રાજ્યમાં ભરશિયાળે વરસાદી માહોલ, અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં ભરશિયાળે વરસાદી માહોલ છવાયો છે. મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે.
ગાંધીનગર: હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં ભરશિયાળે વરસાદી માહોલ છવાયો છે. મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. સુરત, વડોદરા, ખેડા, મહીસાગર, અરવલ્લી, ભાવનગર સહિતના જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે. માવઠાના કારણે ખેતીના પાકને વ્યાપક નુકસાનની ભીતિ છે. હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે ભરશિયાળામાં કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે.
ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં 48 કલાકમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે મહીસાગર સામાન્ય વરસાદની આગાહી છે, આવતી કાલે સાબરકાઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, દાહોદ, અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદની સંભાવના છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે.
ભરૂચમાં કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. જંબુસર અને તેની આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. કપાસ, તુવેર, મગ, મઠ સહિતના પાકમાં નુકસાનની સંભાવનાથી ખેડૂતોની મુશ્કેલી વધી ગઈ છે.
ગુજરાત વિધાનસભામાં AAP પાર્ટીના પક્ષના નેતા તરીકે જાણો કોની નિમણૂક કરાઈ ?
ગુજરાત વિધાનસભામાં આમ આદમી પાર્ટીના પક્ષના નેતા તરીકે ચૈતર વસાવાની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે ઉપનેતા તરીકે હેમંત ખવાની નિમણુંક કરવામાં આવી છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીના કુલ 5 ધારાસભ્યો ચૂંટાયા છે. વિધાનસભાના પક્ષના નેતા તરીકે પાર્ટીએ ચૈતર વસાવાની નિમણૂક કરી છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પગપેસારો કરીને રાષ્ટ્રીય પાર્ટી બનવામાં સફળતા મેળવી લીધી છે. વિસાવદર વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીની જીત થઈ હતી. બોટાદમાં ઉમેશ મકવાણાની જીત થઈ હતી. જામજોધપુર બેઠક પર હેમંત ખવાની જીત થઈ હતી. ડેડિયાપાડા બેઠક પર ચૈતર વસાવાની જીત થઈ હતી. ગારીયાધાર બેઠક પરથી સુધિર વાધાણીની જીત થઈ હતી. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 13 ટકા જેટલો વોટ શેર મેળવ્યો છે. વિધાનસભા ચૂંટણીમાં કુલ 41 લાખ જેટલા મત આમ આદમી પાર્ટીના ઉમેદવારોને મળ્યા છે. આ ઉપરાંત 40 જેટલી વિધાનસભા સીટ પર આમ આદમી પાર્ટી મત મેળવવામાં બીજા ક્રમે રહી હતી.
Unseasonal rain : અમરેલી જિલ્લાના હામાપૂર ગામે કરા સાથે વરસાદ વરસ્યો
અમરેલી જિલ્લાના હામાપૂર ગામે કરા સાથે વરસાદ વરસ્યો છે. અમરેલી જિલ્લાના બગસરા, બાબરા, સહિતના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે બપોરના સમયે અમરેલી શહેરના રાજકમલ રોડ પર ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. બગસરાના હામાપુરા સમઢીયાળામાં વરસાદ પડતા ઘઉં, ચણા, જીરૂ, ધાણા સહિતના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.