(Source: ECI/ABP News/ABP Majha)
Delhi Riots 2020: દિલ્હી રમખાણ કેસમાં કોર્ટે 9 લોકોને દોષી ઠેરવ્યા, કહ્યું- ઇરાદો ચોક્કસ સમુદાયને નુકસાન પહોંચાડવાનો હતો
કોર્ટે કહ્યું હતું કે આરોપીઓ એક અનિયંત્રિત ભીડનો હિસ્સો હતા. આ ટોળાનો હેતુ ચોક્કસ સમુદાયના વ્યક્તિઓની મિલકતોને મહત્તમ નુકસાન પહોંચાડવાનો હતો.
Delhi Riots: દિલ્હીની કડકડડૂમા કોર્ટે 2020ના દિલ્હી રમખાણોના કેસમાં નવ લોકોને દોષિત ઠેરવ્યા છે. કોર્ટે કહ્યું હતું કે આરોપીઓ એક અનિયંત્રિત ભીડનો હિસ્સો હતા. આ ટોળાનો હેતુ ચોક્કસ સમુદાયના વ્યક્તિઓની મિલકતોને મહત્તમ નુકસાન પહોંચાડવાનો હતો.
આ મામલો રમખાણો દરમિયાન ગોકુલપુરી વિસ્તારમાં તોફાનો, આગચંપી અને તોડફોડ સાથે સંબંધિત છે. કોર્ટે મોહમ્મદ શાહનવાઝ ઉર્ફે શાનુ, મોહમ્મદ શોએબ ઉર્ફે છૂટવા, શાહરૂખ, રાશિદ ઉર્ફે રાજા, આઝાદ, અશરફ અલી, પરવેઝ અને મોહમ્મદ ફૈઝલને દોષિત ઠેરવ્યા છે.
ફરિયાદીએ શું કહ્યું?
રાશીદ સામે રમખાણ, ચોરી, આગચંપી દ્વારા હુલ્લડ, આગચંપી દ્વારા સંપત્તિનો નાશ અને ગેરકાયદેસર જમાવડા સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. ફરિયાદીનો આરોપ છે કે 24 ફેબ્રુઆરી, 2020 ના રોજ લગભગ 1 થી 2 વાગ્યે જ્યારે તે ચમન પાર્ક, શિવ વિહાર તિરાહા રોડ સ્થિત તેના ઘરે હાજર હતો, ત્યારે તેની શેરીમાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો. શેરીમાં ભીડ હતી, જે તેના ઘરનો દરવાજો તોડવાનો પ્રયાસ કરી રહી હતી. તેણે ફરજ પર રહેલા તેના પતિને ફોન કર્યો હતો. તેઓ આવ્યા અને તેને સલામત સ્થળે લઈ ગયા અને પછી ગેટને તાળું મારી દીધું.
વધુમાં આરોપ છે કે 24-25 ફેબ્રુઆરીની રાત્રે ટોળાએ તેના ઘરનો પાછળનો દરવાજો તોડી નાખ્યો હતો અને તેમાં પડેલી વસ્તુઓની લૂંટ કરી હતી. ફરિયાદમાં જણાવાયું છે કે તેઓએ ઘરને પણ નુકસાન પહોંચાડ્યું હતું અને ઉપરના માળે તેના રૂમમાં આગ લગાવી દીધી હતી. તપાસ દરમિયાન સીસીટીવી કેમેરા, સોશિયલ મીડિયા પર વાયરલ ફૂટેજ અને જાહેર સાક્ષીઓની મદદથી ગુનામાં સંડોવાયેલા અન્ય વ્યક્તિઓને ઓળખવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.
તપાસ અધિકારી (IO)ને જાણવા મળ્યું કે આરોપીઓ 2020ના કેસમાં સામેલ હતા. તેના કારણે મોહમ્મદ શાહનવાઝ, મોહમ્મદ શોએબ, શાહરૂખ, રાશિદ, આઝાદ, અશરફ અલી, પરવેઝ અને મોહમ્મદ, ફૈઝલ અને રાશીદની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. આરોપીઓની પૂછપરછ કરી અને કેસમાં તેમની ધરપકડ કરી હતી.
