શોધખોળ કરો

1 જૂનથી દોડનારી 200 ટ્રેનો માટે આજે સવારે 10 કલાકથી શરૂ થશે ઓનલાઈન બુકિંગ

રેલવે અધિકારીના જણાવ્યા પ્રમાણે આ ટ્રેનોનું ભાડુ સામાન્ય હશે, પણ જનરલ કોચમાં સીટ બૂક કરવા માટે સ્લીપરનું ભાડુ આપવાનું રહેશે.

નવી દિલ્હીઃ ભારત સરકારે જાહેરત કરી છે કે 1 જૂનથી દરરોજ દોડનારી 200 ટ્રેનો માટે આજે સવારે 10 કલાકથી ઓનલાઈન બુકિંગ શરૂ થશે. આ ટ્રેન શ્રમિક સ્પેશ્યલ ટ્રેનો ઉપરાંત દોડાવવામાં આવશે. આ 200 ટ્રેનો માટે માત્ર ઓનલાઈન બુકિંગની જ સુવિધા હશે. રિઝર્વેશન કાઉન્ટરથી કોઈ જ ટિકિટ બૂક નહીં થાય. આ માટે એડવાન્સ રિઝર્વેશન પીરિયડ 30 દિવસ હશે, RAC અને વેઈટિંગ લિસ્ટ અગાઉની માફક હશે. એસી અને નોન એસી ઉપરાંત જનરલ કોચ પણ હશે. પરંતુ જનરલ કોચમાં પણ સીટ રિઝર્વ ટિકિટવાળી જ હશે. મુસાફરોને પણ ઓનલાઇન જ જે બેઠક ફાળવવામાં આવશે માટે તેને શોધીને પોતાની જગ્યા લેવાની રહેશે. ઓનલાઇન રિઝર્વેશનથી સોશિયલ ડિસ્ટંસનો નિયમ છે તેને જાળવવામાં સરળતા રહે છે કેમ કે રેલવે નક્કી કરે તે જ બેઠક પર મુસાફરોએ બેસવાનું હોય છે. જોકે જે ટ્રેનો શરૂ થવા જઇ રહી છે તેના ભાડા સામાન્ય જ હશે, કોઇ વધારાનું ભાડુ લેવામાં નહીં આવે. ૨૧મી મેથી સવારે ૧૦ વાગ્યે બુકિંગ કરવાનું રહેશે. રેલવેની મોબાઇલ એપ્લિકેશન આઇઆરસીટીસી રેલ કનેક્ટ અને આઇઆરસીટીસીડોટકોડોટઇન પરથી પણ બુકિંગ કરી શકાશે. ગુજરાતમાં જે ટ્રેન શરૂ થશે તેમાં અમદાવાદથી હાવડા, મુંબઇ સેંટ્રલથી અમદાવાદ , અમદાવાદથી દરભંગા , અમદાવાદથી વારાણસી, સુરતથી છાપરા, દિલ્હીથી અમદાવાદ , અમદાવાદથી મુઝફ્ફરનગર, અમદાવાદથી ગોરખપુર, અમદાવાદથી નિઝ્ઝામુદ્દીનનો સમાવેશ થાય છે. રેલવે અધિકારીના જણાવ્યા પ્રમાણે આ ટ્રેનોનું ભાડુ સામાન્ય હશે, પણ જનરલ કોચમાં સીટ બૂક કરવા માટે સ્લીપરનું ભાડુ આપવાનું રહેશે. રેલવેએ કહ્યું છે કે તમામ યાત્રીઓને સીટ મળશે એટલે કે કોઈ વેઈટિંગ નહીં હોય. ટ્રેનમાં કોઈ પણ યાત્રી વેટિંગ ટિકિટ પર યાત્રા કરી શકશે નહીં. એટલે કે કોઈ પણ અનારક્ષિત ટિકિટ નહીં મળે અને ન તો તત્કાલ ટિકિટની કોઈ વ્યવસ્થા છે. દેશભરમાં રેલવેની 12 હજાર કરતા વધારે ટ્રેનો જનતા કર્ફ્યૂના દિવસે એટલે કે 22 માર્ચના રોજ બંધ હતી. આ ઉપરાંત રેલવે 30 જૂન સુધી કરેલી તમામ ટિકિટોને રદ્દ કરી યાત્રીઓને રિફન્ડ પણ આપ્યુ હતું. તેનો અર્થ એવો થાય છે કે ટ્રેનોનું સંચાલન સામાન્ય થવામાં હજુ સમય લાગશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બનાસકાંઠા બાદ અન્ય  જિલ્લાઓનું પણ  થશે વિભાજન, જાણો  કયાં  નવા જિલ્લા આવશે અસ્તિત્વમાં
બનાસકાંઠા બાદ અન્ય જિલ્લાઓનું પણ થશે વિભાજન, જાણો કયાં નવા જિલ્લા આવશે અસ્તિત્વમાં
