શોધખોળ કરો

રાજ્યનાં અનેક જિલ્લાઓમાં ભરશિયાળે વરસાદ, માવઠાંથી ખેડૂતોમાં ફફડાટ 

રાજ્યમાં ભરશિયાળે અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ યથાવત છે. કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને મોટાપાયે નુકસાન થઈ રહ્યું છે. અચાનક પડી રહેલા કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર બન્યા છે.

ગાંધીનગર: રાજ્યમાં ભરશિયાળે અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ યથાવત છે. કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને મોટાપાયે નુકસાન થઈ રહ્યું છે. અચાનક પડી રહેલા કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર બન્યા છે. રાજયમાં  3 દિવસ વરસાદી માહોલ રહેશે.  ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં  સામાન્ય વરસાદ વરસી શકે છે.  મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં આવી વરસાદ વરસવાની સંભાવનાઓ છે.   દક્ષિણ ગુજરાતમાં થન્ડર સ્ટોર્મની આગાહી કરાઈ છે.  3 દિવસ બાદ રાજ્યમાં ઠંડીમાં  વધારો થશે.  2 થી 4 ડીગ્રી સુધી લઘુત્તમ તાપમાનમાં  ઘટાડો થશે.

પાટણના સિદ્ધપુરમાં કમોસમી વરસાદ વરસ્યો છે.  સિદ્ધપુર ચાર રસ્તા પાસે  કમોસમી વરસાદના પાણી ભરાયા હતા. વરસાદી પાણી ભરાતા વાહનચાલકો અને રાહદારીઓને હાલાકી પડી છે. રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે અનેક વાહનો પાણી ભરાવાના કારણે બંધ થયા હતા. બપોર બાદ ધોધમાર કમોસમી વરસાદ પડતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ ઉદભવી છે. 

કચ્છ જિલ્લામાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ પડ્યો છે. પશ્ચિમ કચ્છના માધાપર, ભુજ, મિરઝાપર, સુખપર, સહિત વિસ્તારમાં વરસાદ પડ્યો છે.  કચ્છમાં સતત પડી રહેલા કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ધાવા ગીરમાં કમોસમી વરસાદ વરસ્યો છે. વહેલી સવારથી જ તાલાલા પથંકમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. કમોસમી વરસાદથી ખેડૂતો પોતાના પાકને લઈને ચિંતિત બન્યા છે.

રાધનપુરના કોંગ્રેસના ધારાસભ્યએ કમોસમી વરસાદથી થયલા નુકસાનની સહાય આપવા  માંગ કરી છે.  કમોસમી વરસાદના કારણે તૈયાર પાક કપાસ,  ગવાર,  અડદ સહીતના પાકને નુકસાન થયું છે.  શિયાળુ વાવેતર કરેલા જીરું, ચણા, રાયડો સહિતના પાકને નુકસાન થવાની ભીતિ છે. 

કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે.  પશુ માટેનો ઘાસચારો ખતમ થઈ ગયો છે તેથી સરકારને તાત્કાલિક સહાય જાહેરાત કરે તેવી  માંગણી  રઘુભાઈ દેસાઈએ કરી છે.  કમોસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતિત થયા છે. 

રાજયમાં  3 દિવસ વરસાદી માહોલ રહેશે.  ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં  સામાન્ય વરસાદ વરસી શકે છે.  મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં આવી વરસાદ વરસવાની સંભાવનાઓ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM Modi Birthday: તમે પણ મેળવી શકો છો વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટ, આજથી શરૂ થશે હરાજી

PM Modi Birthday: PM મોદી આ રીતે ઉજવશે પોતાનો જન્મદિવસ, આ રાજ્યની મહિલાઓને દર વર્ષે મળશે 10,000 રૂપિયા

Gujarat Rain Forecast: ગુજરાતના 27 જિલ્લામાં આજે વરસાદનું અનુમાન, હવામાન વિભાગની આગાહી

Kolkata doctors protest: મમતા સરકારે માની ડોક્ટરોની માંગ, પોલીસ કમિશનરને હટાવ્યા, વિરોધ ખત્મ કરવાની અપીલ

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો આતંકHun To Bolish | હું તો બોલીશ | દારૂડિયા ડ્રાઈવરના ભરોસે વિદ્યાર્થીઓPM Modi In Ahmedabad | આપણે ગુજરાતમાં હિન્દી ચાલે કાં..., અમદાવાદમાં મોદીએ લોકોને કેમ કહ્યું આવું?Vande Metro Train | દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન પહોંચી ભૂજ, જુઓ અંદરનો નજારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Birthday: તમે પણ મેળવી શકો છો વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટ, આજથી શરૂ થશે હરાજી
PM Modi Birthday: તમે પણ મેળવી શકો છો વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટ, આજથી શરૂ થશે હરાજી
PM Modi Birthday: PM મોદી આ રીતે ઉજવશે પોતાનો જન્મદિવસ, આ રાજ્યની મહિલાઓને દર વર્ષે મળશે 10,000 રૂપિયા
PM Modi Birthday: PM મોદી આ રીતે ઉજવશે પોતાનો જન્મદિવસ, આ રાજ્યની મહિલાઓને દર વર્ષે મળશે 10,000 રૂપિયા
Gujarat Rain Forecast: ગુજરાતના 27 જિલ્લામાં આજે વરસાદનું અનુમાન, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના 27 જિલ્લામાં આજે વરસાદનું અનુમાન, હવામાન વિભાગની આગાહી
Kolkata doctors protest: મમતા સરકારે માની ડોક્ટરોની માંગ, પોલીસ કમિશનરને હટાવ્યા, વિરોધ ખત્મ કરવાની અપીલ
Kolkata doctors protest: મમતા સરકારે માની ડોક્ટરોની માંગ, પોલીસ કમિશનરને હટાવ્યા, વિરોધ ખત્મ કરવાની અપીલ
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?

USA: ન્યૂયોર્કમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, ભારતીય દૂતાવાસે વ્યક્ત કરી ચિંતા

RRB NTPC 2024 : ભારતીય રેલવેમાં 11,000થી વધુ પદો પર બહાર પડી ભરતી, જાણો કેટલો મળશે પગાર?

ગૌતમ અદાણી 71,100 લોકોને નોકરી આપશે, 4 લાખ કરોડનો 'માસ્ટર પ્લાન' બનાવ્યો

Embed widget