Kutch: નર્મદા કેનાલમાં ડૂબવાથી બે યુવાનોના મોત,પોલીસનો કાફલો ઘટના સ્થળે
કચ્છ: મુન્દ્રાના ભુજપર પાસે કેનાલમાં ડૂબવાથી બેના મોત થયા છે. નર્મદા કેનાલમાં ડૂબવાથી બે યુવાનોના મોત થતા અરેરાટી મચી છે. આજે સવારના સમયે આ દુર્ઘટના ઘટી હોવાની માહિતી સામે આવી છે. હાલમાં બે મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.

કચ્છ: મુન્દ્રાના ભુજપર પાસે કેનાલમાં ડૂબવાથી બેના મોત થયા છે. નર્મદા કેનાલમાં ડૂબવાથી બે યુવાનોના મોત થતા અરેરાટી મચી છે. આજે સવારના સમયે આ દુર્ઘટના ઘટી હોવાની માહિતી સામે આવી છે. હાલમાં બે મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. હજુ પણ વધુ ડૂબ્યાની આશંકાએ શોધખોળ ચાલું છે. પોલીસ અને ગ્રામજનો ઘટના સ્થળે પહોંચીને કામગીરી હાથ ધરી છે. હાલમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે. યુવકના મોતને પગલે શોકનો માહોલ છવાયો છે.
સુરત જિલ્લામાં અપહરણ અને હત્યાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કડોદરા ચાર રસ્તા વિસ્તાર ખાતેથી એક બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું અને બાદમાં તેની હત્યા કરી દેવામાં આવી હતી. ઘટનાની જાણ થતા પોલીસે ચક્રોગતિમાન કર્યા હતા અને એક આરોપીની ધરપકડ કરી લીધી છે.
આ ઘટના અંગે વિગતે વાત કરીએ તો, સુરત જિલ્લાના કડોદરા ચાર રસ્તાના શિવમ સત્યમ નગરમાં રહેતા અમરેન્દ્રન ઉર્ફે શિવમ 5મા ધોરણમાં અભ્યાસ કરતો હતો. 8 તારીખની સાંજે ક્રિષ્ના નગરમાંથી ટ્યુશન કલાસમાંથી પરત ફરતો હતો તે દરમ્યાન નજીકમાં જ રહેતા સોનુ અને મોનું નામના ઈસમોએ પોતાના અન્ય મિત્રો સાથે મળીને શિવમનું અપહરણ કરી લીધું હતું. ત્યારબાદ શિવમના પિતા સુધીર કુમાર મહતો ,(જહાનાબાદ બિહારના રહેવાસી )પાસે ફોન કરી કરી 50 હજાર રૂપિયાની ખંડણી માંગી હતી અને ત્યારબાદ ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો.
જોકે ફરીથી બીજા દિવસે ફોન કરી 15 લાખની માંગણી કરી હતી. જોકે બાળકના પિતા સુધીર કુમારે સમગ્ર ઘટના બાબતે પોલીસને જાણ કરી દેતા જિલ્લા પોલીસ એક્શનમાં આવી હતી અને જિલ્લા પોલીસની 12 જેટલી ટીમો છેલ્લા 24 કલાકથી આરોપી અને બાળકની શોધખોળ કરી રહી હતી. આ દરમ્યાન આજે સવારે 5 આરોપીઓ પૈકીનો ઉમંગ નામનો આરોપી પોલીસે સુરતના અમરોલી ખાતેથી ઝડપી પાડ્યો હતો.
પહેલા તો ઝડપાયેલા આરોપી ઉમંગે ગોળ ગોળ વાતો કરી હતી પરંતુ પોલીસે કડકાઈ બતાવતા કબૂલાત કરી લીધી હતી અને શિવમની હત્યા કરી નાખી હોવાની કબૂલાત કરી હતી. અપહરણકારોએ આરોપી બાળકની અપહરણ કરી હત્યા કરી નાખી હતી અને મૃતદેહને કામરેજના ઉંભેળ ગામની સીમમાં જંગલ જેવી અવાવરું જગ્યાએ ઝાડી ઝાંખરામાં છુપાવી દીધો હતો. હાલ પોલીસે બાકીના ચાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

મહત્વનું છે કે અપહરણ કરતા આરોપી સોનુ અને મોનું બંને ભાઈ છે અને બાળક શિવમના ઘર પાસે જ રહેતા હતા. બંને આરોપી વિરુદ્ધ અગાઉ હત્યાનો ગુનો નોંધાયો છે અને બંને સુપ્રીમ કોર્ટમાંથી જામીન લઈ બહાર ફરી રહ્યા છે. ઘટનાના દિવસે પણ બાળક શિવમને ઘરે છોડી દેવાનું કહી રિક્ષામાં બેસાડી અપહરણ કરી લઈ ગયા હતા. હાલ પોલીસ આરોપીને ઝડપી પાડવા સમગ્ર વિસ્તાર કોર્ડન કરી સર્ચ કરી રહી છે.

તો બીજી તરફ પીડિત પરિવારે કડોદરા પોલીસ મથકની બહાર ચક્કાજામ કર્યો છે. રોષે ભરાયેલા બાળકના પરિવારજનોએ ચક્કાજામ કર્યો છે. બાળકના મૃતદેહને પીએમ માટે નહીં લઈ જવા દેવા માટે ચક્કાજામ કર્યો છે. પરિવારની મહિલાઓ રોડ પર સુઈ રોષ ઠાલવી રહી છે.





















