શોધખોળ કરો

Amit Shah Gujarat visit: મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા વચ્ચે કેન્દ્રીય મંત્રી અમિત શાહ ગુજરાત આવશે

૩૧મીએ પોતાના સંસદીય વિસ્તારમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે; ૩૦મીની સાંજે અથવા રાત્રે અમદાવાદ આવી પહોંચવાની શક્યતા.

Amit Shah Gujarat visit: ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ અને સંગઠનમાં ફેરફારની ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આગામી ૩૧મી તારીખે ગુજરાતની મુલાકાતે આવશે. આ દરમિયાન તેઓ પોતાના સંસદીય વિસ્તારમાં વિવિધ વિકાસના કામોનો પ્રારંભ કરાવશે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમિત શાહ ૩૦મી ઓગસ્ટની સાંજે અથવા રાત્રે અમદાવાદ આવી પહોંચે તેવી શક્યતા છે. બીજા દિવસે એટલે કે, ૩૧મી ઓગસ્ટના રોજ તેઓ વૃક્ષારોપણ અને વિવિધ લોકાર્પણ તથા ખાતમુહૂર્ત જેવા કાર્યક્રમોમાં ભાગ લેશે.

અમિત શાહની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે, જ્યારે ગુજરાત ભાજપમાં પ્રદેશ પ્રમુખના પદ અને મંત્રીમંડળના વિસ્તરણ અંગે અટકળો તેજ બની છે. આ મુલાકાત દરમિયાન તેઓ રાજ્યના રાજકીય નેતાઓ સાથે બેઠક પણ યોજી શકે છે.

ગુજરાત મંત્રીમંડળમાં મોટી ઉથલપાથલના એંધાણ

ગુજરાત સરકારના મંત્રીમંડળમાં મોટા ફેરફાર થવાની શક્યતા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મંત્રીમંડળના વિસ્તરણ માટેની યાદી (Gujarat new ministers list) તૈયાર કરી દેવામાં આવી છે. આ નિર્ણય મંત્રીઓના છેલ્લા 27 મહિનાના રિપોર્ટ કાર્ડના આધારે લેવામાં આવ્યો છે. જે મંત્રીઓનું પ્રદર્શન અપેક્ષા મુજબનું રહ્યું નથી, તેમને પડતા મુકવામાં આવશે, જ્યારે લગભગ 10 જેટલા નવા ચહેરાઓને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે.

મંત્રીમંડળના વિસ્તરણને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકારના મંત્રીમંડળમાં કેટલાક મંત્રીઓના પર્ફોમન્સને આધારે ફેરફાર થવાના સંકેત મળ્યા છે. તેમના છેલ્લા 27 મહિનાના રિપોર્ટ કાર્ડના આધારે, 4 થી 5 મંત્રીઓને પડતા મૂકવામાં આવશે. આ સાથે, નવા મંત્રીમંડળમાં 10 જેટલા નવા ચહેરાઓને તક આપવામાં આવશે. આ નવા ચહેરાઓમાં અમરેલી, જૂનાગઢ, વડોદરા, ખેડા, અથવા આણંદ જેવા જિલ્લાના ધારાસભ્યોનો સમાવેશ થઈ શકે છે.

પર્ફોમન્સના આધારે નિર્ણય

મળતી માહિતી મુજબ, મંત્રીમંડળના સભ્યોના પર્ફોમન્સના આધારે તેમના રિપોર્ટ કાર્ડ તૈયાર કરવામાં આવ્યા હતા. આ રિપોર્ટ કાર્ડના પરિણામોના આધારે, 4 થી 5 વર્તમાન મંત્રીઓને તેમના પદ પરથી હટાવવામાં આવી શકે છે. આ નિર્ણયનો મુખ્ય હેતુ સરકારની કાર્યક્ષમતા વધારવાનો અને પ્રજાના પ્રશ્નોને વધુ અસરકારક રીતે ઉકેલવાનો છે.

નવા ચહેરાઓને તક

મંત્રીમંડળમાં 10 જેટલા નવા ચહેરાઓને સામેલ કરવામાં આવશે. આ નવા મંત્રીઓ વિવિધ જિલ્લાઓમાંથી પસંદ કરવામાં આવશે, જેમાં અમરેલી, જૂનાગઢ, વડોદરા, ખેડા અથવા આણંદ જેવા જિલ્લાઓનો સમાવેશ થવાની શક્યતા છે. આ વિસ્તરણથી પ્રાદેશિક સંતુલન જાળવવાનો અને વિવિધ સમાજને પ્રતિનિધિત્વ આપવાનો પ્રયાસ કરવામાં આવશે. સોમવારે રાત્રે કેટલાક મંત્રીઓની વડાપ્રધાન મોદી સાથે મુલાકાત પણ થઈ હોવાનું કહેવાય છે, જેના કારણે આ વિસ્તરણની અટકળો વધુ મજબૂત બની છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

180ની સ્પીડ છતાં પાણી ન છલકાયું: વંદે ભારત સ્લીપર ટ્રેનનું સફળ ટ્રાયલ, જુઓ અદભૂત Video
180ની સ્પીડ છતાં પાણી ન છલકાયું: વંદે ભારત સ્લીપર ટ્રેનનું સફળ ટ્રાયલ, જુઓ અદભૂત Video
ગાંધીનગર: સચિવાલયના 19 DySO ને બઢતી, હંગામી ધોરણે સેક્શન ઓફિસર તરીકે નિમણૂક
ગાંધીનગર: સચિવાલયના 19 DySO ને બઢતી, હંગામી ધોરણે સેક્શન ઓફિસર તરીકે નિમણૂક
બે મુસ્લિમ દેશો વચ્ચે ભયાનક યુદ્ધના એંધાણ, સાઉદીએ 2 જહાજો પર કરી એરસ્ટ્રાઈક, જુઓ Video
બે મુસ્લિમ દેશો વચ્ચે ભયાનક યુદ્ધના એંધાણ, સાઉદીએ 2 જહાજો પર કરી એરસ્ટ્રાઈક, જુઓ Video
‘મારી પાછળ તો ઘણાં ક્રિકેટર..., સૂર્યકુમાર યાદવ તો મને...’ - બોલિવૂડ એક્ટ્રેસના દાવાથી ખળભળાટ
‘મારી પાછળ તો ઘણાં ક્રિકેટર..., સૂર્યકુમાર યાદવ તો મને...’ - બોલિવૂડ એક્ટ્રેસના દાવાથી ખળભળાટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષના મેસેજથી સાવધાન!
Hun To Bolish : હું તો બોલીશ : ફરજી IPSની ફાંકા ફોજદારી
Hun To Bolish : હું તો બોલીશ : લગ્નસંસ્કાર પર સવાલ કેમ?
Ambalal Patel Rain Prediction : ગુજરાતમાં ક્યાં પડશે માવઠું? અંબાલાલની ચોકાંવનારી આગાહી
Marriage Registration Rule Change : ભાગેડુ લગ્નને લઈ સરકાર લઈ શકે છે મોટો નિર્ણય

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
180ની સ્પીડ છતાં પાણી ન છલકાયું: વંદે ભારત સ્લીપર ટ્રેનનું સફળ ટ્રાયલ, જુઓ અદભૂત Video
180ની સ્પીડ છતાં પાણી ન છલકાયું: વંદે ભારત સ્લીપર ટ્રેનનું સફળ ટ્રાયલ, જુઓ અદભૂત Video
ગાંધીનગર: સચિવાલયના 19 DySO ને બઢતી, હંગામી ધોરણે સેક્શન ઓફિસર તરીકે નિમણૂક
ગાંધીનગર: સચિવાલયના 19 DySO ને બઢતી, હંગામી ધોરણે સેક્શન ઓફિસર તરીકે નિમણૂક
બે મુસ્લિમ દેશો વચ્ચે ભયાનક યુદ્ધના એંધાણ, સાઉદીએ 2 જહાજો પર કરી એરસ્ટ્રાઈક, જુઓ Video
બે મુસ્લિમ દેશો વચ્ચે ભયાનક યુદ્ધના એંધાણ, સાઉદીએ 2 જહાજો પર કરી એરસ્ટ્રાઈક, જુઓ Video
‘મારી પાછળ તો ઘણાં ક્રિકેટર..., સૂર્યકુમાર યાદવ તો મને...’ - બોલિવૂડ એક્ટ્રેસના દાવાથી ખળભળાટ
‘મારી પાછળ તો ઘણાં ક્રિકેટર..., સૂર્યકુમાર યાદવ તો મને...’ - બોલિવૂડ એક્ટ્રેસના દાવાથી ખળભળાટ
2026 માં ભારત - પાકિસ્તાન વચ્ચે મહાયુદ્ધના ભણકારા, અમેરિકાના રિપોર્ટથી ખળભળાટ; 'ઓપરેશન સિંદૂર' તો ટ્રેલર....
2026 માં ભારત - પાકિસ્તાન વચ્ચે મહાયુદ્ધના ભણકારા, અમેરિકાના રિપોર્ટથી ખળભળાટ; 'ઓપરેશન સિંદૂર' તો ટ્રેલર....
હાર્ટ એટેક અને સ્ટ્રોકથી બચવું છે ? ધમનીઓ સાફ રાખવા અપનાવો આ 3 રીત, ડોક્ટરની સલાહ
હાર્ટ એટેક અને સ્ટ્રોકથી બચવું છે ? ધમનીઓ સાફ રાખવા અપનાવો આ 3 રીત, ડોક્ટરની સલાહ
CBSE Board Exam 2026: ધોરણ 10 અને 12 ની પરીક્ષાના ટાઈમ ટેબલમાં ફેરફાર, 3 March નું પેપર હવે આ નવી તારીખે લેવાશે
CBSE Board Exam 2026: ધોરણ 10 અને 12 ની પરીક્ષાના ટાઈમ ટેબલમાં ફેરફાર, 3 March નું પેપર હવે આ નવી તારીખે લેવાશે
દવાઓ ફેંકી દો! ઘૂંટણ અને કમરના દુખાવાનો કાયમી ઈલાજ છે આ 1 વસ્તુ, આજે જ જાણો ઉપયોગ
દવાઓ ફેંકી દો! ઘૂંટણ અને કમરના દુખાવાનો કાયમી ઈલાજ છે આ 1 વસ્તુ, આજે જ જાણો ઉપયોગ
Embed widget