વંદે ભારત મેટ્રોનું નામ બદલાયું, હવે નમો ભારત રેપિડ રેલ નામથી ઓળખાશે ટ્રેન
વંદે મેટ્રો ટ્રેન તેની મુસાફરીમાં 9 સ્ટેશનો પર ઉભી રહેશે. દરેક સ્ટેશન પર આ ટ્રેનનું સ્ટોપેજ સરેરાશ 2 મિનિટનું હશે
Namo Bharat Rapid Rail: ભારતીય રેલવેએ વંદે મેટ્રોનું નામ બદલી નાખવામાં આવ્યું છે. હવે વંદે મેટ્રોને "નમો ભારત રેપિડ રેલ" નામથી ઓળખાશે. આજે પીએમ મોદી દ્વારા વંદે મેટ્રોના ઉદ્ઘાટન પહેલા ટ્રેનનું નામ બદલવામાં આવ્યું હતું.
VIDEO | Take a peek into the Namo Bharat Rapid Rail which boasts of modern amenities and will operate between Bhuj and Ahmedabad. Prime Minister Narendra Modi is soon going to flag-off the rail. It's part of the Regional Rapid Transit System (RRTS).#NamoBharatRapidRail pic.twitter.com/2OZGJDQutE
— Press Trust of India (@PTI_News) September 16, 2024
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપવા જઈ રહ્યા છે. તે પહેલા આજે રેલવેએ મોટો નિર્ણય લીધો છે. વંદે મેટ્રોનું નામ બદલીને નમો ભારત રેપિડ રેલ કરવામાં આવ્યું છે. દેશની પ્રથમ નમો ભારત રેપિડ રેલ ભુજ અને અમદાવાદ વચ્ચે દોડશે. અગાઉ RRTSનું નામ RapidX થી બદલીને Namo Bharat કરવામાં આવ્યું હતું. દેશની પ્રથમ નમો ભારત ટ્રેન દિલ્હી અને મેરઠ વચ્ચે દોડશે. મોદી છ વંદે ભારત ટ્રેનને પણ લીલી ઝંડી આપશે.
દેશની પ્રથમ નમો ભારત રેપિડ રેલ ભુજ અને અમદાવાદ વચ્ચે દોડશે. આ ટ્રેન અઠવાડિયામાં માત્ર 6 દિવસ દોડશે. તેની સેવા ભુજથી દર અઠવાડિયે રવિવારે ઉપલબ્ધ થશે નહીં જ્યારે અમદાવાદથી તેની સેવા શનિવારે ઉપલબ્ધ થશે નહીં. તે અંજાર, ગાંધીધામ, ભચાઉ, સમઢીયાળી, હળવદ, ધ્રાંગધ્રા, વિરમગામ, ચાંદલોડિયા અને સાબરમતી ખાતે રોકાશે. આ ટ્રેન ભુજથી સવારે 05.05 કલાકે ઉપડશે અને સવારે 10.50 કલાકે અમદાવાદ પહોંચશે. જ્યારે આ ટ્રેન અમદાવાદથી સાંજે 05:30 વાગ્યે ઉપડશે અને 11:10 વાગ્યે ભુજ પહોંચશે.
ભાડું કેટલું હશે
વંદે મેટ્રો ટ્રેન તેની મુસાફરીમાં 9 સ્ટેશનો પર ઉભી રહેશે. દરેક સ્ટેશન પર આ ટ્રેનનું સ્ટોપેજ સરેરાશ 2 મિનિટનું હશે. આ ટ્રેન તેની મુસાફરી 5 કલાક 45 મિનિટમાં પૂર્ણ કરશે. આ ટ્રેનના ભાડાની વિગતો પણ બહાર જાહેર કરવામાં આવી છે. આમાં લઘુત્તમ ભાડું 30 રૂપિયા હશે. આના પર સુપરફાસ્ટ સરચાર્જ, રિઝર્વેશન ચાર્જ, GST પણ ચૂકવવાપાત્ર રહેશે. જો તમે આમાં 50 કિલોમીટરની મુસાફરી કરો છો તો તમારે 60 રૂપિયા ઉપરાંત GST અને અન્ય લાગુ ચાર્જ ચૂકવવા પડશે. બેઝિક ભાડામાં દરેક કિલોમીટર માટે 1.20 રૂપિયાનો વધારો થશે. તે મુંબઈમાં ચાલતા ઉપનગરીય એસી કરતા સસ્તું હોવાનું કહેવાય છે.
રેલવે મંત્રાલયે કહ્યું કે વંદે મેટ્રો ટ્રેનમાં 12 કોચ હશે, જેમાં 1,150 મુસાફરોની બેઠક ક્ષમતા હશે. વંદે મેટ્રો ટ્રેન ભુજથી ઉપડશે અને 359 કિલોમીટરનું અંતર કાપીને 5.45 કલાકમાં અમદાવાદ પહોંચશે. મુસાફરો માટે તેની નિયમિત સેવા અમદાવાદથી 17 સપ્ટેમ્બરથી શરૂ થશે અને સમગ્ર પ્રવાસ માટે ભાડું 455 રૂપિયા પ્રતિ પેસેન્જર હશે. મંત્રાલયે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે જ્યારે અન્ય મેટ્રો ટ્રેનો માત્ર ટૂંકા અંતરને આવરી લે છે, ત્યારે વંદે મેટ્રો ટ્રેન શહેરના કેન્દ્રને પેરિફેરલ શહેરો સાથે જોડશે. વંદે મેટ્રો મહત્તમ 110 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડે છે.