(Source: ECI/ABP News/ABP Majha)
વલસાડ: પારડીની એક શાળામાં સત્રાંત પરીક્ષાનું પેપર ફૂટ્યું હોવાની આશંકા
વલસાડના પારડીની એક શાળામાં સત્રાંત પરીક્ષાનું પેપર ફૂટ્યું હોવાની આશંકા છે. ધોરણ 12નું કેમેસ્ટ્રી વિષયનું સત્રાંત પરીક્ષાનું 50 માર્કનુ પેપર હતું.
વલસાડ: વલસાડના પારડીની એક શાળામાં સત્રાંત પરીક્ષાનું પેપર ફૂટ્યું હોવાની આશંકા છે. ધોરણ 12નું કેમેસ્ટ્રી વિષયનું સત્રાંત પરીક્ષાનું 50 માર્કનુ પેપર હતું. પારડીની ડીસીઓ હાઇસ્કુલની એક વિદ્યાર્થીની પાસેથી કાપલી મળી આવી હતી. આ અંગે સુપરવાઇઝરે સ્કૂલના આચાર્યને ઘટનાની જાણ કરી હતી. આચાર્યએ વલસાડ જિલ્લા શિક્ષણ વિભાગને જાણ કરતાં એજયુકેશન નિરીક્ષક પણ સ્કૂલમાં પહોંચી તપાસ હાથ ધરી હતી.
શિક્ષણ વિભાગે પ્રશ્નપત્રના જવાબો અને કાપલીમાં રહેલા જવાબોની ચકાસણી હાથ ધરી હતી. જોકે, તપાસમાં શું બહાર આવે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે. કોઇ પણ વિદ્યાર્થીઓને અન્યાય ન થાય અને સંપૂર્ણ માહિતી બહાર આવે તે દિશામાં શિક્ષણ વિભાગ તપાસ કરી રહ્યું છે.
'જન્માષ્ટમીએ જન્મ લીધો પરંતુ મહિલાઓની ઈજ્જત નથી કરી શકતા', કેજરીવાલ પર અનુરાગ ઠાકુરના પ્રહાર
ભાજપ દ્વારા ગુજરાતમાં ગૌરવ યાત્રાની શરૂઆત કરવામાં આવી છે. ગૌરવ યાત્રા સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા ખાતે પહોંચી હતી. અહીં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને આડેહાથ લીધા હતા. તેમણે કહ્યું કે, જન્માષ્ટમીએ જન્મ લીધો પરંતુ મહિલાઓની ઈજ્જત નથી કરી શકતા. શરાબ કૌભાંડના આરોપી મનીષ સીસોદીયા, પંજાબમાં 04 મહિનામાં 70 મર્ડર થયા છે. ઉત્તર પ્રદેશ, ગોવા , મણિપુરમાં આમ આદમી પાર્ટીનું ખાતું પણ ન ખુલ્યું. ગુજરાતે ત્રણ મહિનામાં નેશનલ ગેમ્સનું આયોજન કર્યું. ગુજરાત ગૌરવ યાત્રા 144 વિધાનસભા સીટો પર ફરશે. ગુજરાતમાં 150થી વધુ સીટો ભાજપ જીતશે.
તેમણે કહ્યું કે, ગુજરાતની ધરતીએ ભારતને સ્વતંત્રતા અપાવવા ગાંધી અને સરદાર આપ્યા. નરેન્દ્ર મોદીએ દેશને કોરોનામાથી ઉગાર્યો. અખંડ ભારત રચવાનું કાર્ય સરદાર પટેલે કર્યું. પહેલાં ગુજરાતમાં તોફાનો થતા નરેન્દ્ર મોદીના આવ્યા બાદ ગુજરાતમાં શાંતિ સ્થપાઈ છે. સોમનાથ, અયોધ્યા, રામ મંદિર , કાશી વિશ્વનાથ વગેરે ધરોહરોનો પૂનઃ ઉદ્ધાર કરાયો. 2014 માં ગુજરાત મોડલ સંપૂર્ણ દેશે સ્વીકાર્યું.
તેમણે કહ્યું કે, 30 વર્ષ બાદ પૂર્ણ બહુમતીની સરકાર બની હતી. 200 વર્ષ ભારત પર શાશન કરનારા અંગ્રેજોના દેશને પાછળ છોડી ભારત વિશ્વમાં 05 માં નંબરનું અર્થતંત્ર. ડબલ એન્જીનની સરકારમાં દિલ્હીથી આવેલા પૈસા ગુજરાતના ખૂણા-ખૂણામાં પહોંચે છે. પહેલું સોલાર વિલેજ મોઢેરામાં બન્યું. ગિફ્ટ સિટીમાં મોટી કંપનીઓ આવી રહી છે. સાણંદ ઓટોમોબાઇલ હબ બન્યું છે. દેશની પહેલી બુલેટ ટ્રેન ગુજરાતથી ચાલશે, નેનો યુરિયા પ્લાન્ટ આપ્યો. ખેડૂતોને ફસલ વીમા યોજના અપાઈ.
ધ્રાંગધ્રા સભાસ્થળે પહોંચેલા કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે, ગુજરાત અને હિમાચલ બંનેમાં ભાજપની સરકાર બનશે. ભાજપ ઐતિહાસિક સીટો મેળવશે. અરવિંદ કેજરીવાલનું દિલ્હી મોડલ નિષ્ફળ. મોહલ્લા ક્લિનિક બંધ છે અને તેના આંગણામાં પશુઓ રખડે છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં હાર દેખી ગઈ છે એટલે વડાપ્રધાન પર વ્યકતીગત ટિપ્પણીઓ કરી રહી છે. કોંગ્રેસ પરિવારની પાર્ટી છે, પરિવાર જ તેને ખતમ કરી રહ્યો છે. પરિવારમાં જ મતભેદ છે એટલે ભાઈ-બહેન સાથે નથી.