શોધખોળ કરો
Advertisement
તમિલનાડુમાં ભારે વરસાદનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 25 લોકોના મોત
તમિલનાડુમાં ભારે વરસાદને કારણે છેલ્લાં ચાર દિવસમાં અલગ અલગ વિસ્તારોમાં ઘટેલી ઘટનાને પગલે કુલ 25 લોકોના મોત નિપજ્યા છે.
ચેન્નઈ: તમિલનાડુમાં વરસાદનો કહેર યથાવત છે. ભારે વરસાદને કારણે પેરમ્બલુર, રામનાથપુરમ, શિવગંગઈ, અરિયાલુર, તિરુવરુર અને તૂતીકોરિનમાં તમામ સ્કૂલ મંગળવારે પણ બંધ રહી છે. તમિલનાડુના ઘણા શહેરોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત છે. આ પહેલાં કોયમ્બતુરમાં સોમવારે ત્રણ મકાન ધરાશાયી થયા હતા, જે ઘટનામાં એક જ પરિવારના 17 લોકોના મોત નિપજ્યા હતા.
તમિલનાડુમાં ભારે વરસાદને કારણે છેલ્લાં ચાર દિવસમાં અલગ અલગ વિસ્તારોમાં ઘટેલી ઘટનાને પગલે કુલ 25 લોકોના મોત નિપજ્યા છે. મુખ્યમંત્રી કે. પલાનીસામીએ ઘટના પર દુઃખ વ્યક્ત કરતા મૃતકના પરિવારને એક એક લાખ રૂપિયા સહાયની જાહેરાત કરી છે. ભારે વરસાદના કારણે તમિલનાડુના ઘણા વિસ્તારોમાં શાળાઓ બંધ રહી હતી. જેમાં રામનાથપુરમ, સિવાગંગઈ, અરિયાલુર, પેરમ્બલુર, પુગુકોટ્ટઈ, થૂથૂકુડી અને તિરૂવરૂરની શાળાઓ બંધ રાખવાનો આદેશ આવપમાં આવ્યો હતો. અત્યાર સુધીમાં આશરે 25 લોકોના મોત થયા છે. ચેન્નઈમાં છેલ્લા 24 કલાકમાં 100 મિમિ વરસાદ થયો,જ્યારે ઈસ્ટ કોસ્ટ રોડજ અને ઓલ્ડ મહાબલીપુરમ રોડ વિસ્તારમાં 112 મિમિ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24થી 48 કલાક સુધી તમિલનાડુમાં ભારે વરસાદની શક્યતા છે.Rameswaram: Water-logging in Gandhi Nagar and Thiruvalluvar Nagar areas following heavy rainfall in the region due to northeast trade winds. #TamilNadu pic.twitter.com/vEQ00NU1da
— ANI (@ANI) December 3, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement