શોધખોળ કરો

આ ભાજપ શાસિત રાજ્યમાં ઓક્સિજનના અભાવે એક હોસ્પિટલમાં 24 દર્દીનાં મોત

ચામરાજનગર હોસ્પિટલને બેલ્લારીથી ઓક્સિજન મળવાનો હતો, પરંતુ ઓક્સિજન મળવામાં વિલંબ થયો, જેના કારણે આટલી મોટી દુર્ઘટના ઘટી ગઈ.

દેશમાં ઓક્સિજનની અછતને કારણે મોતનો સિલસિલો યથાવત છે. હવે કર્ણાટકમાં ચામરાજનગરમાં ઓક્સિજન ન મળવાને કારણે 24 દર્દીના મોત થયા છે. અહીં એક હોસ્પિટલમાં ઓક્સિજનની અછતને કારણે 24 દર્દીના મોતના અહેવાલ છે. આ ઘટના ગઈકાલે મોડી રાત્રે બની છે. ઘટના બાદ મૈસૂરથી ચામરાજનગર માટે 250 ઓક્સિજન સિલિન્ડર મોકલવામાં આવ્યા.

ચામરાજનગર હોસ્પિટલને બેલ્લારીથી ઓક્સિજન મળવાનો હતો, પરંતુ ઓક્સિજન મળવામાં વિલંબ થયો, જેના કારણે આટલી મોટી દુર્ઘટના ઘટી ગઈ. કહેવાય છે કે, જે લોકોના મોત થયા છે તેમાંથી મોટા ભાગના વેન્ટિલેટર પર હતા. ઓક્સિજન સપ્લાઈ ખત્મ થયા બાદ તેઓ તડપવા લાગ્યા અને મોત થઈ ગયા.

આ પહેલા કાલાબુર્ગીના કેબીએન હોસ્પિટલમાં ઓક્સિજન ન મળવાને કારણે ચાર દર્દીના મોત થયા હતા. આ જ દિવસે યદગિર સરકારી હોસ્પિટલમાં લાઈટ કટ જવાથી વેન્ટિલેટર પર રહેલા એક દર્દીનું મોત થયું હતું. વિતેલા એક સપ્તાહમાં કર્ણાટકમાં અનેક હોસ્પિટલમાં લોકોના મોત ઓક્સિજન ન મળવાને કારણે થયા છે.

હાલમાં કર્ણાટકમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 16 લાખને પાર કરી ગઈ છે. રવિવારે 37 હજારથી વધારે નવા કેસ સામે આવ્યા અને 217 કોરોના દર્દીના મોત થયા હતા. કોરોના સંક્રમિતોને મેડ અને ઓક્સિજન ન ળવાનો સામનો કરવો પડી રહ્યો છે.

દેશમાં કોરોના મહામારીએ (Coronavirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. દેશમાં કોરોનાના કેસ દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યા છે. શનિવાર દેશમાં પ્રથમ વખત ચાર લાખથી વધારે કેસ નોંધાયા હતા. જ્યારે રવિવારે થોડા રાહતના સમાચાર આવ્યા છે. રવિવારે કેસ ઘટીને ત્રણ લાખ 68 હજાર  નવા કેસ સામે આવ્યા છે. જ્યરે એક જ દિવસમાં 3417 લોકોના મોત થયા છે. જ્યરે 3 લાખ 732 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.

એક્ટિવ કેસ 34 લાખને પાર

દેશમાં એક્ટિવ કેસનો આંકડો 34 લાખને પાર થઈ ગયો છે.  છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે.

દેશમાં શું છે કોરોનાની સ્થિતિ

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,68,147 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3689 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,00,732 લોકો ઠીક પણ થયા છે.

કુલ કેસ-  એક કરોડ 99 લાખ 25 હજાર 604

કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 62 લાખ 93 હજાર 003

કુલ એક્ટિવ કેસ - 34 લાખ 13 હજાર 642

કુલ મોત - 2 લાખ 18 હજાર 959

15 કરોડથી વધારેને રસી અપાઈ

દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 15 કરોડ 71 લાખ 98 હજાર 207 ડોઝ આપવામાં આવ્યા છે.

આ રાજ્યોમાં એક્ટિવ કેસ એક લાખથી વધુ

સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કેરળ, રાજસ્થાન, કર્ણાટક, છત્તીસગઢ, ગુજરાત અને તમિલનાડુ એવા રાજ્ય છે જ્યાં 1 લાખથી વધુ એક્ટિવ કેસ છે.

એપ્રિલમાં 45 હજારથી વધુનાં મોત

સ્વાસ્થ્ય મંત્રાલયે 1 એપ્રિલે જણાવ્યું હતું કે, દેશમં કુલ એક લાખ 62 હજાર 927 લોકોના કોરોના સંક્રમણના કારણે મૃત્યુ થઇ ગયા છે. આજે 30 એપ્રિલે આ આંકડો વધીને 2 લાખ 8 હજાર 330 થઇ ગયો છે એટલે કે, એક મહિનામાં કુલ 45,403 લોકોનો જીવ ગયા છે. પહેલી માર્ચે આ સંખ્યા માત્ર 5,770 હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

AAP ધારાસભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીની ગોળી વાગવાથી મોત, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું
AAP ધારાસભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીની ગોળી વાગવાથી મોત, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
દિલ્લીમાં BJPની બીજી યાદી પર મંથન, એક ડઝન સીટ પર  ઉમેદવારોના નામ પર વિચારણા
દિલ્લીમાં BJPની બીજી યાદી પર મંથન, એક ડઝન સીટ પર ઉમેદવારોના નામ પર વિચારણા
Health Tips: સુગરના દર્દીઓએ ભૂલથી પણ ન ખાવી જોઈએ આ દાળ, નહીં તો પડી જશે ભારે
Health Tips: સુગરના દર્દીઓએ ભૂલથી પણ ન ખાવી જોઈએ આ દાળ, નહીં તો પડી જશે ભારે
Advertisement
ABP Premium

વિડિઓઝ

National Green Tribunal: ચાઈનીઝ માંઝા, તુક્કલ અને ગ્લાસ કોટેડ દોરીનો ઉપયોગ કરશો તો થશે સજાHun To Bolish : હું તો બોલીશ : ગુલાટ મારતો આતંકHun To Bolish : હું તો બોલીશ : માફિયાઓ સામે દાદાનો દમBZ Group Scam: રોકાણકારોના ફસાયેલા નાણાં મુદ્દે CID ક્રાઈમના DIGનું મોટુ નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
AAP ધારાસભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીની ગોળી વાગવાથી મોત, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું
AAP ધારાસભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીની ગોળી વાગવાથી મોત, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
દિલ્લીમાં BJPની બીજી યાદી પર મંથન, એક ડઝન સીટ પર  ઉમેદવારોના નામ પર વિચારણા
દિલ્લીમાં BJPની બીજી યાદી પર મંથન, એક ડઝન સીટ પર ઉમેદવારોના નામ પર વિચારણા
Health Tips: સુગરના દર્દીઓએ ભૂલથી પણ ન ખાવી જોઈએ આ દાળ, નહીં તો પડી જશે ભારે
Health Tips: સુગરના દર્દીઓએ ભૂલથી પણ ન ખાવી જોઈએ આ દાળ, નહીં તો પડી જશે ભારે
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'
શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'
ઉત્તરાયણમાં કેવો રહેશે પવન, હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જાણો શું કરી આગાહી ?
ઉત્તરાયણમાં કેવો રહેશે પવન, હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જાણો શું કરી આગાહી ?
Embed widget