Ambalal Patel: ઠંડીના ચમકારા વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલની મોટી આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વાવાઝોડાની આગાહી કરી છે. 26 ઓક્ટોબરથી નવેમ્બરની શરૂઆત સુધીમાં બંગાળની ખાડીમાં એક વાવાઝોડું ઉદભવવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે.

અમદાવાદ : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વાવાઝોડાની આગાહી કરી છે. 26 ઓક્ટોબરથી નવેમ્બરની શરૂઆત સુધીમાં બંગાળની ખાડીમાં એક વાવાઝોડું ઉદભવવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. આ વાવાઝોડાના કારણે ગુજરાતનું હવામાન પલટાશે. આ ઉપરાંત 7 નવેમ્બર બાદ દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. જેની અસર ગુજરાત પર થશે. હવે મેઘરાજા દિવાળીના તહેવાર પહેલા ફરી ગુજરાતના વાતાવરણમાં પલટો લાવશે.
દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની શક્યતા
આજે એટલે કે ઓક્ટોબર 16 થી 19 વચ્ચે રાજ્યમાં સામાન્ય વરસાદની શક્યતા છે. જે થન્ડર સ્ટોર્મ એક્ટિવિટી સાથે વરસી શકે છે. વરસાદની વાત કરીએ તો 16 ઓક્ટોબરના રોજ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. આ સાથે જ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં સામાન્યથી લઈ હળવા વરસાદ ની આગાહી છે.
ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવી શકે
18 ઓક્ટોબરથી લઈ 21 ઓક્ટોબર સુધીમાં અરબ સાગરમાં ચક્રવાતની શક્યતા છે. આ સંભવિત વાવાઝોડાની અસરને કારણે ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવી શકે છે. આ વાવાઝોડું દક્ષિણ ભારતના રાજ્યોમાં પણ ભારે વરસાદ લાવવાની ક્ષમતા ધરાવે છે, તેવી આગાહી પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. વરસાદી માહોલ બાદ ગુજરાતમાં ઠંડીની શરૂઆત ક્યારે થશે તે અંગે પણ અંબાલાલ પટેલે પોતાનું અનુમાન જાહેર કર્યું છે. તેમના મતે, ડિસેમ્બર મહિનાની શરૂઆતથી જ રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાવાની શરૂઆત થઈ શકે છે, જેના કારણે લોકોને ઠંડકનો અનુભવ થશે.
અંબાલાલે કાતિલ ઠંડીની આગાહી કરી છે
અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, નવા વર્ષમાં ઠંડા પવનો ફૂંકાશે. ડિસેમ્બમાં હાડ થીજવતી ઠંડીની આગાહી તેમણે કરી છે. આ વર્ષે ઠંડીમાં ન્યૂનતમ તાપમાન 10 ડિગ્રીથી નીચું જવાની શક્યતા છે. દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થવાના કારણે પણ ગુજરાતના હવામાન પર અસર થશે તેવી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે. 23મી ઓક્ટોબરથી રાજ્યમાં ઠંડીની શરૂઆત થશે. નવા વર્ષમાં ઠંડા પવનો ફૂંકાશે. ડિસેમ્બમાં હાડ થીજવતી ઠંડીની આગાહી તેમણે કરી છે. આ વર્ષે ઠંડીમાં ન્યૂનતમ તાપમાન 10 ડિગ્રીથી નીચું જવાની શક્યતા છે.
વધુમાં અંબાલાલ પટેલે આ વર્ષે કાતિલ ઠંડીની આગાહી કરી છે. તેમની આગાહી મુજબ આ વર્ષે રાજ્યમાં હાડ થીજવતી ઠંડી પડવાની છે.18 ઓક્ટોબરથી મહત્તમ તાપમાન વધશે. 23 ઓક્ટોબરથી ઠંડીની અસર વર્તાશે. દક્ષિણ ભારતમાં ભારે વરસાદનું અનુમાન છે. બંગાળના ઉપસાગમાં ચક્રવાત બનવાની શક્યતા છે. ગુજરાતનું વાતાવરણ આ ચક્રવાતના કારણે પલટાઈ શકે છે. ઉત્તરાયણ બાદ પણ ઠંડા પવનો યથાવત રહેશ તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે.





