Gujarat News: હાર્દિક પટેલે આપ્યું મોટું નિવેદન, વિરમગામને લઇને કરી મોટી જાહેરાત
Gujarat News: હાર્દિક પટેલે આપ્યું મોટું નિવેદન, વિરમગામને લઇને કરી મોટી જાહેરાત
ભારતની અડધી શાળાઓમાં કોમ્પ્યુટર નથી! AIના જમાનામાં બાળકોને કેવી રીતે મળશે શિક્ષણ?
ભારતની અડધી શાળાઓમાં કોમ્પ્યુટર નથી! AIના જમાનામાં બાળકોને કેવી રીતે મળશે શિક્ષણ?
SBIની આ સ્કીમ દરેક ઘરને બનાવશે લાખોપતિ,બાળકો અને વૃદ્ધોને પણ મળશે મોટો લાભ
SBIની આ સ્કીમ દરેક ઘરને બનાવશે લાખોપતિ,બાળકો અને વૃદ્ધોને પણ મળશે મોટો લાભ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Prnatij Bus Fire: કતપુર ટોલ પ્લાઝા પાસે ખાનગી બસમાં લાગી આગ, 36 જેટલા મુસાફરો હતા સવારSurat: પીપલોદમાં કારના શો રૂમમાં લાગેલી આગ આવી ગઈ કાબુમાં, જુઓ શોર્ટ વીડિયોમાંHun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બનાસકાંઠા બાદ અન્ય  જિલ્લાઓનું પણ  થશે વિભાજન, જાણો  કયાં  નવા જિલ્લા આવશે અસ્તિત્વમાં
બનાસકાંઠા બાદ અન્ય જિલ્લાઓનું પણ થશે વિભાજન, જાણો કયાં નવા જિલ્લા આવશે અસ્તિત્વમાં
Gujarat News: હાર્દિક પટેલે આપ્યું મોટું નિવેદન, વિરમગામને લઇને કરી મોટી જાહેરાત
Gujarat News: હાર્દિક પટેલે આપ્યું મોટું નિવેદન, વિરમગામને લઇને કરી મોટી જાહેરાત
ભારતની અડધી શાળાઓમાં કોમ્પ્યુટર નથી! AIના જમાનામાં બાળકોને કેવી રીતે મળશે શિક્ષણ?
ભારતની અડધી શાળાઓમાં કોમ્પ્યુટર નથી! AIના જમાનામાં બાળકોને કેવી રીતે મળશે શિક્ષણ?
SBIની આ સ્કીમ દરેક ઘરને બનાવશે લાખોપતિ,બાળકો અને વૃદ્ધોને પણ મળશે મોટો લાભ
SBIની આ સ્કીમ દરેક ઘરને બનાવશે લાખોપતિ,બાળકો અને વૃદ્ધોને પણ મળશે મોટો લાભ
IND vs AUS: ઓસ્ટ્રેલિયા 181 રનમાં ઓલઆઉટ,ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલરોએ મચાવ્યો તરખાટ
IND vs AUS: ઓસ્ટ્રેલિયા 181 રનમાં ઓલઆઉટ,ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલરોએ મચાવ્યો તરખાટ
Diabetes Care: આ ખાસ ટ્રિક્સની મદદથી મહિલાઓ બ્લડ શુગર લેવલને કરી શકે છે કંટ્રોલ
Diabetes Care: આ ખાસ ટ્રિક્સની મદદથી મહિલાઓ બ્લડ શુગર લેવલને કરી શકે છે કંટ્રોલ
Rohit Sharma: સિડની ટેસ્ટમાંથી બહાર થયા બાદ રોહિત શર્માએ નિવૃત્તિને લઈને કર્યો મોટો ધડાકો
Rohit Sharma: સિડની ટેસ્ટમાંથી બહાર થયા બાદ રોહિત શર્માએ નિવૃત્તિને લઈને કર્યો મોટો ધડાકો
Nostradamus Predictions 2025: નાસ્ત્રેદમસની 5 ખતરનાક ભવિષ્યવાણી, જે વર્ષ 2025માં થઈ શકે છે સાચી સાબિત!
Nostradamus Predictions 2025: નાસ્ત્રેદમસની 5 ખતરનાક ભવિષ્યવાણી, જે વર્ષ 2025માં થઈ શકે છે સાચી સાબિત!
Embed widget