શોધખોળ કરો

કોરોનાની સારવારના મુદ્દે ઈન્ડિયન મેડિકલ એસોસિએશને મોદી સરકારને શું ફેંક્યો મોટો પડકાર ?

કેન્દ્રના આરોગ્ય મંત્રી પોતે એલોપથીના ડોક્ટર છે છતાં તેમણે અથવા તેમના વિભાગના કોઈપણ સભ્યે કોરોનાનો ભોગ બન્યા પછી અલોપથીના બદલે યોગ અને આયુર્વેદથી સારવાર મેળવી છે કે નહીં તે પણ જાહેર કરે.

નવી દિલ્લીઃ કેન્દ્રની રેન્દ્ર મોદી સરકારના આરોગ્ય મંત્રાલયે કોરોનાની સારવારમાં યોગ અને આયુર્વેદ અસરકારક હોવાનો દાવો કર્યો છે. કોરોનાની સારવાર માટે મોદી સરકારના આરોગ્ય મંત્રાલયે દેશવ્યાપી પ્રોટોકોલ પણ જાહેર કર્યો છે. મોદી સરકારની જાહેરાત સામે ઈન્ડિયન મેડિકલ એસોસિએશને વાંધો લઈને સરકારને પડકાર ફેંક્યો છે કે, યોગ અને આયુર્વેદની સારવારથી કોરોનાગ્રસ્તને લાભ થયો હોય તો તેના તમામ પુરાવા જાહેર કરે. આઈએમએએ માગ કરી છે કે, કેન્દ્રના આરોગ્ય મંત્રી પોતે એલોપથીના ડોક્ટર છે છતાં તેમણે અથવા તેમના વિભાગના કોઈપણ સભ્યે કોરોનાનો ભોગ બન્યા પછી અલોપથીના બદલે યોગ અને આયુર્વેદથી સારવાર મેળવી છે કે નહીં તે પણ જાહેર કરે. કોરોના વાયરસની સારવારમાં કેન્દ્ર સરકારે સત્તાવાર રીતે આયુર્વેદ અને યોગનો સમાવેશ કર્યો છે. મંગળવારે કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોનાની સારવાર માટે યોગ અને આયુર્વેદ આધારિત પ્રોટોકોલ જાહેર કર્યો હતો. જો કે યોગ અને આયુર્વેદથી કઈ રીતે કોવિડના દર્દીને રાહત મળે છે તેના કોઈ નક્કર પુરાવા જ અપાયાં નથી તેના કારણે મેડિકલ એસોસિએશને સરકાર સામે પડકાર ફેંક્યો છે. મોદી સરકાર દ્વારા યોગમાં કોને કેટલો ફાયદો થયો, કયા સ્ટેજ પરના દર્દી પર શું લાભ થયો તે વિશે પણ ફોડ પડાયો નથી. આ કારણે ઈન્ડિયન મેડિકલે સવાલ ઉઠાવ્યો છે કે, આયુર્વેદ અને યોગથી કોરોનામાં ફાયદો થયા અંગે ડબલ બ્લાઈન્ડ કંટ્રોલ સ્ટડી થયા છે? આ સ્ટડી થયા હોય તો તેના પુરાવા નબળા, સામાન્ય કે મજબુત, કેવા પ્રકારના મળ્યા? જો યોગ અને આયુર્વેદથી માઈલ્ડ કોરોનામાં પણ લાભ થતો હોય તો આખા દેશમાં કોરોનાની સારવાર એલોપથીને નહીં પણ આયુષ પદ્ધતિને જ સોંપી કેમ નથી દેવાતી? મેડિકલ એસોસિએશને માગણી પણ કરી છે કે, આ તમામ પુરાવાની વૈજ્ઞા।નિક ચકાસણી થાય તે માટે તેમને જાહેર કરવા જોઈએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Bhavnagar: ભાવનગરમાં ચકચારી ઘટના, જુગારધામ પર પોલીસ દરોડા દરમિયાન ભાગવા જતાં 3 યુવકો કૂવામાં ખાબક્યા, ત્રણેયના મોત
Bhavnagar: ભાવનગરમાં ચકચારી ઘટના, જુગારધામ પર પોલીસ દરોડા દરમિયાન ભાગવા જતાં 3 યુવકો કૂવામાં ખાબક્યા, ત્રણેયના મોત
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Post Office ની આ સ્કીમ છે ગજબ, માત્ર વ્યાજથી થશે ₹4.50 લાખની કમાણી, સમજો કેલક્યુલેશન
Post Office ની આ સ્કીમ છે ગજબ, માત્ર વ્યાજથી થશે ₹4.50 લાખની કમાણી, સમજો કેલક્યુલેશન
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
Embed widget