Corona: ચીનમાં 10 કરોડ લોકો કોરોનાથી સંક્રમિત, 10 લાખ દર્દીઓના મોત, ભારતીય ડોક્ટરે કર્યો દાવો
COVID-19: સફદરજંગ હોસ્પિટલના પલ્મોનરી મેડિસિનના એચઓડી ડૉ. નીરજ કુમાર ગુપ્તાએ દાવો કર્યો છે કે ચીનમાં કોરોનાને કારણે 10 લાખ લોકોના મોત થયા છે.
COVID in China: ચીનમાં કોરોના રોગચાળો સતત હાહાકાર મચાવી રહ્યો છે. હોસ્પિટલોના શબઘરમાં મૃતદેહોના ઢગલા પડ્યા છે. અંતિમ સંસ્કારના સ્થળો પર પણ મૃતદેહોના ઢગલા જોવા મળે છે. જો કે ચીન કોરોનાને કારણે મૃત્યુની સંખ્યા ખૂબ ઓછી હોવાનું જણાવી રહ્યું છે. આ દરમિયાન એક ભારતીય ડોક્ટરે દાવો કર્યો છે કે ચીનમાં કોરોનાથી 10 કરોડ લોકો સંક્રમિત થયા છે અને 10 લાખ દર્દીઓના મોત થયા છે.
ચીનમાં લગભગ 10 કરોડ લોકોને કોરોનાનો ચેપ લાગ્યો
દિલ્હીની સફદરજંગ હોસ્પિટલના પલ્મોનરી મેડિસિનના એચઓડી ડૉ. નીરજ કુમાર ગુપ્તાએ કહ્યું કે ગાણિતિક ગણતરીના આધારે અમારું અનુમાન છે કે ચીનમાં લગભગ 10 કરોડ લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે. 50 લાખ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા જેમાંથી 10 લાખ દર્દીઓના મોત થયા છે.
Somewhere near a Chinese Hospital 😳 #ChinaCovidCases #ChinaCovid pic.twitter.com/K48KV8Rh9p
— 5star (@Ak_bh2047) December 22, 2022
ભારત કોરોના માટે તૈયાર છે
ડૉ.નીરજ ગુપ્તાએ કહ્યું કે ચીન અત્યારે એ જ તબક્કામાં છે જેમાંથી ભારત પસાર થયું હતું. ભારત પાસે હવે કોરોના વાયરસ સામે લડવાનો વધુ અનુભવ છે. આપણે કોરોના રોગચાળાની ત્રણ લહેરનો સામનો કરી ચુક્યું છે. બીજી લહેર વધુ ગંભીર ડેલ્ટા વેરિઅન્ટની હતી. ત્રીજી લહેર ઓમિક્રોન વેરિઅન્ટની હતી. ઓમિક્રોન ઓછું ગંભીર પરંતુ વધુ ચેપી પ્રકાર છે. ભારત કોરોના સામે લડવા માટે વધુ સારી રીતે તૈયાર છે. બીજી તરફ ચીનના લોકોમાં કોરોના વાયરસ સામે રોગપ્રતિકારક શક્તિ ઓછી હતી. ચીને રોગચાળાને રોકવા માટે કડક લોકડાઉનની નીતિ અપનાવી હતી. આ કારણે વસ્તીનો મોટો ભાગ ચેપથી બચી ગયો હતો જો કે લોકડાઉનમાં છૂટ મળતાની સાથે જ ત્યાં સ્થિતિ વધુ ગંભીર બની ગઈ છે.
Look at the funeral home four kilometers south of #Chongqing, the view here is also horrifying.#chinacovid #CCP #Chinafever #ChinaCovidCases #Chinese#ZeroCOVIDpolicy #COVID19 #CCPChina #chinacovid #China #CovidIsNotOver #OmicronVariant #ZeroCovidPolicy#ChinaProtests pic.twitter.com/W2fQbL8t45
— Sujit Gupta (@sujitnewslive) December 22, 2022
ચીનથી આવતા તમામ મુસાફરો માટે RT-PCR ટેસ્ટ કરવામાં આવશે
ભારત સરકારે નિર્ણય લીધો છે કે ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, હોંગકોંગ અને થાઈલેન્ડથી આવતા તમામ મુસાફરોએ RT-PCR ટેસ્ટ કરાવવો પડશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે, જો આ દેશોમાં આવનાર કોઈ મુસાફર કોરોના પોઝિટિવ જણાય અથવા તેનામાં કોરોનાના લક્ષણો દેખાય તો તેને ક્વોરેન્ટાઈન કરવામાં આવશે. આ દેશોમાંથી આવતા મુસાફરોએ તેમના સ્વાસ્થ્યની સ્થિતિ જાહેર કરવા માટે 'એર સુવિધા' ફોર્મ ભરવું ફરજિયાત રહેશે.