શોધખોળ કરો

'માવજી પટેલ અમારા મત તોડશે, અમને હારનો ડર...' - ભાજપના પૂર્વ સાંસદ પરબત પટેલનો સ્વીકાર

Vav By Election: વાવ બેઠક પર પ્રચાર દરમિયાન સામાજિક સંમેલનો અને સભાઓ યોજવાનો સિલસિલો શરૂ થયો છે

Vav By Election: વાવ પેટાચૂંટણીને લઇને પ્રચાર-પ્રસાર તેજ થઇ ગયો છે. ભાજપે મેદાનમાં મોટા મોટા નેતાઓને ઉતારવાનું શરૂ કરી દીધુ છે. અલ્પેશ ઠાકોર, શંકર ચૌધરી બાદ હવે બનાસકાંઠા જિલ્લાના પૂર્વ સાંસદ પરબત પટેલ પણ પ્રચારમાં સામેલ થયા છે. જોકે, આ બધાની વચ્ચે પરબત પટેલે એક મોટી કબૂલાત કરતા સ્વીકાર્યુ છે કે, ભાજપને માવજી પટેલથી ડર છે, ભાજપ હારી પણ શકે છે. 

વાવ બેઠક પર પ્રચાર દરમિયાન સામાજિક સંમેલનો અને સભાઓ યોજવાનો સિલસિલો શરૂ થયો છે. હાલમાં જ ચૌધરી સમાજનું એક સ્નેહમિલન યોજાયુ હતુ, જેમાં ભાજપના પૂર્વ સાંસદ પરબત પટેલે મોટુ નિવેદન આપ્યુ છે. તેમને સ્વીકાર્યુ કે, માવજીભાઈ જે મત લઇ જશે તે ભાજપને જ નુકસાન કરશે, માવજીભાઇના કારણે જ અમને સ્નેહમિલન કરવું પડ્યુ. પરબત પટેલે સંબોધન દરમિયાન સ્વીકાર્યુ કે, જો માવજીભાઈ લડતા ના હોત તો અમારે આ મથામણ કરવી ના પડત. માવજીભાઈ અમારા મત તોડશે. માવજીભાઈ ચૂંટણીમાં ના હોત તો અમે વન-વે જીતી જાત. આપણા ઉમેદવારને ઠાકોર સમાજે પણ મત આપ્યા છે. લોકસભામાં ચૌધરી સમાજે ગેનીબેનને એક પણ મત નથી આપ્યો. સ્વરૂપજી માત્ર નિમિત છે, તમારો મત તો નરેન્દ્ર મોદીને જ જવાનો છે. કોંગ્રેસને જીતાડી ફરી ખરાબ દિવસો લાવવા હોય તો બીજે મત આપજો. તાલુકા- જિલ્લા પંચાયતોની ચૂંટણી પક્ષ જ લડશે, અપક્ષો નહીં લડે. અહીં માત્ર ભાજપ-કોંગ્રેસ વચ્ચે જ જંગ જામેલો છે.

વાવ બેઠકનું રાજકારણ 
વાવ બેઠક પર કૉંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપી છે જ્યારે ભાજપે સ્વરૂપજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે. ગત ચૂંટણીમાં  સ્વરુપજી ઠાકોર ગેનીબેન ઠાકોર સામે ચૂંટણીમાં હાર્યા હતા.   

સ્વરૂપજી ઠાકોર 2022માં ગેનીબેન ઠાકોર સામે વિધાનસભા ચૂંટણી લડ્યા હતા. જેમાંસ્વરૂપજી ઠાકોરની વિધાનસભા ચૂંટણીમાં હાર થઈ હતી. સ્વરૂપજી ઠાકોર ગેનીબેન 15, 601 મતથી હાર્યા હતા. આ ઉપરાંત 2019માં બનાસકાંઠામાં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા.

આ વાવ વિધાનસભા પેટાચૂંટણીમાં પણ ફરી તેમના નામની ચર્ચાએ જોર પકડ્યું હતું. ત્યારે ભાજપે આ બેઠક પર તેમને રિપિટ કરીને વધુ એક વખત સ્વરુપજી ઠાકોર પર ભરોસો વ્યક્ત કર્યો છે.  

વિધાનસભા 2022ની ચૂંટણી પરિણામમાં કૉંગ્રસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને 1,02,513 મત મળ્યા હતા, જ્યારે ભાજપના સ્વરૂપજી ઠાકોરને 86,912 મત મળ્યા હતા.

આ પણ વાંચો

Vav assembly bypoll: માવજી પટેલ પર શંકર ચૌધરીનો વળતો પ્રહાર, ફોર્મ પાછુ ખેંચવાના બદલામાં બનાસ બેન્ક માંગી હોવાનો દાવો 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારતમાં લોન્ચ થઈ ડાયાબિટીસને કંટ્રોલ કરનારી દવા  Ozempic, જાણો શું છે કિંમત 
ભારતમાં લોન્ચ થઈ ડાયાબિટીસને કંટ્રોલ કરનારી દવા  Ozempic, જાણો શું છે કિંમત 
શેર બજારમાં શાનદાર તેજી, સેન્સેક્સ 450 પોઈન્ટના વધારા સાથે બંધ, નિફ્ટી 26000 ને પાર
શેર બજારમાં શાનદાર તેજી, સેન્સેક્સ 450 પોઈન્ટના વધારા સાથે બંધ, નિફ્ટી 26000 ને પાર
Jio ના 90 દિવસના સસ્તા પ્લાનમાં યૂર્ઝસને મળશે શાનદાર ફાયદાઓ, જાણી લો
Jio ના 90 દિવસના સસ્તા પ્લાનમાં યૂર્ઝસને મળશે શાનદાર ફાયદાઓ, જાણી લો
Year Ender 2025: ગોવા,કાશ્મીર,માલદીવ્સ કે મનાલી નહીં, આ વર્ષે સૌથી વધુ સર્ચ થયું આ શહેર
Year Ender 2025: ગોવા,કાશ્મીર,માલદીવ્સ કે મનાલી નહીં, આ વર્ષે સૌથી વધુ સર્ચ થયું આ શહેર

વિડિઓઝ

Kutch Cyber Fraud: કચ્છમાં સૌથી મોટા સાયબર રેકેટનો પર્દાફાશ
Valsad Incident: વલસાડમાં ઓરંગા નદી પર પૂલની કામગીરી સમયે દુર્ઘટના
Himmatnagar Closed: ‘હુડા' નો જોરદાર વિરોધ, હિંમનતગર સવારથી સજ્જડ બંધ
Japan Earthquake news: જાપાનમાં 6.5ની તિવ્રતાનો વિનાશકારી ભૂકંપ
Shivraj Patil Death: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રિય ગૃહમંત્રી શિવરાજ પાટિલનું નિધન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતમાં લોન્ચ થઈ ડાયાબિટીસને કંટ્રોલ કરનારી દવા  Ozempic, જાણો શું છે કિંમત 
ભારતમાં લોન્ચ થઈ ડાયાબિટીસને કંટ્રોલ કરનારી દવા  Ozempic, જાણો શું છે કિંમત 
શેર બજારમાં શાનદાર તેજી, સેન્સેક્સ 450 પોઈન્ટના વધારા સાથે બંધ, નિફ્ટી 26000 ને પાર
શેર બજારમાં શાનદાર તેજી, સેન્સેક્સ 450 પોઈન્ટના વધારા સાથે બંધ, નિફ્ટી 26000 ને પાર
Jio ના 90 દિવસના સસ્તા પ્લાનમાં યૂર્ઝસને મળશે શાનદાર ફાયદાઓ, જાણી લો
Jio ના 90 દિવસના સસ્તા પ્લાનમાં યૂર્ઝસને મળશે શાનદાર ફાયદાઓ, જાણી લો
Year Ender 2025: ગોવા,કાશ્મીર,માલદીવ્સ કે મનાલી નહીં, આ વર્ષે સૌથી વધુ સર્ચ થયું આ શહેર
Year Ender 2025: ગોવા,કાશ્મીર,માલદીવ્સ કે મનાલી નહીં, આ વર્ષે સૌથી વધુ સર્ચ થયું આ શહેર
HDFC બેંકના કસ્ટમર્સ ધ્યાન આપે! 13 ડિસેમ્બરે 4 કલાક કામ નહીં કરે UPI, જાણો શું છે ટાઈમિંગ
HDFC બેંકના કસ્ટમર્સ ધ્યાન આપે! 13 ડિસેમ્બરે 4 કલાક કામ નહીં કરે UPI, જાણો શું છે ટાઈમિંગ
Year Ender 2025: આ વર્ષે અમદાવાદ સહિત આ શહેરોમાં ખુબ વેંચાઈ પ્રોપર્ટી,રિયલ એસ્ટેટમાં લોકોએ કર્યું ભારે રોકાણ
Year Ender 2025: આ વર્ષે અમદાવાદ સહિત આ શહેરોમાં ખુબ વેંચાઈ પ્રોપર્ટી,રિયલ એસ્ટેટમાં લોકોએ કર્યું ભારે રોકાણ
ખ્યાતિ હોસ્પિટલ કાંડના કાર્તિક પટેલને સુપ્રીમે આપ્યાં જામીન,તમામ આરોપી જેલબહાર
ખ્યાતિ હોસ્પિટલ કાંડના કાર્તિક પટેલને સુપ્રીમે આપ્યાં જામીન,તમામ આરોપી જેલબહાર
વલસાડમાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન બ્રિજનું સ્ટ્રક્ચર અચાનક ધડામ, 5 કામદારને ગંભીર ઇજા
વલસાડમાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન બ્રિજનું સ્ટ્રક્ચર અચાનક ધડામ, 5 કામદારને ગંભીર ઇજા
Embed widget