પહલગામ હુમલાના વિશેષ સત્રમાં CM ઓમર અબ્દુલાએ મૃતકોના વાંચ્યા નામ, થયા ભાવુક, કહ્યાં આ શબ્દો
Omar Abdullah Speech: જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ વિધાનસભામાં કહ્યું કે, કોઈ પણ કાશ્મીરી હુમલો ઈચ્છતો નથી. 21 વર્ષ પછી મેં આવા હુમલો પહેલી વખત જોયા. અમારી પાસે માફી માંગવા માટે શબ્દો નથી.

Omar Abdullah Speech: જમ્મુ અને કાશ્મીર વિધાનસભાએ સર્વસંમતિથી પહેલગામ આતંકી હુમલાની નિંદા કરી હતી. વિશેષ સત્ર દરમિયાન નિંદા પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપતાં મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાએ કહ્યું, "હું વિશ્વાસ કરી શકતો નથી કે અમે થોડા દિવસો પહેલા આ ગૃહમાં હતા." જેમાં બજેટ અને અન્ય અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. છેલ્લા દિવસે અમે ચા પીતા હતા અને વિચારતા હતા કે આગામી સત્ર કાશ્મીરમાં હશે. ત્યારે કોઈએ વિચાર્યું ન હતું કે આપણે અહીં આ વાતાવરણમાં મળવાનું થશે.
ઓમર અબ્દુલ્લાએ કહ્યું, "હું લેફ્ટનન્ટ ગવર્નરનો આભાર માનવા માંગુ છું કે જેમણે અમારી વિનંતી પર આ સત્ર બોલાવ્યું. આ હુમલા પછી જ્યારે અમારી કેબિનેટે બેઠક બોલાવી ત્યારે નિર્ણય લેવામાં આવ્યો કે, અમે ઉપરાજ્યપાલને એક દિવસનું સત્ર બોલાવવા માટે વિનંતી કરીશું. આ સત્ર એટલા માટે બોલાવવામાં આવ્યું કારણ કે ન તો સાંસદો અને ન તો અન્ય કોઈ રાજ્યની વિધાનસભા તે લોકોના દર્દ અને વેદનાને એટલી સમજે છે જેટલી આ જમ્મુ અને કાશ્મીરની વિધાનસભા સમજે છે."
તેણે કહ્યું, "સ્પીકર સાહેબ, તમારી આસપાસ જુઓ, તમારી આસપાસ એવા લોકો બેઠા છે જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે. અહીં કોઈએ તેના પિતા ગુમાવ્યા છે, કોઈએ તેના કાકા ગુમાવ્યા છે. અમારામાંથી કેટલા લોકો પર હુમલો થયો છે.
#PahalgamTerrorAttack | J&K CM Omar Abdullah says, "I will not use this moment to demand statehood. After Pahalgam, with what face can I ask for statehood for Jammu and Kashmir? Meri kya itni sasti siyasat hai? We have talked about statehood in the past and will do so in the… pic.twitter.com/kZqXSRxLmY
— ANI (@ANI) April 28, 2025
ઓમર અબ્દુલ્લા ભાવુક થઈ ગયા
તેમણે ભાવુક થઈને કહ્યું, “મુખ્યમંત્રી અને પ્રવાસન મંત્રી તરીકે અમે લોકોને અહીં આવવા આમંત્રણ આપ્યું હતું. યજમાન હોવાના કારણે દરેકને અહીંથી સલામત રીતે મોકલવાની જવાબદારી મારી હતી. મોકલી શક્યા નહીં. માફી માગવાના શબ્દો નથી. હું શું કહું તેમને? નાના બાળકોને... જેમણે પોતાના પિતાને લોહીથી લથપથ જોયા હતા. એ નેવી ઓફિસરની વિધવાને કે જેમના થોડા દિવસ પહેલા જ લગ્ન થયા હતા.





















