શોધખોળ કરો
મુંબઇ એરપોર્ટ પર તૈનાત CISFના 11 જવાનને થયો કોરોના, 142 જવાનને ક્વોરેન્ટાઇન રખાયા
ભારતમાં કોરોના વાયરસના મોટાભાગના કેસ વિદેશથી આવેલા છે અથવા તો તેમના સંપર્કમાં આવ્યા છે. સૌ પ્રથમ સ્ક્રીનિંગની શરૂઆત દેશમાં એરપોર્ટ પર શરૂ થઇ હતી

મુંબઇઃ ભારતમાં કોરોના વાયરસના મોટાભાગના કેસ વિદેશથી આવેલા છે અથવા તો તેમના સંપર્કમાં આવ્યા છે. સૌ પ્રથમ સ્ક્રીનિંગની શરૂઆત દેશમાં એરપોર્ટ પર શરૂ થઇ હતી. હવે એરપોર્ટની સુરક્ષામાં તૈનાત કેન્દ્રિય ઔધોગિક સુરક્ષા બળના (CISF)ના જવાનોનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો હતો. મુંબઇના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તૈનાત સીઆઇએસએફના 11 જવાન કોરોના વાયરથી સંક્રમિત થયા હતા. છેલ્લા કેટલાક દિવસોમાં કુલ 142 જવાનોને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. 142માંથી 4 જવાનોને ગુરુવારે કોરોના પોઝિટીવ આવ્યો હતો. જ્યારે આજે સાત જવાનોનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો હતો.
વધુ વાંચો





















