ડીસા-થરાદ હાઈવે પર લક્ઝરી બસ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત, મહિલાનું મોત
ડીસા-થરાદ હાઈવે પર લક્ઝરી બસ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો છે. આગથળા નજીક ટ્રેક્ટર અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત થતા અફરા તફરી મચી ગઈ હતી. ટ્રેક્ટરમાં સવાર એક મહિલાનું ઘટના સ્થળે મોત થયું છે
બનાસકાંઠા: ડીસા-થરાદ હાઈવે પર લક્ઝરી બસ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો છે. આગથળા નજીક ટ્રેક્ટર અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત થતા અફરા તફરી મચી ગઈ હતી. ટ્રેક્ટરમાં સવાર એક મહિલાનું ઘટના સ્થળે મોત થયું છે. આ ઉપરાંત ટ્રેક્ટરમાં સવાર અન્ય લોકોને ઈજા પહોંચી છે. ડીસા તરફથી આવતી લક્ઝરી બસ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતા જ આગથળા પોલીસ પહોંચી ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી.
ખેડૂતો માટે સૌથી મોટા રાહતના સમાચાર
હવામાન વિભાગ તરફથી રાજ્યના ખેડૂતો માટે સૌથી મોટા રાહતના સમાચાર મળી રહ્યાં છે. રાજ્યમાં હવે એક મહિનાથી પણ ઓછા સમયમાં રાહત મળી શકે છે. ગુજરાતમાં આ વર્ષે સામાન્યથી વહેલા ચોમાસાના આગમનની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં 10 જુનથી 15 જુનની આસપાસ ચોમાસાનું આગમન થઈ જાય તેવી શક્યતા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર નૈઋત્યના ચોમાસાએ સોમવારે ભારતમાં આગમન કરી લીધુ છે. જેમાં બંગાળની ખાડીના કેટલાક, જ્યારે અંદમાન-નિકોબાર ટાપુનો સમાવેશ થાય છે. પ્રી-મોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે આગામી ચાર પાંચ દિવસમાં કેરળ, કર્ણાટકના દરિયાઈ વિસ્તાર તેમજ મેઘાલય, આસામ, અરૂણાચલ પ્રદેશમાં વરસાદ વરસી શકે છે.
આ ઉપરાંત ઉત્તર-પશ્ચિમ તેમજ મધ્ય ભારતમાં ગરમીની તિવ્રતા ઘટવાનું પણ શરૂ થઈ જશે. કેરળમાં 27 મેથી એક જુનની વચ્ચે સત્તાવાર રીતે નૈઋત્યના ચોમાસાનું આગામન થાય તેવી સંભાવના છે. આ સ્થિતિમાં દક્ષિણ ગુજરાતમાં દસથી 15 જુન વચ્ચે અને 15થી 20 જુનની વચ્ચે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસાનું આગમન થઈ શકે છે. માત્ર કચ્છને જૂનના અંત સુધી ચોમાસાની રાહ જોવી પડશે.
રાજ્યમાં આગામી ત્રણ દિવસ ગરમીનો પ્રકોપ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. પવનની દિશા બદલાતા રાજ્યમાં ગરમીનો પારો વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે. તો ગરમીને પગલે અમદાવાદમાં આજે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તો બે દિવસ બાદ રાજ્યભરમાં ઓરેંજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મોટા ભાગના વિસ્તારોમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર થવાની શક્યતા છે. તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમી વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે.