શોધખોળ કરો
Coronavirrus: દેશમાં છેલ્લા 24 કલાકમાં 195 લોકોના મોત અને 3900 નવા કેસ નોંધાયા, બંનેમાં અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો
સંક્રમિતોની સંખ્યામાં મહારાષ્ટ્ર મોખરે છે. મહારાષ્ટ્રમાં સંક્રમિતોની સંખ્યા 14,541 પર પહોંચી છે.
![Coronavirrus: દેશમાં છેલ્લા 24 કલાકમાં 195 લોકોના મોત અને 3900 નવા કેસ નોંધાયા, બંનેમાં અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો 195 deaths and 3900 covid 19 cases have been reported in the last 24 hours Coronavirrus: દેશમાં છેલ્લા 24 કલાકમાં 195 લોકોના મોત અને 3900 નવા કેસ નોંધાયા, બંનેમાં અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/05/05152901/corona-2.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનો કેર દિવસેને દિવસે વધી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં કોરોનાથી મૃતકોની સંખ્યા 1500ને પાર કરી ગઈ છે, જ્યારે સંક્રમિતોની સંખ્યા 46 હજારને વટાવી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 195 લોકોના મોત થયા છે અને 3900 નવા કેસ નોંધાય છે. જે અત્યાર બંનેમાં અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 46,433 પર પહોંચી છે. 1568 લોકોના મોત થયા છે અને 12,727 લોકો સાજા થઈ ગયા છે. હાલ 32,134 એક્ટિવ કેસ છે.
કયા રાજ્યમાં કેટલા મોત મહારાષ્ટ્રમાં 583, ગુજરાતમાં 319, મધ્યપ્રદેશમાં 165, દિલ્હીમાં 64, આંધ્રપ્રદેશમાં 36, આસામમાં 1, બિહારમાં 4, હરિયાણામાં 6, હિમાચલ પ્રદેશમાં 1, જમ્મુ-કાશ્મીરમાં 8, ઝારખંડમાં 3, કર્ણાટકમાં 27, કેરળમાં 4, મેઘાલયમાં 1, ઓડિશામાં 1, પંજાબમાં 23, રાજસ્થાનમાં 77, તમિલનાડુમાં 31, તેલંગાણામાં 29, ઉત્તરપ્રદેશમાં 50 અને પશ્ચિમ બંગાળમાં 133 લોકોના મોત થયા છે. સંક્રમિતોની સંખ્યામાં મહારાષ્ટ્ર મોખરે છે. મહારાષ્ટ્રમાં સંક્રમિતોની સંખ્યા 14,541 પર પહોંચી છે. ગુજરાતમાં 5904, દિલ્હીમાં 4898, મધ્યપ્રદેશમાં 2942, રાજસ્થાનમાં 3061, તમિલનાડુમાં 3530, ઉત્તરપ્રદેશમાં 2766, આંધ્રપ્રદેશમાં 1650, તેલંગાણામાં 1085, પશ્ચિમ બંગાળમાં 1259 સંક્રમિતો નોંધાયા છે.3900 #COVID19 cases & 195 deaths have been reported in the last 24 hours, the largest spike till now in both: Ministry of Health and Family Welfare https://t.co/Wi2KQBflAr
— ANI (@ANI) May 5, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)