શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
COVID 19: કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 21700 થઈ, 686 લોકોના મોત, 4325 દર્દી સ્વસ્થ થયા
દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા આજે વધીને 21700 થઈ છે. જેમાંથી 686 લોકોના મોત થયા છે, જ્યારે 4325 લોકો સ્વસ્થ થયા છે.
નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા આજે વધીને 21700 થઈ છે. જેમાંથી 686 લોકોના મોત થયા છે, જ્યારે 4325 લોકો સ્વસ્થ થયા છે. રાજ્યોની વાત કરવામાં આવે તો મહારાષ્ટ્ર સૌથી વધુ પ્રભાવિત છે. અહીં 5652 લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે. 269 લોકોના મોત થયા છે, જ્યારે 789 દર્દીઓ સ્વસ્થ થયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું કે પહેલા એવા 4 જિલ્લા હતા જ્યાં છેલ્લા 28 દિવસમાં કોઈ કેસ નહોતા આવ્યા, હવે જિલ્લાઓની સંખ્યા વધીને 12 થઈ ગઈ છે. દેશમાં 78 એવા જિલ્લા છે જ્યાં છેલ્લા 14 દિવસથી કોઈ કેસ નથી નોંધાયો.
એક અધિકારીએ જણાવ્યું કે લોકડાઉનનો એક મહિનો પૂર્ણ થઈ રહ્યો છે. આપણે ટ્રાન્સમિશનને રોકવામાં અને ડબલિંગ રેટનો ઓછો કરવામાં સફળ રહ્યા. જ્યાં એક મહિના પહલા કુલ ટેસ્ટમાંથી આશરે 4.5 ટકા પોઝિટિવ કેસ આવી રહ્યા હતા. આજે પણ એજ ગુણોત્તર છે.
આંધ્રપ્રદેશ- 813, અંદમાન નિકોબાર-18, અરૂણાચલ પ્રદેશ-1, આસામ-35, બિહાર-143, ચંદીગઢ-27, છત્તીસગઢ-36, દિલ્હી-2248, ગોવા-7, ગુજરાત- 2407, હરિયાણામાં-252, હિમાચલ પ્રદેશ -40, જમ્મુ કાશ્મીર-407, ઝારખંડ-49, કર્ણાટક- 427, કેરળ-438, લદાખ-18, મધ્યપ્રદેશ-1592, મહારાષ્ટ્ર- 5652, મણિપૂર-2, મેઘાલય-12, મિઝોરમ-1, ઓડિશા-83, પોંડીચેરી-7, પંજાબ-251, રાજસ્થાન-1890, તમિલનાડુ-1629, તેલંગણા-945, ત્રિપુરા-2, ઉત્તરાખંડ-46, ઉત્તર પ્રદેશ-1449 અને પશ્ચિમ બંગાળ-456 દર્દીઓ કોરનાથી સંક્રમિત છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion