શોધખોળ કરો
Advertisement
ગલવાન ખીણમાં અથડામણમાં ઘાયલ થયેલ 18 જવાનોની આર્મી હોસ્પિટલમાં ચાલી રહી છે સારવાર
પૂર્વ લદ્દાખની ગલવાન ખીણમાં હિંસક અથડામણાં એક કર્નલ સહિત 20 જવાન શહીદ થયા છે. ચીનને પણ નુકસાન થયું છે.
નવી દિલ્હીઃ પૂર્વ લદ્દાખની ગલવાન ખીણમાં સોમવારે રાત્રે ચીનના જવાનો સાથે અથડામણમાં ઘાયલ થયેલ 18 જવાનોની આર્મીની એક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. કેસ સાથે જોડાયેલ લોકોએ આ વિશે જાણકારી આપીછે. તેમણે જણાવ્યું કે, કુલ 18 જવાનમાંથી ચાર ગંભી રીતે ઘાયલ થયા છે, પરંતુ હવે સારવારની તેમના પર અસર થઈ રહી છે અને તેમની હાલત સ્થિર છે.
પૂર્વ લદ્દાખની ગલવાન ખીણમાં હિંસક અથડામણાં એક કર્નલ સહિત 20 જવાન શહીદ થયા છે. ચીનને પણ નુકસાન થયું છે. જોકે ચીને માર્યા ગયેલ કે ઘાયલ થયેલ પોતાના જવાન વિશે કોઈ જાણકારી જાહેર કરી નથી.
જણાવીએ કે, ભારત સરકારે ચીનના સંચારણ ઉપકરણો પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે. તમામ મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર્સને ચીનના ઉપકરણો હટાવવાના નિર્દેશ આપ્યા છે. સરકારી કંપનીઓને કહેવામાં આવ્યું છે કે, તે ફરીથી નવી શરતો સાથે ટેન્ડર બહાર પાડે ચેથી ચીનની કંપનીઓ ભાગ ન લઈ શકે.
સરકાર તરફથી સૂચના મંત્રાલયે આ નિર્ણય એવા સમયે કર્યો છે જ્યારે ભારત અને ચીનની વચ્ચે સરહદ પર માત્ર તણાવ જ નથી પરંતુ તેની સાથે સાથે હિંસક અથડામણો પણ થઈ છે. એવામાં ચીનના સંચાર ઉપકરણો પર પ્રતિબંધ લગાવીને રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દાને સરકાર આગળ રાખી રહી છે. સાથે સાથે લોકોને પણ સ્પષ્ટ સંકેત આપવામાં આવી રહ્યા છે કે ચીનના સામાનનો બહિષ્કાર કરો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
શિક્ષણ
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
Advertisement