શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં કોરોના વાયરસના બે કેસ પોઝિટિવ, રાજકોટ અને સુરતમાં કલમ 144 લાગુ
ગુજરાતમાં કોરોના વાયરસના બે પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેની ગુજરાત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે પુષ્ટિ કરી હતી.
અમદાવાદ: ભારત સહિત સમગ્ર વિશ્વમાં કહેર વર્તાવનારા કોરોના વાયરસે ગુજરાતમાં પણ પગ પેસારો કરી દીધો છે. રાજ્યમાં બે કેસ પોઝિટિવ હોવાની આરોગ્ય વિભાગે
પુષ્ટી કરી હતી. સુરત અને રાજકોટમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.
આરોગ્ય વિભાગની ટીમે ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે, “રાજકોટ અને સુરતમાં બે કેસ કોરોના વાયરસથી પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. અમારી ટીમ અમારી ટીમ ક્વોરેન્ટાઈન સહિતના જરૂરી પગલાંઓ લઈ રહી છે. ”
આ મામલે આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવીએ જણાવ્યું કે, સુરતની યુવતી અમેરિકાના ન્યૂયોર્કથી આવી હતી. જ્યારે રાજકોટનો યુવક સાઉદીના મક્કાથી આવ્યો હતો. આ બન્ને કોરોના પોઝિટિવ હોવાની પુષ્ટી થઈ હતી અને બન્નેની સારવાર ચાલી રહી છે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ મામલે જણાવ્યું હતું કે, બન્ને દર્દીઓ પર આરોગ્ય વિભાગ દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી છે. સરકારે રાજ્યમાં તમામ નાના-મોટા જાહેર સ્થળો પર મેળાવડા પર 31 માર્ચ સુધી પ્રતિબંધ મુક્યો છે. નોંધનીય છે કે, રાજ્યના આરોગ્ય વિભાગે આગામી 31 માર્ચ સુધી રાજ્યમાં પાર્ટી પ્લોટ, લગ્ન હોલ અને લગ્નની વાડી બંધ રાખવામાં આદેશ આપ્યો હતો.
ભારતમાં અત્યાર સુધી કોવિડ-19થી સંક્રમિત 167 કેસ સામે આવી ચૂક્યા છે. તેની વચ્ચે ભારતમાં કોરોના વાયરસથી વધુ એક દર્દીનું મોત થયું છે. પંજાબમાં કોરોના સંક્રમિત દર્દીનું મોત થયુ છે આ સાથે ભારતમાં આ વાયરસને કારણે 4 લોકોના મોત થઈ ચુક્યા છે. આ પહેલા દિલ્હી, કર્ણાટક, મહારાષ્ટ્રમાં એક-એક દર્દીનું મોત થયું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
ગુજરાત
અમદાવાદ
Advertisement