PM Security : PM મોદીની સુરક્ષામાં ચૂક મામલે DGP સહિત પર થઈ શકે છે આકરી કાર્યવાહી
Punjab govt to send action : પંજાબમાં ગયા વર્ષે 5 જાન્યુઆરીએ પીએમ નરેન્દ્ર મોદીની સુરક્ષામાં મોટી ચૂક સામે આવી હતી. પીએમ મોદીની પંજાબના ફિરોઝપુરની મુલાકાત દરમિયાન જ્યારે તેમના કાફલાને 20 મિનિટ માટે ખૂબ જ અસુરક્ષિત વિસ્તારમાં રોકી દેવામાં આવ્યો હતો. ત્યારે કેન્દ્ર સરકારે સુરક્ષામાં મોટી ખામી અંગે પંજાબમાં ફરિયાદ નોંધાવી છે. સુરક્ષામાં ગંભીર ચુક બદલ આ મામલે રિપોર્ટ માંગવામાં આવ્યો હતો. હવે આ મામલે કાર્યવાહી કરવામાં આવી શકે છે.
આ અંગે પંજાબના મુખ્ય સચિવ વીકે જંજુઆએ જણાવ્યું કે, આ મામલે કેન્દ્રને રિપોર્ટ મોકલવામાં આવશે. આ તપાસમાં જે લોકો દોષિત ઠરશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે અને જો તેઓ નિવૃત્ત થયા હોય તો પણ તેમનું પેન્શન કાપવામાં આવશે.
મુખ્ય સચિવ વીકે જંજુઆએ કહ્યું હતું કે, અધિકારીઓને તક આપવામાં આવશે જેથી તેઓ પોતાની વાત રાખી શકે. પહેલા કેન્દ્ર સરકારને રિપોર્ટ મોકલવામાં આવશે, ત્યારબાદ દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવશે. ડીજીપીથી લઈને પીએમ સુરક્ષામાં ચૂક કરનારા અન્ય 8-9 વરિષ્ઠ અધિકારીઓ સામે આકરી કાર્યવાહી થઈ શકે છે. પીએમ નરેન્દ્ર મોદી ભટિંડાથી હુસૈનીવાલામાં શહીદ સ્મારકની મુલાકાત લેવા જઈ રહ્યા હતા.
પીએમ મોદી 5 જાન્યુઆરી 2022ની સવારે પંજાબના ભટિંડા પહોંચ્યા હતા, જ્યાંથી તેઓ હેલિકોપ્ટર દ્વારા હુસૈનીવાલામાં રાષ્ટ્રીય શહીદ સ્મારક જવાના હતા. વરસાદ અને નબળી દૃશ્યતાને કારણે વડાપ્રધાને લગભગ 20 મિનિટ સુધી હવામાન સ્વચ્છ થવાની રાહ જોવી પડી હતી. જ્યારે હવામાનમાં કોઈ સુધરો ના થયો ત્યારે નક્કી કરવામાં આવ્યું હતું કે, વડાપ્રધાન રોડ માર્ગે રાષ્ટ્રીય શહીદ સ્મારક જશે. જેમાં બે કલાકથી વધુ સમય લાગશે. હુસૈનીવાલા ખાતેના રાષ્ટ્રીય શહીદ સ્મારકથી લગભગ 30 કિમી દૂર જ્યારે વડાપ્રધાનનો કાફલો ફ્લાયઓવર પર પહોંચ્યો ત્યારે જાણવા મળ્યું કે, કેટલાક વિરોધીઓએ રસ્તો રોકી દીધો હતો. જેને પગલે વડાપ્રધાન 15-20 મિનિટ સુધી ફ્લાયઓવર પર અટવાયા હતા. પીએમ મોદીની સુરક્ષામાં ગંભીર ચૂક સામે આવતા દેશભરમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યાં હતાં