શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ચોટીલાઃ મૂળીના યુવક-યુવતીને બંધાયા સંબંધ, ફરવા ચોટીલા આવ્યાં ને ગેસ્ટ હાઉસમાં રાત રોકાયાં પછી.....
રાત્રીના સમયે પ્રેમી દિનેશ પાણીની બોટલ લેવા ગેસ્ટ હાઉસ બહાર ગયો ત્યારે રાજુબેને પોતાની ચુંદડી પંખા સાથે બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો.
![ચોટીલાઃ મૂળીના યુવક-યુવતીને બંધાયા સંબંધ, ફરવા ચોટીલા આવ્યાં ને ગેસ્ટ હાઉસમાં રાત રોકાયાં પછી..... Woman suicide in Chotila Guest house ચોટીલાઃ મૂળીના યુવક-યુવતીને બંધાયા સંબંધ, ફરવા ચોટીલા આવ્યાં ને ગેસ્ટ હાઉસમાં રાત રોકાયાં પછી.....](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/09/08104849/Ahmedabad.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ચોટીલાઃ એક આંચકાજનક ઘટનામાં રવિવારે રાત્રે ચોટીલા હાઈવે પરના નગીન ગેસ્ટ હાઉસમાં એક યુવતીએ આપઘાત કરી લીધો હતો. યુવતી પોતાના પ્રેમી સાથે ગેસ્ટ હાઉસમાં આવી હતી. બંને રાત્રે ગેસ્ટ હાઉસમાં રોકાયાં હતાં. પ્રેમી પાણીની બોટલ લેવા બહાર ગયો ત્યારે પ્રેમીકાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
ચોટીલા પોલીસ સ્ટેશને આપેલી માહિતી પ્રમાણે મૂળી તાલુકાના ભેટ ગામે રહેતા દિનેશ સોમાભાઈ ધણાદીયા અને રાજુબેન બાબુભાઈ ડુમાણીયા વચ્ચે પ્રેમ સંબંધ હતા. બંને ચોટીલા ફરવા આવ્યાં હતાં અને રાત થઈ જતા નગીન ગેસ્ટ હાઉસમાં રોકાઈ ગયાં હતાં.
રાત્રીના સમયે પ્રેમી દિનેશ પાણીની બોટલ લેવા ગેસ્ટ હાઉસ બહાર ગયો ત્યારે રાજુબેને પોતાની ચુંદડી પંખા સાથે બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો. આ બનાવ અંગે પ્રેમી દિનેશે પ્રેમિકાના પરીવારને જાણ કરતાં યુવતીનો ભાઈ ભરત બાબુભાઈ પરીવાર સાથે ચોટીલા નગીન ગેસ્ટ હાઉસ ઉપર આવી ગયા હતા.
યુવતીના પરિવારે પોલીસને જણા કરતાં પોલીસ પણ આવી પહોંચી હતી. પોલીસે રાજુબેનના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ચોટીલા સરકારી હોસ્પિટલે મોકલીને તપાસ હાથ ધરી છે. આ ઘટનામાં નગીન ગેસ્ટ હાઉસના સંચાલકે યુવતીનું ઓળખકાર્ડ લીધા વગર રૂમ આપ્યો હતો તેથી સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
![ચોટીલાઃ મૂળીના યુવક-યુવતીને બંધાયા સંબંધ, ફરવા ચોટીલા આવ્યાં ને ગેસ્ટ હાઉસમાં રાત રોકાયાં પછી.....](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/08/12110522/GIrl.jpg)
![ચોટીલાઃ મૂળીના યુવક-યુવતીને બંધાયા સંબંધ, ફરવા ચોટીલા આવ્યાં ને ગેસ્ટ હાઉસમાં રાત રોકાયાં પછી.....](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/07/07093217/Girl2.jpg)
![ચોટીલાઃ મૂળીના યુવક-યુવતીને બંધાયા સંબંધ, ફરવા ચોટીલા આવ્યાં ને ગેસ્ટ હાઉસમાં રાત રોકાયાં પછી.....](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/07/07093223/Girl3.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ક્રિકેટ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)