
(Source: ECI/ABP News/ABP Majha)
પતિની ગેરહાજરીમાં પત્નીએ પ્રેમીને રાત્રે ઘરે બોલાવ્યો, ઘરમાં પ્રવેશતા જ....
જૂનાગઢ શહેરમાં પ્રેમીને ખૂબ જ કડવો અનુભવ થયો છે. પતિ નાઈટ શિફ્ટમાં નોકરી કરવા ગયાનું કહી પત્નીએ પ્રેમીના રાત્રે ઘરે મળવા માટે બોલાવ્યો હતો.

જૂનાગઢ: જૂનાગઢ શહેરમાં પ્રેમીને ખૂબ જ કડવો અનુભવ થયો છે. પતિ નાઈટ શિફ્ટમાં નોકરી કરવા ગયાનું કહી પત્નીએ પ્રેમીના રાત્રે ઘરે મળવા માટે બોલાવ્યો હતો. પરણીત પ્રેમીકાએ પ્રેમી યુવકને રાત્રે ઘરે બોલાવ્યો હતો. પરણીતાએ પ્રેમીને ઘરે બોલાવ્યા બાદ પતિ સહિતના પાંચ શખ્સોએ યુવકના હાથપગ બાંધી માર મારતા પાંચ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. યુવકને શરીરમાં દુખાવો થતા સારવાર અર્થ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સમગ્ર બનાવ મામલે પાંચ લોકો સામે પોલીસ ફરિયાદ નોંઘાઈ છે. યુવકને પાંચ લોકો દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હતો. આ મામલે યુવકે પાંચ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ સમગ્ર કેસમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. યુવક રાત્રે ઘરના રુમમાં જતા પતિ અન્ય લોકો સાથે હાજર હતો. દરવાજો બંધ કરી યુવકને સવાર સુધી માર માર્યો હતો. હાથ પગ બાંધી ઢીકા પાટુનો માર મારવામાં આવ્યો હતો.
જૂનાગઢ શહેરમાં પતિ નાઈટ શિફ્ટમાં નોકરી કરવા ગયાનું કહી પત્નીએ પ્રેમીના રાત્રે ઘરે મળવા માટે બોલાવ્યો હતો. આ પ્રેમી યુવક માંગરોળથી પ્રેમીકાને મળવા માટે જૂનાગઢ આવ્યો હતો. યુવકને પરીણીત મહિલા સાથે બે મહિનાથી પ્રેમ સંબંધ હોય તેને મળવા જૂનાગઢ આવ્યો હતો. પ્રેમીકાએ પતિ નાઈટ શિફ્ટમાં નોકરીમાં ગયા હોય તમે મળવા આવો તેમ કહેતા યુવક પ્રેમીકાને મળવા પહોંચ્યો હતો. યુવક રાત્રે ઘરના રુમમાં જતા પતિ અન્ય લોકો સાથે હાજર હતો. દરવાજો બંધ કરી યુવકને સવાર સુધી માર માર્યો હતો. હાથ પગ બાંધી ઢીકા પાટુનો માર મારવામાં આવ્યો હતો. કમરના પટ્ટા પડે યુવકને જોરદાર માર મારવામાં આવ્યો હતો. આ સાથે જ યુવક જો પોલીસ ફરિયાદ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી.
આ સમગ્ર બનાવ મામલે યુવકના પરિવારને રાત્રે જાણ કરી રાતોરાત જૂનાગઢ બોલાવી સવારે તેના માતાપિતાને સોંપવામાં આવ્યો હતો અને તેને સમજાવી દેજો નહીંતર મારીને ફેંકી દેશું તેવી ધમકી આપવામાં આવી હતી. યુવકને શરીરમાં દુખાવો થતા સારવાર અર્થ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સમગ્ર બનાવ મામલે પાંચ લોકો સામે પોલીસ ફરિયાદ નોંઘાઈ છે.પોલીસે આ કેસમાં ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી

