો વધારો ?
LPG Price 1 January: LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો, નવા વર્ષના પ્રથમ દિવસે મળ્યા રાહતના સમાચાર
LPG Price 1 January: LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો, નવા વર્ષના પ્રથમ દિવસે મળ્યા રાહતના સમાચાર
Murder News: નવા વર્ષના પ્રથમ દિવસે હોટલમાં ખેલાયો ખૂની ખેલ, યુવકે માતા અને ચાર બહેનોની કરી હત્યા

MahaKumbh 2025: કુંભના મેળામાં જવાનો પ્લાન છે? Google Mapsના આ પાંચ ફીચર્સ આવશે કામ

Alert! Google Chromeના એક્સટેન્શન્સ પર થયો સાઇબર અટેક, આ રીતે પોતાને કરો સિક્યોર

નવા વર્ષમાં બદલાઇ જશે WhatsApp, UPI અને Prime Videoના આ નિયમો, જુઓ સંપૂર્ણ ડિટેઇલ્સ

Embed widget