શોધખોળ કરો

આવતીકાલની આગાહી: દક્ષિણ ગુજરાતમાં આભ ફાટવાની આશંકા, આ 4 જિલ્લા માટે ખાસ એલર્ટ

Gujarat weather forecast tomorrow: સુરત-ભરૂચમાં અતિ ભારે વરસાદની આગાહી, જ્યારે અમદાવાદ-ગાંધીનગરમાં પવન સાથે હળવો વરસાદ રહેશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લામાં 'અત્યંત ભારે' વરસાદની સંભાવના.
  • નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ સંભવિત.
  • સુરત સહિત મધ્ય-દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ વરસશે.
  • ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે, રાહત મળશે.

Gujarat weather forecast tomorrow: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજાએ જમાવટ કરી છે, ત્યારે ખાસ કરીને દક્ષિણ ગુજરાત પર મેઘકોપ હજુ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. હવામાન વિભાગની આવતીકાલની નવી આગાહી મુજબ, દક્ષિણ ગુજરાતના 4 જિલ્લાઓમાં 'અત્યંત ભારે' વરસાદનું સંકટ હજુ પણ યથાવત છે. જ્યારે બીજી તરફ, ઉત્તર અને મધ્ય ગુજરાતના લોકોને ભારે વરસાદથી થોડી રાહત મળવાની શક્યતા છે.

દક્ષિણ ગુજરાતમાં ભારે જળબંબાકારની શક્યતા

હવામાન વિભાગના સત્તાવાર રિપોર્ટ અનુસાર, દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં આવતીકાલે પણ મેઘરાજા તોફાની બેટિંગ કરી શકે છે. આ વિસ્તારોમાં રેડ એલર્ટ સમાન 'અત્યંત ભારે વરસાદ'ની આગાહી કરવામાં આવી છે, જેથી સ્થાનિક લોકોને અને વહીવટી તંત્રને સતર્ક રહેવા જણાવાયું છે.

સુરત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મેઘમહેર

આ ઉપરાંત, દક્ષિણ અને મધ્ય ગુજરાતના સુરત, ડાંગ, તાપી, છોટાઉદેપુર અને ભરૂચ જિલ્લામાં પણ મેઘરાજા મન મૂકીને વરસશે. આ વિસ્તારોમાં કેટલીક જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ તૂટી પડવાની પ્રબળ સંભાવના છે. પંચમહાલ અને દાહોદ જિલ્લાની વાત કરીએ તો, ત્યાં પણ આવતીકાલે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે.

આ પણ વાંચોઃ આગામી 3 કલાકમાં આ 6 જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર; જાણો હવામાન અપડેટ

અમદાવાદ-ગાંધીનગરમાં વરસાદનું જોર ઘટશે

સતત વરસી રહેલા વરસાદ વચ્ચે ઉત્તર અને મધ્ય ગુજરાતના લોકો માટે થોડા રાહતના સમાચાર છે. અમદાવાદ, ગાંધીનગર, ખેડા અને આણંદમાં હવે વરસાદનું જોર થોડું ઘટશે. જોકે, આ વિસ્તારોમાં 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, જે વાતાવરણમાં સારી એવી ઠંડક જાળવી રાખશે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 36 લોકોના મોત, 156 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ એલર્ટ પર

અંબાલાલ પટેલની આગાહી

જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના વરસાદ અંગે નવી આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં હાલ ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ છે. આ વરસાદી સિસ્ટમ મહારાષ્ટ્ર તરફ જઈ રહી હોવા છતાં, ત્યાં હજુ ૧ થી ૨ દિવસ ભારે વરસાદની સ્થિતિ યથાવત રહેશે. બીજી તરફ, લો-પ્રેશર સિસ્ટમ નજીક આવતા મધ્ય ગુજરાત (વડોદરા, મહીસાગર વગેરે) માં ૪ થી ૫ ઇંચ અને ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ પડવાની પ્રબળ સંભાવના છે, જેનાથી વાવણીની રાહ જોતા ખેડૂતોને રાહત મળશે. કચ્છમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પાકિસ્તાન તરફ ફંટાતા વરસાદ નહિવત્ રહ્યો છે. જોકે, આગામી સમયમાં રાપર અને આસપાસના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે.

Frequently Asked Questions

દક્ષિણ ગુજરાતના કયા જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે?

હવામાન વિભાગ અનુસાર, આવતીકાલે નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની સંભાવના છે. આ વિસ્તારોમાં રેડ એલર્ટ સમાન પરિસ્થિતિ છે.

અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની સ્થિતિ કેવી રહેશે?

અમદાવાદ, ગાંધીનગર, ખેડા અને આણંદમાં વરસાદનું જોર ઘટશે. જોકે, આ વિસ્તારોમાં 40-50 કિમી/કલાકની ઝડપે પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.

દક્ષિણ અને મધ્ય ગુજરાતના અન્ય કયા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે?

સુરત, ડાંગ, તાપી, છોટાઉદેપુર અને ભરૂચમાં ભારેથી અતિ ભારે વરસાદની પ્રબળ સંભાવના છે. પંચમહાલ અને દાહોદમાં પણ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
Advertisement

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Post Office ની આ સ્કીમ છે ગજબ, માત્ર વ્યાજથી થશે ₹4.50 લાખની કમાણી, સમજો કેલક્યુલેશન
Post Office ની આ સ્કીમ છે ગજબ, માત્ર વ્યાજથી થશે ₹4.50 લાખની કમાણી, સમજો કેલક્યુલેશન
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
Embed widget