(Source: ECI/ABP News/ABP Majha)
Vav Voting Day: વાવમાં મતદારોનો ભારે ઉત્સાહ, શરૂઆતી બે કલાકમાં 14 ટકા મતદાન, સ્વરૂપજીએ કર્યો વૉટ
Vav By Election Voting Day 2024: બનાસકાંઠા જિલ્લામાં વાવ બેઠક પેટાચૂંટણી માટે ત્રિપાંખીયો જંગ જામ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારોનું ભાવિ આજે ઇવીએમમાં સીલ થઇ જશે
Vav By Election Voting Day 2024: આજે ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાની વાવ બેઠક પર ચૂંટણી જંગ જામ્યો છે. વહેલી સવારથી મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ ભારે ઉત્સાહ સાથે કરી રહ્યાં છે. શરૂઆતી બે કલાકમાં અહીં મતદારોએ પુરજોશમાં મતદાન શરૂ કર્યુ છે. બે કલાકમાં 14.25 ટકા જેટલું મતદાન થઇ ચૂક્યુ છે. ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે મતદાન કરીને તમામને મતદાન કરવા અપીલ કરી છે.
બનાસકાંઠા જિલ્લામાં વાવ બેઠક પેટાચૂંટણી માટે ત્રિપાંખીયો જંગ જામ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારોનું ભાવિ આજે ઇવીએમમાં સીલ થઇ જશે. વહેલી સવારથી શરૂ થયેલા મતદાનમાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. માહિતી પ્રમાણે, મતદાનના શરૂઆતના બે કલાકમાં 14.25 ટકા મતદાન નોંધાયુ છે. ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે મતદાન કર્યુ છે. ખાસ વાત છે કે, વાવની ભાખરી મતદાન મથકનું EVM બદલીને મતદાનની કામગીરી ફરી શરૂ કરાઇ છે. વાવ બેઠક પર ભાજપ, કૉંગ્રેસ અને અપક્ષ વચ્ચે ત્રિપાંખીયો જંગ જામ્યો છે. અહીં ભાજપ, કૉંગ્રેસ, અપક્ષ સહિત કૂલ 10 ઉમેદવારો મેદાનમાં છે. હાલમાં મતદાન મથક મતદારોની લાંબી કતારો લાગી છે.
વાવ બેઠકનું રાજકારણ
વાવ બેઠક પર કૉંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપી છે જ્યારે ભાજપે સ્વરૂપજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે. ગત ચૂંટણીમાં સ્વરુપજી ઠાકોર ગેનીબેન ઠાકોર સામે ચૂંટણીમાં હાર્યા હતા.
સ્વરૂપજી ઠાકોર 2022માં ગેનીબેન ઠાકોર સામે વિધાનસભા ચૂંટણી લડ્યા હતા. જેમાંસ્વરૂપજી ઠાકોરની વિધાનસભા ચૂંટણીમાં હાર થઈ હતી. સ્વરૂપજી ઠાકોર ગેનીબેન 15, 601 મતથી હાર્યા હતા. આ ઉપરાંત 2019માં બનાસકાંઠામાં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા.
આ વાવ વિધાનસભા પેટાચૂંટણીમાં પણ ફરી તેમના નામની ચર્ચાએ જોર પકડ્યું હતું. ત્યારે ભાજપે આ બેઠક પર તેમને રિપિટ કરીને વધુ એક વખત સ્વરુપજી ઠાકોર પર ભરોસો વ્યક્ત કર્યો છે.
વિધાનસભા 2022ની ચૂંટણી પરિણામમાં કૉંગ્રસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને 1,02,513 મત મળ્યા હતા, જ્યારે ભાજપના સ્વરૂપજી ઠાકોરને 86,912 મત મળ્યા હતા.
આ પણ વાંચો
'માવજી પટેલ અમારા મત તોડશે, અમને હારનો ડર...' - ભાજપના પૂર્વ સાંસદ પરબત પટેલનો સ્વીકાર