ઇટાલીથી આવેલી ફ્લાઇટમા કોરોના વિસ્ફોટ, 182માંથી 125 મુસાફરો નીકળ્યા કોરોના પોઝિટીવ
પંજાબના અમૃતસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇટાલીથી ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં 100 લોકો કોરોના પોઝિટીવ નીકળ્યા હતા.
પંજાબના અમૃતસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇટાલીથી ફ્લાઇટમાં 125 લોકો કોરોના પોઝિટીવ નીકળ્યા હતા. એક રિપોર્ટ અનુસાર, તેમાંથી 182 લોકો સવાર હતા. તમામ લોકોને અમૃતસરમા ક્વોરેન્ટાઇન કરાયા છે. દેશમાં કોરોના વાયરસ ઝડપથી વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 90 928 નવા કેસ મળ્યા છે. તે સિવાય 325 લોકોનું કોરોનાના કારણે મોત થયું છે. આ તમામ મુસાફરો અમૃતસર એરપોર્ટ પર પહોંચ્યા હતા. આ જાણકારી એરપોર્ટ ડિરેક્ટર વીકે સેઠીએ આપી છે.
એક રિપોર્ટ અનુસાર અગાઉ એવા અહેવાલ હતા કે ફ્લાઇટ એર ઇન્ડિયાની છે. જોકે, એર ઇન્ડિયાએ આ વાતનું ખંડન કરતા કહ્યું કે હાલમાં રોમથી એર ઇન્ડિયાની કોઇ ફ્લાઇટ ભારત આવતી નથી.
Correction | 125 passengers of an international chartered flight from Italy have tested positive for Covid-19 on arrival at Amritsar airport. Total passengers on the flight were 179: VK Seth, Amritsar Airport Director pic.twitter.com/AOVtkYmQiy
— ANI (@ANI) January 6, 2022
દેશમાં જીવલેણ કોરોનાવાયરસ રોગચાળાની ગતિ બેકાબૂ બની રહી છે. આ સાથે, કોરોનાના સૌથી ખતરનાક પ્રકાર ઓમિક્રોનના કેસ પણ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 90 હજાર 928 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, 325 લોકો મૃત્યુ પામ્યા હતા. જાણો આજે દેશમાં કોરોનાની તાજેતરની સ્થિતિ શું છે. ઓમિક્રોન વેરિઅન્ટની વાત કરીએ તો દેશમાં કેસની સંખ્યા વધીને 2,630 થઈ ગઈ છે. મહારાષ્ટ્ર અને દિલ્હીમાં ઓમિક્રોનના સૌથી વધુ 797 અને 465 કેસ છે. ઓમિક્રોનના 2,630 દર્દીઓમાંથી 995 દર્દીઓ સ્વસ્થ થયા છે.જે પાંચ રાજ્યોમાં કોરોનાના કેસમાં સૌથી વધુ ઉછાળો આવ્યો છે તેમાં મહારાષ્ટ્ર (26,538 નવા કોરોના કેસ), પશ્ચિમ બંગાળ (14,022 કેસ), દિલ્હી (10,665 કેસ), તમિલનાડુ (4,862 કેસ) અને કેરળ (4,801 કેસ)નો સમાવેશ થાય છે. નવા 90,928 કેસમાંથી 66.97 ટકા માત્ર પાંચ રાજ્યોમાંથી આવ્યા છે. આમાં માત્ર 29.19 ટકા કેસ મહારાષ્ટ્રના છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, હવે દેશમાં સક્રિય કેસની સંખ્યા વધીને બે લાખ 85 હજાર 401 થઈ ગઈ છે. તે જ સમયે, આ રોગચાળાને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 4 લાખ 82 હજાર 876 થઈ ગઈ છે. માહિતી અનુસાર, ગઈકાલે 19 હજાર 206 લોકો સાજા થયા હતા, ત્યારબાદ અત્યાર સુધીમાં 3 કરોડ 43 લાખ 411 હજાર 9 લોકો ચેપ મુક્ત થઈ ગયા છે.