Gandhinagar: ઉત્તર ગુજરાતના આ બે તાલુકાને પાણીની તંગીમાંથી મળશે કાયમી મુક્તિ, સરકારે લીધો મોટો નિર્ણય
ગાંધીનગર: ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના બે અતિ સૂકા તાલુકા એવા થરાદ અને ધાનેરા તાલુકાના ગામોના તળાવો નર્મદાના પાણીથી ભરવાનો મહત્વપૂર્ણ નિર્ણય ગુજરાત સરકારે કર્યો છે.
ગાંધીનગર: ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના બે અતિ સૂકા તાલુકા એવા થરાદ અને ધાનેરા તાલુકાના ગામોના તળાવો નર્મદાના પાણીથી ભરવાનો મહત્વપૂર્ણ નિર્ણય ગુજરાત સરકારે કર્યો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ બન્ને તાલુકાઓમાં ઉદવહન પાઈપલાઈનનું આયોજન કરીને સિંચાઇથી વંચિત એવા આ વિસ્તારોમાં ભૂગર્ભ જળ ઊંચા લાવવાનો નિર્ણય કર્યો છે.
બનાસકાંઠા જિલ્લાના આ બે તાલુકાઓમાં કોઇ મોટી સિંચાઇ વ્યવસ્થા ઉપલબ્ધ નથી. એટલું જ નહિ, થરાદ તાલુકાનો પૂર્વ તરફનો ઉપરનો વિસ્તાર સિંચાઇ વિહોણો છે. થરાદ અને ધાનેરા તાલુકાઓને સિંચાઇ માટે પૂરતું પાણી મળી રહે તેની અતિ આવશ્યકતાને ધ્યાનમાં લઇને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બન્ને તાલુકાઓના ગામોના ર૦૦ થી વધારે સરકારી પડતર તળાવોને નર્મદા નહેર આધારિત ઉદવહન પાઇપલાઇનથી આવરી લેવાના દિશાનિર્દેશો આપ્યા છે.
આ સંદર્ભમાં ૬૧ કી.મી લાંબી મુખ્ય પાઇપલાઇન અને ૧૩૫ કી. મીટર લાંબી પેટા લાઈન દ્વારા ર૦૦ ક્યુસેક્સ પાણી ઉદવહન કરવા માટે આશરે ૩ પમ્પીંગ સ્ટેશન બનાવવા સહિતની સમગ્ર યોજનાકીય કામગીરી માટે ૧૪૧૧ કરોડ રૂપિયાની રકમ માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, નર્મદા મુખ્ય નહેર આધારિત પ્રગતિ હેઠળની ર અને પૂર્ણ થયેલી ૧ર એમ કુલ ૧૪ ઉદવહન પાઇપલાઇનોની કુલ ક્ષમતા ૩૩૭પ ક્યુસેક્સ દ્વારા મહત્તમ ૦.૬૦ MAF પાણી ઉપાડવામાં આવે છે.
નર્મદાના વધારાના ૧ MAF પાણીના ઉદવહન માટે સ્થાપિત ક્ષમતા વધારવી પડે તેમ છે તે સંદર્ભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે થરાદ અને ધાનેરા તાલુકાના બાકી રહી જતા ગામોના ર૦૦ થી વધુ તળાવો નર્મદા જળથી ભરવાનો નિર્ણય કર્યો છે.
અટલ બ્રિજની દિવાલ તુટવા મુદ્દે એન્જિનીયરનો છટકવાનો પ્રયાસ
આજે સવારથી જ શરૂ થયેલા રાજ્યમાં ભારે પવન અને વરસાદના કારણ અનેક જગ્યાએ નુકશાની થયાના સમાચાર છે, વડોદરામાંથી એક મોટા નુકશાનીના સમાચાર સામે છે, અહીં ગયા ડિસેમ્બરમાં જ ઉદઘાટન થયેલા અટલ બ્રિજની એકાએક ધરાશાયી થઇ જતાં આ સવાલ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. લોકો એન્જિનીયર અને કૉન્ટ્રાક્ટર પર સવાલો ઉઠાવી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, અટલ બ્રિજમાં હમણાંને હમણાં ફરી એકવાર સમસ્યા સર્જાઇ છે.
આજે વરસેલા ભારે વરસાદના કારણે વડોદરામાં મનીષા ચાર રસ્તાથી શરૂ થતાં અટલ બ્રિજની એક બાજુની દીવાલ ધરસાઈ થઇ ગઇ હતી. ભારે પવન અને વરસાદને કારણે બ્લૉક લગાવેલી દિવાલ અચાનક તૂટી ગઇ હતી, જોકે બ્રિજને કોઈ નુકસાન પહોંચ્યુ નથી. બ્રિજને જોડતી દિવાલ ધરાસાઈ થતાં જ બ્રિજ બનાવનાર કૉન્ટ્રાક્ટર સામે અનેક સવાલો ઉભા થયા છે. આ અટલ બ્રિજ 278 કરોડના ખર્ચે તૈયાર થયો હતો અને ગયા ડિસેમ્બરમાં મુખ્યમંત્રીએ આનું ઉદ્ઘાટન કર્યુ હતુ. પરંતુ હવે આ મુદ્દે જ્યારે એક્ઝિક્યૂટિવ એન્જિનીયર સાથે વાત કરવામાં આવી તો તેમને આ વાહિયાત જવાબ આપીને મુદ્દાને ટાળવાનો પ્રયાસ કર્યો હતો.
અટલ બ્રિજની દિવાલ તુટતાં જ એક્ઝિક્યૂટિવ એન્જિનિયર રવિ પંડ્યા ઘટના સ્થળે પહોંચ્યા હતો, તે સમયે તેમને નિવેદન આપ્યુ હતુ કે, કોઈ વાહન અથડાયું હોઈ શકે છે જેના કારણે અટલ બ્રિજની નીચેની દિવાલ તૂટી છે. જોકે, આ દિવલ કયા કારણોસર તુટી તે અંગે હજુ તપાસ ચાલી રહી છે. તેમને વધુમાં કહ્યું કે, ભારે પવન, વાવાઝોડું અને વરસાદી ઝાપટાં પણ કારણ હોઈ શકે છે. હાલ કોર્પૉરેશન તંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ધરાશાયી થયેલી આ અટલ બ્રિજની દીવાલના બ્લૉક હટાવવાની કામગીરીમાં લાગ્યા છે. અટલ બ્રિજની આ પ્રકારની તમામ દિવાલોનું ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે. જો કોઈ નુકશાન જણાશે તો ત્યાં પણ કામગીરી હાથ ધરાશે. આ ઉપરાંત ત્યાં સીટી એન્જીનીયર અલ્પેશ મજમુદાર પણ પહોંચ્યા છે અને તપાસ કરી રહ્યાં છે.