શોધખોળ કરો

Gift city: ગિફ્ટ સિટીમાં જાણો કોને મળશે દારુ પીવાની છૂટ, સરકારે જાહેર કર્યા સત્તાવાર નિયમો

ગિફ્ટ સિટીમાં દારુ પીવાની છૂટને લઈ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા સત્તાવાર નિયમો જાહેર કરવામાં આવ્યા છે. આ નિયમો અનુસાર, વાઈન એન્ડ ડાઈન ફેસેલિટીમાં જ છૂટ આપવામાં આવશે.

ગાંધીનગર: ગિફ્ટ સિટીમાં દારુ પીવાની છૂટને લઈ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા સત્તાવાર નિયમો જાહેર કરવામાં આવ્યા છે. આ નિયમો અનુસાર, વાઈન એન્ડ ડાઈન ફેસેલિટીમાં જ છૂટ આપવામાં આવશે. FL-3 લાઈસન્સની ફી 1 લાખ રુપિયા રહેશે. FL-3 લાયસન્સ લેવા માટે  સુપ્રિટેન્ડન્ટ પ્રોહીબિશન અને એક્સાઈઝમા એપ્લાય કરવાનું રહેશે. 

ગૃહ વિભાગ દ્રારા ગિફ્ટ સીટીમાં દારૂની છૂટછાટને લઈ સત્તાવાર નિયમો જાહેર કરવામાં આવ્યા છે. ગિફ્ટ સિટીમા વાઈન એન્ડ ડાઈન ફેસિલિટીમાં જ છૂટછાટ મળશે, FL-3 લાયસન્સ ધરાવનાર રેસ્ટોરન્ટ કે હોટલ્સ વિદેશી દારૂ પરમીટ લીકર શોપ અથવા અન્ય રાજ્યમાંથી ખરીદી શકશે.  FL-3 લાયસન્સની વાર્ષિક ફી 1 લાખ રહેશે, સિક્યુરીટી ડિપોઝીટ 2 લાખ રૂપિયા આપવાની રહેશે. 

Gift city: ગિફ્ટ સિટીમાં જાણો કોને મળશે દારુ પીવાની છૂટ, સરકારે જાહેર કર્યા સત્તાવાર નિયમો

ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (GIFT) ના વિસ્તારમાં કામ કરતા અથવા મુલાકાત લેતા (સત્તાવાર હેતુ માટે) વ્યક્તિઓ  ગુજરાત પ્રોહિબિશન એક્ટ, 1949 ની કલમ 40,40A અને 40B ની જોગવાઈઓ મુજબ અને   FL-3  ગુજરાત પ્રોહિબિશન એક્ટ, 1949ની કલમ 33, 34, 43 અને 58A ની જોગવાઈઓમાંથી પરવાનેદાર ( અધિનિયમ રુપમાં ઓળખવામાં આવે છે) અને બોમ્બેના નિયમો 5, 25, 63, 64, 64-A અને 64-Bની જોગવાઈ મુજબ દારુ પીવાની છૂટ આપવામાં આવશે. 

Gift city: ગિફ્ટ સિટીમાં જાણો કોને મળશે દારુ પીવાની છૂટ, સરકારે જાહેર કર્યા સત્તાવાર નિયમો

Gift city: ગિફ્ટ સિટીમાં જાણો કોને મળશે દારુ પીવાની છૂટ, સરકારે જાહેર કર્યા સત્તાવાર નિયમો

Gift city: ગિફ્ટ સિટીમાં જાણો કોને મળશે દારુ પીવાની છૂટ, સરકારે જાહેર કર્યા સત્તાવાર નિયમો

Gift city: ગિફ્ટ સિટીમાં જાણો કોને મળશે દારુ પીવાની છૂટ, સરકારે જાહેર કર્યા સત્તાવાર નિયમો

ગિફ્ટ સિટીમા વાઈન એન્ડ ડાઈન ફેસિલિટીમાં જ છૂટછાટ મળશે. વાઈન એન્ડ ડાઈનમાં લીકર પરમીટ હોલ્ડરને જ સર્વ કરવામાં આવશે.  લાયસન્સ 1 વર્ષ અને 5 વર્ષ માટે મળશે, લાયસન્સના સમય દરમિયાન બાકી રહેલા વાઈનનો જથ્થો પરત જમા કરાવવાનો રહેશે, FL-3 લાયસન્સની વાર્ષિક ફી 1 લાખ રહેશે, સિક્યુરીટી ડિપોઝીટ 2 લાખ રૂપિયા રહેશે, FL-3 લાયસન્સ ધરાવનાર રેસ્ટોરન્ટ કે હોટલ્સ વિદેશી દારૂ પરમીટ લીકર શોપ અથવા અન્ય રાજ્ય માંથી ખરીદી શકશે.  

Gift city: ગિફ્ટ સિટીમાં જાણો કોને મળશે દારુ પીવાની છૂટ, સરકારે જાહેર કર્યા સત્તાવાર નિયમો

લીકર એક્સેસ પરમીટ/ટેમ્પરરી પરમીટ મેળવવાની શરતો :- 

1) લીકર એકસેસ પરમીટ/ટેમ્પરરી પરમીટ મેળવનાર વ્યક્તિ 21 વર્ષથી વધુ વયના હોવા જોઇએ. 

2) લીકર એકસેસ પરમીટ મેળવતા પહેલાં સામેલ નમૂના મુજબ પ્રવર્તમાન કાયદા, નિયમોનું પાલન કરવા બાંહેધરી આપવાની રહેશે. 

3) લીકર પરમીટ મેળવનારે તેઓ જયારે ગીફટ સીટીમાંથી નોકરી છોડે તેના પછીના ચાલુ દિવસમાં પોતાની પરમીટ રદ કરવા માટે રજૂ કરી દેવી પડશે. 

