શોધખોળ કરો
Advertisement
આ નાનકડા ગામમાં જ કોરોનાના 34 કેસ નોંધાતાં ભારે ફફડાટ, જાણો શું છે કારણ?
કોરોના વાયરસના ઝડપથી વધી રહેલા કેસોને જોતા પંજાબ સરકારે રાજ્યમાં 1લી મે સુધી લોકડાઉન લંબાવવાનો નિર્ણય કર્યો છે.
નવી દિલ્હીઃ પંજાબમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. મોહાલી જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 50 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જે પૈકી 10 દર્દીઓના મોત થયા છે.
મોહાલીમાં એક ગામમાંથી જ 34 પોઝિટિવ કેસ મળી આવતા હડકંપ મચી ગયો છે. જવાહરપુર ગાંવમાં અત્યાર સુધીમાં કુલ 34 લોકોને કોરોના સંક્રમણ થયું હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
મોહાલી (સાહિબજાદા અજીત સિંહ નગર)ના નાયબ કમિશનર ગિરિશ દયાલાને માહિતી આપતા જણાવ્યું હતું કે, મોહાલીમાં અત્યાર સુધીમાં કોરોનાના 50 કેસ સામે આવ્યા છે.
સૌથી વધુ 34 કેસ એકમાત્ર ગામ જવાહરપુરમાંથી નોંધાયા છે. બે લોકોના મોત થયા છે તેમજ પાંચ લોકો કોરોનાને માત આપવામાં સફળ રહેતા તેમને ડીસ્ચાર્જ કરાયા છે.
કોરોના વાયરસના ઝડપથી વધી રહેલા કેસોને જોતા પંજાબ સરકારે રાજ્યમાં 1લી મે સુધી લોકડાઉન લંબાવવાનો નિર્ણય કર્યો છે. પંજાબના 17 જીલ્લા અત્યાર સુધીમાં સંક્રમણની લપેટમાં આવી ગયા છે. રાજ્યમાં માસ્ક પહેરવું પણ ફરજિયાત બનાવાયું છે. મુખ્યમંત્રી અમરિંદર સિંહે આ અંગેની જાણકારી આપી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે પંજાબમાં હવે માસ્ક પહેરવું ફરજિયાત કરીદેવાયું છે. જ્યારે પણ આવશ્યક ચીજવસ્તુ ખરીદવા બહાર નિકળો તો માસ્ક જરૂરથી પહેરવું.
પંજાબના અત્યાર સુધીમાં 17 જિલ્લાઓમાં આ જીવલેણ વાયરસ ફેલાઈ ચૂક્યો છે. તેને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી અમરિંદર સિંહે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરેલા 21 દિવસના લોકડાઉનને 1 મે સુધી વધારવાનો નિર્ણય કર્યો છે. સરકારનું માનવું છે કે, આ એકમાત્ર રસ્તો છે જે વાયરસના સમુદાય ટ્રાન્સમિશનને રોકી શકે છે. 1 મે સુધી ચાલતા લોકડાઉન દરમિયાન સરકાર ઓનલાઇન ડિલિવરી દ્વારા આવશ્યક ચીજવસ્તુઓની સપ્લાય સુનિશ્ચિત કરશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
દેશ
ટેકનોલોજી
Advertisement
gujarati.abplive.com
Opinion