શોધખોળ કરો
Advertisement
UP: કુશીનગરમાં સ્કૂલવાન સાથે ટકરાઇ ટ્રેન, 13બાળકોના મોત
કુશીનગરઃ ઉત્તરપ્રદેશના કુશીનગરમાં દર્દનાક દુર્ઘટના બની છે. દુદહી રેલવે ક્રોસિંગ પર ટ્રેન સ્કૂલ વાનને ટકરાતા 13 બાળકોના મોત થયા હતા. આ અકસ્માતમાં સ્કૂલ વાનના ડ્રાઇવરનું પણ મોત થયું હતુ. કુશીનગરની ડિવાઇન મિશન સ્કૂલના બાળકોને લઇને જતી વાન માનવરહિત રેલવે ક્રોસિગને પાર કરી રહી હતી તે દરમિયાન તે પેસેન્જર ટ્રેન સાથે ટકરાઇ હતી.
ઘટનાની જાણ થતાં પોલીસ અને વહીવટીતંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રાહત-બચાવ કાર્ય શરૂ કર્યું હતું. બાળકોના મૃતદેહો જોઇ સ્થળ પર હાજર લોકો પણ રડવા લાગ્યા હતા. જ્યારે ઘટના બની ત્યારે સ્કૂલ વાનના ડ્રાઇવરે કાનમાં ઇયરફોન ભરાવી રાખ્યા હોવાનું પણ બહાર આવ્યુ છે, રેલવે ટ્રેકમેને ડ્રાઇવરને રોકવાની પણ કોશિશ કરી પણ ઇયરફોન ભરાવ્યા હોવાથી તે સાંભળી શક્યો ન હતો.
આ ઘટનામાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દુઃખ વ્યક્ત કર્યુ છે, તેમને તંત્રને રાહત તથા બચાવ કાર્ય કરવાનો આદેશ આપી દીધો છે. સીએમે મૃતકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયાની આર્થિક મદદ કરવાની જાહેરાત કરી છે. સાથે ગોરખપુરના કમિશ્નરે આ ઘટનામાં તપાસના આદેશ આપી દીધા છે.
યોગી આદિત્યનાથે કુશીનગર પહોંચી ઘટનાસ્થળની મુલાકાત લીધી, ઉપરાંત તે ઘાયલ બાળકોને મળવા હૉસ્પીટલમાં પણ પહોંચ્યા હતા. યોગીએ કહ્યું કે, આજે ખુબજ દુઃખદ ઘટના બની છે, 13 બાળકોના મૃત્યું થયા છે, મે વિશે રેલમંત્રી સાથે પણ વાત કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ગુજરાત
Advertisement