4) લીકર એક્સેસ પરમીટ/ટેમ્પરરી પરમીટ ધારકે લીકર સેવન કર્યા બાદ પોતાની પરમીટ અને બીલ પોતાની પાસે રાખવાં પડશે. સક્ષમ સત્તાધિકારી તે પરમીટ તપાસવાની માંગણી કરે તો રજૂ કરવાની રહેશે. 

5) લીકર એકસેસ પરમીટધારક જ્યારે ટેમ્પરરી પરમીટધારક સાથે વાઇન એન્ડ ડાઇન ફેસીલીટીમા લઇને આવે ત્યારે સમગ્ર સમયગાળા દરમ્યાન ટેમ્પરરી પરમીટધારક સાથે રહેવાનુ રહેશે અને ટેમ્પરરી પરમીટ ધારકોને લીકર સેવન કર્યા અંગેનુ બીલ તમામને તેમના મોબાઇલ ઉપર ડીઝીટલી તાત્કાલિક મળે તે સુનિશ્ચિત કરવાનુ રહેશે. લીકર એકસેસ પરમીટ ધારકે પરમીટ પોતાની પાસે સુરક્ષિત રાખવાની રહેશે. જો પરમીટ ગુમ થાય અથવા તેમાં લખેલ નોંધનું લેખન અસ્વચ્છ થાય તો તુરંત નવી પરમિટ મેળવવાની કાર્યવાહી કરવાની રહેશે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Passport Ranking: વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટનું રેન્કિંગ જાહેર,ભારતને આંચકો, જાણો પાકિસ્તાનની સ્થિતિ

Cold Wave: ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું, નલિયામાં રેકોર્ડબ્રેક 3.4 ડિગ્રી તાપમાન, આ 8 શહેરો પણ ઠૂંઠવાયા

Bigg Boss 18: ધનશ્રી સાથેના છૂટાછેડાની અફવાઓ વચ્ચે યુઝવેન્દ્ર ચહલ બિગ બોસ 18માં જોવા મળશે? સાથે આ ધાકડ ક્રિકેટ પણ કરશે એન્ટ્રી!

Yuzvendra Chahal: 'મિસ્ટ્રી ગર્લ' સાથે જોવા મળ્યો યુઝવેન્દ્ર ચહલ! બીજી તરફ, ધનશ્રી વર્માએ છૂટાછેડાની અફવાઓ પર તોડ્યું મૌન

ABP Premium

વિડિઓઝ

Dwarka:મંદિરમાં આજે વહેલી સવારે મંગળા આરતી કરવા ઉમટી ભક્તોની ભારે ભીડHMPV Virus: Ahmedabad: વાયરસને લઈને શાળાઓમાં એડવાઈઝરી જાહેર, શરદી ખાંસી હોય તો ન મોકલશો શાળાએSagar Patel:‘મને કાજલ બેને કાનમાં ગાળો દીધી.. સિંગર સાગર પટેલ થયા ભાવુક Watch VideoWildfires in Los Angeles: અમેરિકાના લોસ એન્જલસમાં લાગી ભીષણ આગ,પાંચના મોત, 70,000નું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Passport Ranking: વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટનું રેન્કિંગ જાહેર,ભારતને આંચકો, જાણો પાકિસ્તાનની સ્થિતિ
Passport Ranking: વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટનું રેન્કિંગ જાહેર,ભારતને આંચકો, જાણો પાકિસ્તાનની સ્થિતિ
Cold Wave: ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું, નલિયામાં રેકોર્ડબ્રેક 3.4 ડિગ્રી તાપમાન, આ 8 શહેરો પણ ઠૂંઠવાયા
Cold Wave: ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું, નલિયામાં રેકોર્ડબ્રેક 3.4 ડિગ્રી તાપમાન, આ 8 શહેરો પણ ઠૂંઠવાયા
Bigg Boss 18: ધનશ્રી સાથેના છૂટાછેડાની અફવાઓ વચ્ચે યુઝવેન્દ્ર ચહલ બિગ બોસ 18માં જોવા મળશે? સાથે આ ધાકડ ક્રિકેટ પણ કરશે એન્ટ્રી!
Bigg Boss 18: ધનશ્રી સાથેના છૂટાછેડાની અફવાઓ વચ્ચે યુઝવેન્દ્ર ચહલ બિગ બોસ 18માં જોવા મળશે? સાથે આ ધાકડ ક્રિકેટ પણ કરશે એન્ટ્રી!
Yuzvendra Chahal: 'મિસ્ટ્રી ગર્લ' સાથે જોવા મળ્યો યુઝવેન્દ્ર ચહલ! બીજી તરફ, ધનશ્રી વર્માએ છૂટાછેડાની અફવાઓ પર તોડ્યું મૌન
Yuzvendra Chahal: 'મિસ્ટ્રી ગર્લ' સાથે જોવા મળ્યો યુઝવેન્દ્ર ચહલ! બીજી તરફ, ધનશ્રી વર્માએ છૂટાછેડાની અફવાઓ પર તોડ્યું મૌન
Fact Check: નુપુર શર્માનો જૂનો વીડિયો દિલ્હી ચૂંટણી પ્રચાર સાથે જોડીને વાયરલ

General Knowledge: ભારત સહિત આ દેશોમાં થાય છે EVMથી ચૂંટણી, કેટલાક દેશોએ લગાવ્યો છે પ્રતિબંધ

Lifestyle: કેકમાં વપરાતું એસેન્સ પીવાથી 3  લોકોના મોત, જાણો તમારા માટે કેટલું જોખમી છે

Aadhar Photo: શું તમે આધાર કાર્ડમાં વારંવાર ફોટો બદલી શકો છો? જાણી લો નિયમ

Embed widget