શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
દિલ્હીના તમામ જિલ્લા રેડ ઝોનમાં, સરકારે કહ્યું- લોકડાઉનમાં કોઈ છૂટ નહી
રાજધાની દિલ્હીને રેડ ઝોનમાં રાખવામાં આવી છે. એટલે અહીં 4 મેથી 17 મે દરમિયાન કોઈપણ વિસ્તારમાં છૂટ નહી આપવામાં આવે.
નવી દિલ્હી: લોકડાઉનના ત્રીજા તબક્કામાં દેશને ત્રણ ઝોનમાં વહેંચવામાં આવ્યો છે. રેડ ઝોન,ઓરેન્જ અને ગ્રીન. ઝોનના હિસાબે લોકડાઉનમાં રાહત આપવામાં આવશે. રાજધાની દિલ્હીને રેડ ઝોનમાં રાખવામાં આવી છે. એટલે અહીં 4 મેથી 17 મે દરમિયાન કોઈપણ વિસ્તારમાં છૂટ નહી આપવામાં આવે. કારણ કે જિલ્લાના આધાર પર વિસ્તારને વહેંચવામાં આવ્યા છે.
દિલ્હી સરકારે જાણકારી આપતા કહ્યું કે દિલ્હીના તમામ જિલ્લા 17 મે સુધી રેડ ઝોનમાં રહેશે. સ્વાસ્થ્ય મંત્રી સત્યેંદ્ર જૈને કહ્યું કે આગામી બે અઠવાડીયા સુધી આ તમામ જિલ્લાઓમાં કોઈપણ પ્રકારની છૂટ ન આપવાનો વિચાર કરવામાં આવ્યો છે. અમે લોકો બીજા રાજ્યો સાથે પણ વાતચીત કરી રહ્યા છીએ, જે રાજ્યના નાગરિકોને પરત મોકલવાના છે તેને લઈ ખાસ ટ્રેનનો અનુરોધ કરશું. અમે મેડિકલ સહયોગ આપશું.
તેમણે આગળ કહ્યું કે, કોટામાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓની પરત લાવવાને લઈ અમે વાત કરી રહ્યા છીએ. અમે કોટા માટે બસો મોકલી છે. સત્યેંદ્ર જૈને કહ્યું, આઝાદપુર મંડીમાં 24 કલાક કામ કરવામાં આવી રહ્યું છે જેનાથી ત્યાં એક સાથે વધારે લોકો એકઠા ન થાય. પ્લાઝ્મા થેરેપીના પ્રથમ દર્દી ડિસ્ચાર્જ થયા છે, જે અમારા માટે સારી વાત છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion