શોધખોળ કરો
Advertisement
આગામી 24 કલાક ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી? હવામાન વિભાગે કયા-કયા વિસ્તારોને એલર્ટ જાહેર કર્યાં? જાણો વિગત
હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 24 કલાક દરમિયાન ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ અને સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં છૂટો છવાયો પણ ભારે વરસાદ વરસી શકે છે.
અમદાવાદ: હાલ ગુજરાત પર ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. આગામી 24 કલાકમાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. ત્યારે ઉત્તર-મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.
હાલ રાજ્યના કેટલાંક વિસ્તારોમાં હળવો વરસાદ વરસ્યો છે ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 24 કલાક દરમિયાન ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ અને સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં છૂટો છવાયો પણ ભારે વરસાદ વરસી શકે છે. અમદાવાદમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાંક જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ઉત્તર પૂર્વનું ડિપ ડિપ્રેશન લો-પ્રેશરમાં ફેરવાશે. હાલમાં વરસાદની સિસ્ટમ ઉત્તર પૂર્વ મધ્યપ્રદેશ તરફ છે. ડિપ્રેશન 40 કિલોમીટરની ઝડપે આગળ વધી રહી છે. સિસ્ટમ મુજબ વરસાદ મધ્ય ગુજરાતથી શરૂ થશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતાને પગલે માછીમારોને આગામી 3 દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યના સાબરકાંઠા અને અરવલ્લીમાં અતિભારે વરસાદ વરસી શકે છે. આગામી 24 કલાક દરમિયાન દાહોદ, મહીસાગર, સુરેન્દ્રનગર અને મોરબીમાં ભારે વરસાદની આગાહી છે.
આ સિવાય ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી તેમજ મહિસાગર અને દાહોદ જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. આ સિવાય રાજ્યના અન્ય ભાગોમાં પણ આગામી પાંચ દિવસ સુધી હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડવાની શક્યતાઓ છે.
આગાહી વચ્ચે બનાસકાંઠા સહિત ગુજરાતના મોટા ભાગોમાં વરસાદ શરૂ થઈ ગયો છે. જીલ્લામાં છેલ્લા 24 કલાકથી ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. પાલનપુર અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદ ચાલુ છે અને હજુ આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ટેકનોલોજી
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion