શોધખોળ કરો

ગુજરાતના આ વિસ્તારમાં તૂટી પડ્યો વરસાદ, બે કલાકમાં બે ઇંચ ખાબક્યો, લોકોને પડી હાલાકી

રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે. આગામી પાંચ દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં રાત્રે વરસાદ નોંધાયો હતો. તાપી જિલ્લામાં મંગળવારે સાંજે વરસાદ નોંધાયો હતો. નિઝર કુકરમુંડામાં મંગળવાર સાંજે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધી એટલે કે બે કલાકમાં બે ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે 24 કલાક દરમિયાન ચાર ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે બહુરુપા ગામમાં કેટલાક મકાનોમાં પાણી ભરાયા હતા. નિઝર તાલુકામાં પોણા બે ઈંચ, ડોલવણમાં સવા ઈંચ, સોનગઢમાં અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો. જો કે લાબા વિરામ બાદ વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.

વરસાદ આગાહી

રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે. આગામી પાંચ દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં મધ્યમ વરસાદ પડી શકે છે. સાથે જ સૌરાષ્ટ્રના ભાવનગર, કચ્છ, ગીર સોમનાથમાં પણ મધ્યમ વરસાદની સંભાવના છે. રાજ્યમાં છેલ્લા બે સપ્તાહથી વરસાદે વિરામ લીધો છે.

રાજ્યમાં હજુ સુધી 12.26 ઈંચ સાથે સિઝનનો સરેરાશ 37.09 ટકા જ વરસાદ વરસ્યો છે.  હાલ રાજ્યમાં વરસાદની 48 ટકા ઘટ છે. જો કે રાહતની વાત એ છે કે રાજ્યમાં હવે ફરી ચોમાસુ જામી શકે છે. ગુજરાતના જે જિલ્લામાં વરસાદની 50 ટકાથી વધુ ઘટ છે. તેમાં અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, પંચમહાલ, સાબરકાંઠા, તાપી, વડોદરા, ગીર સોમનાથ, જૂનાગઢ, કચ્છ અને સુરેંદ્રનગરનો સમાવેશ થાય છે.

કચ્છ ઝોનમાં અત્યાર સુધી સીઝનનો 31.74 ટકા વરસાદ નોંધાયો. તો ઉત્તર ગુજરાતમાં 31.26 ટકા, મધ્ય ગુજરાતમાં 34.90 ટકા, દક્ષિણ ગુજરાતમાં 42.01 ટકા અને સૌરાષ્ટ્રમાં અત્યાર સુધી સીઝનનો 34.11 ટકા વરસાદ નોંધાયો છે. વરસાદ ખેંચાતા ખેડૂતો પણ ચિંતામાં છે.

અમદાવાદમાં વરસાદ

લાંબા વિરામ બાદ અમદાવાદ શહેરમાં ફરી મેઘરાજાનું આગમન થયું છે. મંગળવારે રાત્રે 11 વાગ્યાની આસપાસ શહેરના અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. કાલુપુર, દિલ્લી ચકલા, શાહપુર, દરિયાપુર સહિતના પૂર્વ અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. સરખેજ, નરોડા પાટિયા સહિતના વિસ્તારમાં પણ વરસાદ પડ્યો હતો. તો આ તરફ શીલજ, જગતપુર, સિંધુભવન રોડ, ઈસ્કોન, પકવાન, થલતેજ, સાયંસસિટી, સોલા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હતો. સાથે જ બોડકદેવ,વસ્ત્રાપુર, એસ.જી હાઈવે, બોપલ, જજીસ બંગલો રોડ પર પણ પવન સાથે વરસાદ નોંધાયો હતો. અમદાવાદામાં ઓગસ્ટ મહિનામાં આ પ્રથમ વરસાદ છે. અમદાવાદ શહેરમાં આ સીઝનનો અત્યાર સુધી સાડા સાત ઈંચ જેટલો વરસાદ નોધાયો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
જૂનાગઢ શિવરાત્રી મેળામાં કલાકારોના ખર્ચે વિવાદ: એક વર્ષમાં ₹7 લાખથી વધીને ₹1 કરોડથી વધુ! ઉતારા મંડળે માગ્યું શ્વેતપત્ર
જૂનાગઢ શિવરાત્રી મેળામાં કલાકારોના ખર્ચે વિવાદ: એક વર્ષમાં ₹7 લાખથી વધીને ₹1 કરોડથી વધુ! ઉતારા મંડળે માગ્યું શ્વેતપત્ર
Gujarat Weather: રાજ્યના 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, જાણો આજે કયા પહોંચશે મેઘ સવારી
Gujarat Weather: રાજ્યના 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, જાણો આજે કયા પહોંચશે મેઘ સવારી
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ

વિડિઓઝ

ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
ગંભીર-અગરકરથી ઊંચા પદ પર બેસશે VVS લક્ષ્મણ! મોટી જવાબદારી આપવાની તૈયારીમાં BCCI
ગંભીર-અગરકરથી ઊંચા પદ પર બેસશે VVS લક્ષ્મણ! મોટી જવાબદારી આપવાની તૈયારીમાં BCCI
Independence Day: 1947 નહીં પરંતુ 1961 માં આઝાદ થયું હતું ભારતનું આ રાજ્ય, અત્યારે પ્રવાસીઓનું હોટ ફેટવીટ છે આ સ્ટેટ
Independence Day: 1947 નહીં પરંતુ 1961 માં આઝાદ થયું હતું ભારતનું આ રાજ્ય, અત્યારે પ્રવાસીઓનું હોટ ફેટવીટ છે આ સ્ટેટ
Embed widget