કોરોનાની ત્રીજી લહેરના એંધાણ, ગુજરાત સરકારના ક્યા મંત્રીએ આપ્યું નિવેદન?
રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરના એંધાણ વર્તાઇ રહ્યા હોવાનું નિવેદન ગુજરાત સરકારના સિનિયર મંત્રીએ આપ્યું છે.
ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરના એંધાણ વર્તાઇ રહ્યા હોવાનું નિવેદન ગુજરાત સરકારના સિનિયર મંત્રીએ આપ્યું છે. રાજ્યમાં વધી રહેલા કોરોનાના કેસને ધ્યાનનાં રાખીને ગુજરાતના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે ત્રીજી લહેરને લઈ સરકાર સજ્જ છે. સાથે જ રાજ્ય સરકારે એપ્લિકેશન તૈયાર કરી છે. આ એપ્લિકેશનથી નજીકની કઇ હોસ્પિટલમાં બેડ ખાલી છે તેની માહિતી મળશે. ઓક્સિજન બેડ સહિત તમામ માહિતી આ એપ્લિકેશનની મદદથી મળી રહેશે. અને નાગરિકોને હોસ્પિટલ શોધવા માટે અગવડ ના પડે તેવી વ્યવસ્થા કરાઈ છે.
બીજી તરફ દેશમાં વધતા કોરોના અને ઓમિક્રોનના વધતા સંક્રમણને લઈને કેંદ્ર સરકાર એક્શનમાં આવી છે. કેંદ્રીય ગૃહ વિભાગના સચિવે તમામ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખીને કડક પગલા ભરવાના આદેશ કર્યા છે. તમામ રાજ્યોને કોરોનાના વધતા કેસોને લઈને કડક પગલા ભરવાની સાથે જરૂર જણાય તો પ્રતિબંધો લગાવવા માટે પણ નિર્દેશ આપવામાં આવ્યા છે. તો સાથે જ રાજ્યમાં ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને વેક્સિનેશન વધારવા માટેના પણ નિર્દેશ આપવામાં આવ્યા છે. વધતા કોરોનાના કેસને લઈને મીડિયા બ્રિફિંગ માટે પણ સૂચનો આપવામા આવ્યા છે.
નોંધનીય છે કે અમદાવાદમાં સૌપ્રથમ કોરોનાના ઓમીક્રોન વેરીએંટથી સંક્રમિત થયેલો દર્દી સ્વસ્થ થયો હતો. મૂળ ખેડાનો દર્દી લંડનથી દુબઈ થઈને અમદાવાદ આવ્યો હતો. લંડનથી દુબઈ આવ્યા સુધીમાં RTCPR નેગેટિવ હતો. દુબઈથી અમદાવાદની ફલાઈટમાં આવતા સમયે સંક્રમિત થયા હતા.
આ પણ વાંચો........
હવે ખાવાનું ઓનલાઈન ઓર્ડર કરવું અને કપડાં ખરીદવા પડશે મોંઘા, 1 જાન્યુઆરીથી GSTના નિયમો બદલાશે
Government Scheme: કેન્દ્ર સરકાર આ લોકોને પૂરા 10,000 રૂપિયા આપી રહી છે, ખાતામાં સીધા આવશે રૂપિયા
SBI Recruitment: SBI 19 નિષ્ણાત કેડર અધિકારીઓની ભરતી કરશે, 13 જાન્યુઆરી સુધી અરજી કરી શકાશે