શોધખોળ કરો
પાલનપુરમાં દારૂ પીધેલા પોલીસકર્મીનો વીડિયો વાયરલ, રસ્તા પર જ લથડિયા ખાતાં.....
નશામાં ધૂત આ શખ્સ જિલ્લા ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા હોવાનું બહાર આવ્યું છે.
ખાખી વર્દીને કલંકિત કરતા દ્રશ્યો બનાસકાંઠાથી સામે આવ્યા છે. પાલનપુરમાં બુટલેગરો તો ઠીક પોલીસ જવાનો પણ સરાજાહેર દારૂના નશામાં લવારી કરતા જોવા મળી રહ્યાં છે. પાલનપુરમાં દારૂ પીને લવારી કરતા પોલીસનો વીડિયો વાઈરલ થયો છે.
નશામાં ધૂત આ શખ્સ જિલ્લા ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા હોવાનું બહાર આવ્યું છે. ગોબરી રોડ વિસ્તારમાં ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતાં નરસિંહજી રાવ દારૂના નશામાં જાહેર માર્ગ પર લથડિયા ખાતાં જોવા મળ્યા છે.
એક પાનનાં પાર્લર પાસે નરસિંહરાવ નામનો કોન્સ્ટેબલ દારૂના નશામાં જોવા મળતાં સ્થાનિકોએ તેનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાઈરલ કર્યો છે. તેવામાં અત્યારે એક તરફ નગરપાલિકાની ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે બીજી તરફથી નશામાં ચકચૂર પોલીસના વાઈરલ થયેલા વીડિયોએ ચર્ચાનું જોર પકડી લીધું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
Advertisement