શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
મોદીના ગુજરાતમાં ક્યા જૂના મિત્રનું કોરોનાના કારણે થયું નિધન? મોદીએ ફોન કરીને પરિવારને શું કહ્યું ?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જૂના મિત્ર અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના જૂના સ્વયંસેવક રમણીકભાઈ ભાવસારનું બે દિવસ પહેલાં દુ:ખદ અવસાન થયું હતું.
![મોદીના ગુજરાતમાં ક્યા જૂના મિત્રનું કોરોનાના કારણે થયું નિધન? મોદીએ ફોન કરીને પરિવારને શું કહ્યું ? Which old friend of Modi died in Gujarat due to corona? મોદીના ગુજરાતમાં ક્યા જૂના મિત્રનું કોરોનાના કારણે થયું નિધન? મોદીએ ફોન કરીને પરિવારને શું કહ્યું ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/08/28160931/PM-Modi.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ઈડરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જૂના મિત્ર અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના જૂના સ્વયંસેવક રમણીકભાઈ ભાવસારનું બે દિવસ પહેલાં દુ:ખદ અવસાન થયું હતું. નરેન્દ્ર મોદીએ રમણિકબાઈના પરિવારને ફોન કરીને સાંત્વના પાઠવી હતી અને તેમની સાથેનાં જૂનાં સંસ્મરણો પણ તાજાં કર્યાં હતાં.
રમણીકભાઈને કોરોનાનો ચેપ લાગતાં તેમને સારવાર માટે દાખલ કરાયા હતા. જો કે કોરોના સામે લડવામાં નિષ્ફળ જતાં રમણીકભાઆ ભાવસારનું અવસાન થયું હતું છે. ભાવસાર પરિવાર માટે આ દુ:ખની ઘડીમાં નરેન્દ્ર મોદીએ રમણીકભાઈના પરિવારજનો સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી.
મોદીએ પરિવારજનોના ખબર અંતર પુછીને દુ:ખની ઘડીમાં હિંમત રાખવા જણાવ્યું હતું. મોદીએ પરિવારજનો સાથે રમણીક ભાવસાર સાથેની કેટલીક યાદગાર ક્ષણો વિશે પણ વાતચીત કરી હતી. મોદીના જૂના મિત્ર એવા રમણીકભાઈ ભાવસારનું ઈડરમાં સંઘના સ્વયંસેવક હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
દેશ
બોલિવૂડ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)